Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

VADODARA : સોની પોળમાં જર્જરિત મકાનની છત ધરાશાયી, વૃદ્ધા ઇજાગ્રસ્ત

04:29 PM Apr 10, 2024 | PARTH PANDYA

VADODARA : વડોદરાના સોની પોળમાં જર્જરિત મકાનની છતનો ભાગ ધરાશાયી થયાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં વૃદ્ધાને માથાના ભાગે ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટના બાદ મહિલાને સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે. તો બીજી તરફ ઘટનાની જાણ થતા જ સ્થાનિકો અને કાઉન્સિલર એકત્ર થઇ ગયા છે. અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ અંગે પાલિકાની નિર્ભયતા શાખામાં જાણ કરવામાં આવતા તેઓ વધુ કાર્યવાહી હાથ ધરશે, તેમ જાણવા મળી રહ્યું છે.

ફાયરના લાશ્કરો પણ આવી ગયા

વડોદરાના વાડી વિસ્તારમાં આવેલા સોની પોળ – 3 માં મકાનની છતનો ભાગ ધરાશાયી થતા વૃદ્ધા ઇજાગ્રસ્ત થવા પામ્યા છે. ઇજાગ્રસ્ત વૃદ્ધાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સ્થાનિક કાઉન્સિલર હરેશ જીંગર જણાવે છે કે, વોર્ડ – 14 માં આ મકાન આવે છે. સ્થાનિકો અને સ્થાનિક કાઉન્સિલર એકત્ર થઇ ગયા છે. ફાયરના લાશ્કરો પણ આવી ગયા છે. મકાન પડતા વૃદ્ધા ઇજાગ્રસ્ત થયા છે. તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે. આ વૃદ્ધા વર્ષોથી એકલા જ રહે છે. તેઓને માથાના ભાગે ઇજાઓ પહોંચી છે.

અનેક જર્જરિત નોટીસ પાઠવવામાં આવી

કાઉન્સિલર જેલમબેન ચોક્સી જણાવે છે કે, ઇજાગ્રસ્ત વૃદ્ધાના પુત્ર અને પુત્રવધુને આ અંગે જાણ કરવામાં આવતા તેઓ પહોંચી રહ્યા છે. પુત્ર-પુત્રવધુ દ્વારા વૃદ્ધાને આ ઘરમાં નહિ રહેવા માટે અગાઉ સમજાવવામાં આવ્યું છે. પણ વૃદ્ધા વર્ષો જુનું મકાન છોડવા તૈયાર નથી. ચાર દરવાજામાં આવી અનેક જર્જરિત નોટીસ પાઠવવામાં આવી હોય તેવા મકાનો છે. પરંતુ ઉંમરલાયક વ્યક્તિઓ પોતાનું નિવાસ સ્થાન છોડવા માટે તૈયાર નથી હોતા. સુત્રોના જણાવ્યા અનુસાર, આ અંગે પાલિકાની નિર્ભયતા શાખાને પણ જાણ કરવામાં આવી છે. તેઓ વધારે કાર્યવાહી હાથ ધરશે.

આ પણ વાંચો — VADODARA : પુરુષ કરતા મહિલા મતદારની ટકાવારીમાં 10 ટકાથી વધુ તફાવત હોય તેવા 161 બુથ