Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

VADODARA : LVP ગરબા સંચાલકોથી ખેલૈયાઓ ખફા, હલકી ગુણવત્તાના પાસને લઇને મોકાણ

04:04 PM Oct 05, 2024 |

VADODARA : વડોદરા સહિત દેશભરમાં હાલ રંગેચંગે નવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે એક પછી એક ગરબા આયોજકોના મીસમેનેજમેન્ટના કારણે ખેલૈયાઓ ખફા થઇ રહ્યા હોવાની ઘટના સામે આવી રહી છે. પહેલા યુનાઇટેડ વે અને હવે વડોદરાના રાજવી પરિવાર સાથે સંકળાયેલા એલવીપી ગરબા (Lukshmi Vilas Palace Heritage Garba-24) આયોજકોથી ખેલૈયાઓ નારાજ છે. પાસ લટકાવવા માટે હલકી ગુણવત્તાની દોરી આપતા તે ગમે ત્યારે ગરબા રમતા પડી જાય છે. તે અંગે વાત કરવા જતા આયોજકોની ટીમ દ્વારા પૈસાની માંગણી કરવામાં આવે છે. જેથી ગરબાની બોક્સ ઓફીસ પર હોબાળો મચી રહ્યો છે.

પાસના વધુ પૈસા માંગવામાં આવી રહ્યા છે

લક્ષ્મી વિકાસ ગરબાના આયોજકોનું ભોપાળું બહાર આવ્યું છે. ખાસ કરીને આયોજકો દ્વારા ખેલૈયાઓનો આપવામાં આવેલા પાસ તકલાદી હોવાના કારણે દોરી તુટી જવાથી પાસ ખોવાઇ જવાની અસંખ્ય ઘટનાઓ સામે આવી છે. એક જ પ્રકારની ઘટના અનેક લોકો સાથે બનતા પાસ લગાડવા માટે આપેલી દોરીની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉભા થવા પામ્યા છે. આ સ્થિતીમાં આયોજકો દ્વારા લોકોને મદદ કરવા માટેનો કોઇ મધ્ય માર્ગ કાઢવાની જગ્યાએ તેમની પાસેથી પાસના વધુ પૈસા માંગવામાં આવી રહ્યા છે. જેના કારણે ખેલૈયાઓના સમય અને શક્તિનો પાસ કાઉન્ટર પર વેડફાટ થઇ રહ્યો છે.

મોટા ભાગના ખેલૈયાઓએ પાસ ગુમાવ્યા છે

આયોજકોથી પરેશાન સર્વે ખેલૈયાઓએ જણાવ્યું કે, આ લોકોનું (LVP ગરબા આયોજકો) મેનેજમેન્ટ બોગસ છે, સર અમારા પૈસા ઝાડ પર ઉગતા નથી. મેં પહેલા રૂ. 1500 આપીને પાસ ખરીદ્યો, હવે તેમની ભૂલના કારણે તે ખોવાઇ ગયો છે. હવે તેઓ ગરબા મેદાનમાં એન્ટ્રી માટે રૂ. 1000 વધારે માંગી રહ્યા છે. તે ખોટું છે. ગરબા રમતા રમતા કાર્ડ ખોવાઇ ગયું, દોરી તુટી ગઇ છે. મોટા ભાગના ખેલૈયાઓએ પાસ ગુમાવ્યા છે. અમે તેમને કહ્યું કે, અમારી ડિટેલ્સ તમને આપીએ છીએ. તે નાંખશો તો કાર્ડની વિગતો ઓટોમેટીક આવી જશે. પણ આ લોકોને અમારી પાસેથી પૈસા જોઇએ છે.

હવે તેઓ મારા પાસને નકારી રહ્યા છે

અન્ય ખેલૈયાનો અલગ પ્રશ્ન હતો, તેણે મીડિયાને રજુઆત કરતા જણાવ્યું કે, મારી પાસે ગરબાની ખરીદીની રીસીપ્ટ છે. તેમણે મને કહ્યું આઇડી બતાવો, તો મેં બતાવ્યું છે. હવે તેઓ મારા પાસને નકારી રહ્યા છે. અને મારી પાસેથી પૈસા માંગી રહ્યા છે. જે બિલકુલ ખોટું છે.

આ પણ વાંચો — VADODARA : ગરબા રમવા જવા માટે દિકરીઓનું વિરોધ પ્રદર્શન