Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

VADODARA : એક જ પોલીસ મથકમાંથી અનેક લોકો ખુશ થઇને નિકળ્યા

03:43 PM Mar 29, 2024 | PARTH PANDYA

VADODARA : લોકોના ખોવાયેલા ફોન પરત મેળવી આપવા માટે પણ વડોદરા પોલીસ (VADODARA POLICE) કોઇ કસર છોડતી નથી. આ વાત આજના કિસ્સા પરથી સ્પષ્ટ થઇ જશે. આજે વડોદરાના નવાપુરા પોલીસ મથક (NAVAPURA POLICE STATION) માંથી નાગરીકોના ગુમ થયેલા 25 ફોન પરત કરવામાં આવ્યા છે. તમામ ફોનની કિંમત રૂ. 3.84 લાખ થવા પામે છે. આમ, એક જ દિવસમાં અનેક લોકો પોલીસ મથકમાંથી ખુશ થઇને નિકળ્યા હોવાના દ્રશ્યો સર્જાયા હતા.

25 ખોવાયેલા મોબાઇલ ધારકોને ફોન પરત કરવામાં આવ્યા

સામાન્ય રીતે પોલીસ ગુનેગારો સામે કડકાઇ પૂર્વક કામ કરે છે. જેને કારણે તેની છબી પણ કડક થઇ જાય છે. ત્યારે વડોદરા પોલીસ નાગરિકોના મોબાઇલ ગુમ થવા મામલે પણ ઝીણવટભરી તપાસ કરી પરિણામલક્ષી કામગીરી કરવા કટિબદ્ધ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આજે વડોદરાના નવાપુરા પોલીસ મથક દ્વારા 25 ખોવાયેલા મોબાઇલ ધારકોને ફોન પરત કરવામાં આવ્યા છે. જેથી પોલીસ મથકમાંથી અનેક લોકો આજે ખુશ થઇને નિકળ્યા હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા.

તમામે પોલીસનો આભાર માન્યો

25 મોબાઇલ ફોનની કિંમત રૂ. 3.84 લાખ આંકવામાં આવી રહી છે. તેમાં સૌથી મોંઘા ફોનની કિંમત રૂ. 35 હજાર અને સૌથી ઓછી કિંમત રૂ. 7 હજાર ના ફોનનો સમાવેશ થાય છે. તમામ ખોવાયેલા મોબાઇલ ફોન પરત મળતા તમામે પોલીસનો આભાર માન્યો હતો. અને પોલીસ મોબાઇલ ફોન મેળવી આપવા માટે પણ કોઇ કસર નથી છોડતી તેવી છાપ ઉભી થવા પામી છે.

ટેકનીકલ સોર્સ અને હ્યુમન સોર્સનો ખુબ મહત્વનો ફાળો

પોલીસ સુત્રો જણાવી રહ્યા છે કે, તમામ મોબાઇલ ફોન અલગ અલગ સમયે ગાયબ થયા હતા. આ મોબાઇલ ફોન પરત શોધી કાઢવા માટે ટેકનીકલ સોર્સ અને હ્યુમન સોર્સનો ખુબ મહત્વનો ફાળો રહ્યો છે. આ મોબાઇલ ફોન એસીપી એ.પી. રાઠવાના હસ્તે મુળ માલિકોને પરત કરવામાં આવ્યા છે. જે મેળવી તમામના મોઢા પર ખુશી છવાઇ ગઇ હતી.

તેરા તુજકો અર્પણ

અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરા પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણની થીમ હેઠળ ખોવાયેલા મોબાઇલ ફોન પરત આપવામાં આવી રહ્યા છે. અગાઉ પણ પોલીસ મથક દ્વારા આ રીતે કામગીરી કરવામાં આવી છે. ખોવાયેલ વસ્તુ મળશે કે નહિ તેનો કોઇ અંદાજો ન હોય, તેવી વસ્તુ જ્યારે પોલીસ શોધી આપે ત્યારે થતી ખુશી ચહેરા પર સાફ છલકાઇ જાય છે.

આ પણ વાંચો —VADODARA : ઇશારો કરી મહિલા પ્રોફેસરના ગળામાંથી સોનાની ચેઇનની તફડંચી