Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

VADODARA : MSU ની પોલીટેકનીક કોલેજનું વાતાવરણ ડહોળાતા ABVP મેદાને

01:38 PM Mar 27, 2024 | PARTH PANDYA

VADODARA : વડોદરા (VADODARA) ના વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU)ની પોલીટેકનીક કોલેજમાં એનએસયુઆઇ (NSUI) વિદ્યાર્થી સંગઠન જોડે સંકળાયેલા વિદ્યાર્થીઓ દ્વારા મારામારી કરવામાં આવી હોવાનો વિડીયો સામે આવ્યો હતો. જેને લઇને વિદ્યાધામનું વાતાવરણ ડહોળાયું છે. આ સામે આજે એબીવીપી (ABVP) દ્વારા પોલીટેક્નિક કોલેજના ડિનને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે. અને યુનિ. કેમ્પસમાં મારામારી કરનાર વિદ્યાર્થીઓ સામે પોલીસ ફરિયાદ દાખલ કરાવવાની માંગ મુકવામાં આવી છે.

ડહોળાયેલુ વાતાવરણ લાખો લોકોએ સોશિયલ મીડિયા મારફતે જોયું

વડોદરાની વિશ્વ વિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની પોલીટેક્નિક કોલેજ ગતરોજથી ચર્ચામાં છે. આ કોલેજ કેમ્પસમાં એસએસયુઆઇ સંગઠન સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓ દ્વારા ભેગા મળીને એક વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો હતો. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા વર્તુળોમાં ભારે વાયરલ થયો હતો. જેને લઇને યુનિ.ની છબી ખરડાઇ હતી. સાથે જ વિદ્યાધામાં ડહોળાયેલુ વાતાવરણ લાખો લોકોએ સોશિયલ મીડિયા મારફતે જોયું હતું.

કોલેજ ડિનને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું

આ સાથે જ એમ.એસ.યુનિ કેમ્પસમાં વિદ્યાર્થીની સુરક્ષાને લઇને અનેક સવાલો પણ ઉઠવા પામ્યા હતા. આ ઘટના બાદ આજે યુનિ.નું ડહોળાયેલુ વાતાવરણ શાંત કરવા માટે એબીવીપી સંગઠન મેદાવે આવ્યું છે. અને યુનિ. કેમ્પસમાં ગુંડાગીરી કરનારા તત્વો સામે કડક હાથે કાર્યવાહી કરવાની માંગ સાથે કોલેજ ડિનને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે. સાથે જ આવા તત્વો સામે પોલીસ ફરિયાદ નોંધાવવાની માંગ પણ મુકી છે. હવે આ મામલે આગળ શું થાય છે તેના પર સૌ કોઇની નજર રહેશે.

સામાન્ય વિદ્યાર્થીને તેઓ ટોર્ચર કરતા હતા

ડિનને રજૂઆત કરવા પહોંચેલા એબીવીપીના સહમંત્રી અનુષ્કા શર્મા મીડિયાને જણાવે છે કે, આજે ઓબીવીપી દ્વારા પોલીટેક્નિક કોલેજને ડિનને આવેદન આપવામાં આવ્યું છે. એનએસયુઆઇના ગુંડાતત્વો વિદ્યાર્થીને મારી રહ્યા છે. તેમને એવું છે કે તેમનો જ દબદબો રહેવો જોઇએ. સામાન્ય વિદ્યાર્થીને તેઓ ટોર્ચર કરતા હતા. છેવટે કાલે તેમણે 8 – 9 લોકોએ ભેગા મળીને તેને માર્યો છે. આજે ડિન સરને આવેદન આપ્યું છે. યુનિવર્સિટી આ વિષયને લઇને પોલીસ ફરિયાદ દાખલ કરે, જેથી આવા તત્વો યુનિવર્સિટીમાં ફરી ન દેખાય.

આ પણ વાંચો —VADODARA : મરી માતાના ખાંચા બહાર ટ્રાફિકની સ્થિતિ સુધારવાનો પ્રયાસ