Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

VADODARA : ખાસવાડી સ્મશાનમાં અગ્નિદાહ માટે ત્રણ કલાકનું વેઇટીંગ, પતરા પર ચિતા તૈયાર કરવા મજબૂર

04:54 PM Mar 29, 2024 | PARTH PANDYA

VADODARA : વડોદરા (VADODARA) નું ખાસવાડી સ્મશાન (Khaswadi Smashan) શહેરનું સૌથી જુનુ અને મોટું છે. અહિંયા શહેરભરમાંથી મૃતદેહો અંતિમ ક્રિયા કરવા માટે લાવવામાં આવે છે. તાજેતરમાં આ સ્મશાનનું રિનોવેશન કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. દરમિયાન સ્મશાનમાં અંતિમ ક્રિયા માટે ત્રણ-ત્રણ કલાક વેઇટીંગમાં રહેવું પડે તેવી સ્થિતી જોવા મળી રહી છે. તો બીજી તરફ લોકો અહિંયા પતરા પર જ લાકડાની ચિતા બનાવીને અંતિમ ક્રિયા કરતા જોવા મળી રહ્યા છે. આ ઘટનાનો વિડીયો હાલ સામે આવ્યો છે. જેને લઇ સામાજીક કાર્યકર અતુલ ગામેચીએ અસુવિધાઓ સામે અવાજ ઉઠાવ્યો છે.

ઓછી ચિતા અને મૃતદેહોની વધુ સંખ્યા

વડોદરા પાલિકા દ્વારા ખાસવાડી સ્મશાનનું રિવોનેશન કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. પરંતુ અહિંયા ઓછી ચિતાની સંખ્યા અને મૃતદેહોની વધુ સંખ્યાના કારણે અવ્યવસ્થા સર્જાઇ હોવાનું જોવા મળી રહ્યું છે. તાજેતરમાં ખાસવાડી સ્મશાનમાં લોખંડની ચિતાને બદલે પતરા પર લાકડાની ચિતા બનાવીને મૃતદેહને અગ્નિદાહ આપવો પડ્યો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાની જાણ થતા સામાજીક કાર્યકર અતુલ ગામેચી સ્થળ પર પહોંચ્યા છે. અને લોકોને પડતી અસુવિધાને લઇ અવાજ ઉઠાવ્યો છે. અને લોકોની વેદના તંત્ર સમક્ષ મુકી છે.

કોઇ પણ યોગ્ય સુવિધાઓ કરવામાં આવી નથી

સામાજીક કાર્યકર અતુલ ગામેચી જણાવે છે કે, વડોદરાના ખાસવાડી સ્મશાનનું રિનોવેશન ચાલી રહ્યું છે. વડોદરા પાલિકા દ્વારા ચાર ચિતા મુકવામાં આવી છે. અને અન્ય સંસ્થા દ્વારા બે ચિતાઓ મુકવામાં આવી છે. જેને લઇને અંતિમ ક્રિયા માટે ત્રણ કલાકનું વેઇટીંગ ચાલી રહ્યું છે. અન્ય સ્મશાનોમાં કોઇ પણ યોગ્ય સુવિધાઓ કરવામાં આવી નથી. મોટા ભાગના મૃતદેહોને ખાસવાડી સ્મશાનમાં લઇને આવી રહ્યા છે. ખાસવાડી સ્મશાનમાં ગંદકી છે, અને બેસવા માટે પણ યોગ્ય વ્યવસ્થા નથી. ખાસવાડી સ્મશાનમાં મૃતદેહોને જમીન પર પતરા મુકી તેના પર લાકડાની ચિતા બનાવીને અંતિમ ક્રિયા કરવામાં આવી રહી છે. સ્માર્ટ સિટીના સત્તાધીશો વડોદરાને સ્માર્ટ બનાવવાની લ્હાયમાં અંતિમ ક્રિયા માટે આવતા લોકોને અન્યાય કરતા હોવાનો આરોપ અતુલ ગામેચીએ લગાવ્યો છે.

જરૂરી સુવિધા-વ્યવસ્થાઓ કરવી પડશે

અત્રે ઉલ્લેખનીય છે કે, ખાસવાડી સ્મશાનનું રિનોવેશન કાર્ય હજી લાંબો સમય ચાલી શકે તેમ છે. તેવામાં અંતિમ ક્રિયા માટે આવતા લોકો માટે તંત્રએ તે મુજબની સુવિધા-વ્યવસ્થાઓ કરવી પડશે. ઉનાળામાં અંતિમ ક્રિયા માટે આવનાર તમામ લોકોની સુવિધાઓમાં વધારો કરવા માટે તંત્રએ જરૂરી પગલાં લેવા પડશે. નહિ તો લોકોની મુશ્કેલીઓ આવનાર સમયમાં વધી શકે છે.

આ પણ વાંચો —VADODARA : ચૂંટણીને લઇ રૂ. 10 લાખથી વધુ રોકડ પકડાશે તો IT ને જાણ કરાશે, ફરિયાદ સમિતિની રચના