Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

VADODARA : કિશનવાડીના રહીશો દુષિત પાણીથી ત્રસ્ત

12:03 PM Mar 15, 2024 | PARTH PANDYA

VADODARA : વડોદરા (VADODARA) ના કિશનવાડી વિસ્તારમાં ગંદુ પાણી (POLLUTED WATER) આવતા સ્થાનિરોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. સ્થાનિક મહિલાઓ દ્વારા આ ગંદુ પાણી રસ્તા પર ઢોળીને વિરોધ દર્શાવવામાં આવ્યો છે. આ સ્થિતીમાં વિસ્તારમાં પાણીજન્ય રોગચાળો પણ ફાટી નિકળે તેવી દહેશત વચ્ચે નાગરિકો જીવવા મજબૂર બન્યા છે.

આજના સમયની કડવી વાસ્તવિકતા

સ્માર્ટ સિટીની તર્જ પર ડેવલપ કરવામાં આવતા વડોદરામાં આજે પણ પાલિકા તંત્ર લોકોને ચોખ્ખુ પાણી પહોંચાડવામાં નિષ્ફળ રહ્યું છે. જે આજના સમયની કડવી વાસ્તવિકતા છે. તાજેતરમાં વડોદરાના કિશનવાડીમાં આવેલા 54 ક્વાટરમાં રહેતા લોકો આ પરિસ્થીતીનો સામનો કરવા મજબુર બન્યા છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે, છેલ્લા કેટલાય સમયથી આ વિસ્તારમાં દુષિત અને ગંદુ પાણી આવી રહ્યું છે. જેને કારણે લોકોએ પોતાની જરૂરિયાતનું પાણી પૈસા ખર્ચીને બહારથી મંગાવવું પડે છે. આ સ્થિતી લાંબો સમય રહેતા હવે મહિલાઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

અગાઉ ફરિયાદ આપવામાં આવી હતી

પાલિકા દ્વારા પહોંચાડવામાં આવતા દુષિત પાણી પાત્રમાં ભરી રોડ પર ઢોળી નાંખી મહિલાઓએ વિરોધ નોંધાવ્યો છે. તેઓ જણાવે છે કે, પાલિકામાં આ અંગે અગાઉ ફરિયાદ આપવામાં આવી હતી. જે બાદ તંત્ર દ્વારા પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. ત્યાર બાદ પણ હજી સુધી કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. અને દુષિત પાણીની સમસ્યા હવે રોજની બની છે.

લોકોની મુશ્કેલીઓ વધી શકે તેમ છે

આ સાથે જ વિસ્તારમાં પાણીજન્ય રોગચાળો વકરે તેવી સ્થિતીનું સર્જન થઇ રહ્યું છે. હાલ અનેક લોકો ગંદા પાણીના કારણે બિમારીના ભોગ બન્યા છે. આ સ્થિતી પર સમયસર કાબુ કરવામાં નહિ આવે તો લોકોની મુશ્કેલીઓ વધી શકે તેમ છે. લાંબા સમયથી ચાલતી આવતી સમસ્યાનો અંત લાવવા માટે મહિલાઓ પાણી ઢોળી પોતાનો વિરોધ નોંધાવ્યો છે. હવે કેટલા સમયમાં તેમની સમસ્યાનું ઉકેલ આવે છે તે જોવું રહ્યું.

લાંબા ગાળાનું નક્કર આયોજન કરવું પડશે

અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરા પાસે જરૂરીયાત મુજબના પાણીના વિપુલ સ્ત્રોત ઉપલબ્ધ છે. છતાં પાલિકા તંત્ર ચોખ્ખુ પાણી લોકો સુધી પહોંચાડવામાં નિષ્ફળ રહ્યું હોવાના ઉદાહરણ સમયાંતરે સામે આવતા રહે છે. પાણીની સમસ્યા દુર કરવા માટે પાલિકા તંત્રએ લાંબા ગાળાનું નક્કર આયોજન કરવું પડશે. જેથી નાગરિકોએ જીવન જરૂરીયાતની વસ્તુઓને લઇ વલખા ન મારવા પડે.

આ પણ વાંચો — VADODARA : પદ્માવતી શોપીંગ સેન્ટરના વેપારીઓનો વિરોધ, વૈકલ્પિક વ્યવસ્થા પહેલા તૈયાર કરવા માંગ