Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

VADODARA : મૂળ વ્યવસાયે ફેરિયો હોટલમાં રોકાઈને ચોરીને અંજામ આપતો

04:12 PM Apr 15, 2024 | PARTH PANDYA

VADODARA : તાજેતરમાં વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલા ઇસ્કોન (ISKON) મંદિરમાં ચોરીની ઘટના સામે આવી હતી. જેમાં ચોરને નાગપુરથી દબોચી લેવામાં આવ્યો છે. તેની મોડસ ઓપરેન્ડી કોઇ પણ વ્યક્તિને વિચારતા કરી દે તેવી છે. મુળ તેનું કામ કાપડ વેચવાના ફેરીયાનું છે. પરંતુ તે હોટલમાં રોકાઇ અને વિડીયો જોઈને સ્થળની માહિતી એકત્ર કરતો હોવાનું હાલ તહક્કે સામે આવ્યું છે.

10 તારીખથી એક શખ્સ હોટલમાં રોકાયો

સમગ્ર મામલે ડીસીપી અભય સોનીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, 12 એપ્રિલે વહેલી સવારે ગોત્રી ઇસ્કોન મંદિરમાં ચોરીની ઘટના સામે આવી હતી. પોલીસને સુચના મળતા જ અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરવામાં આવી હતી. સીસીટીવીમાં સવારે એક ઇસમ 5 વાગ્યે થેલો લઇને જતા જોવા મળ્યો હતો. આ લીડનો અનુસરતા સયાજીગંજ સુધી અમે પહોંચ્યા હતા. અન્ય સીસીટીવીમાં એક શખ્સ ચાલતો જતો દેખાયો હતો. વધુ તપાસમાં સામે આવ્યું કે, 10 તારીખથી એક શખ્સ હોટલમાં રોકાયો છે. 12 તારીખે સવારે 5 – 30 વાગ્યે હોટલમાંથી ચેક આઉટ કરીને તે સુરત તરફની બસમાં ગયો હોવાનું ધ્યાને આવ્યું હતું. તે સુરતથી નાગપુર ખાનગી બસમાં નાગપુર જઇ રહ્યો હોવાનું જાણતા ત્યાંની પોલીસને જાણ કરવામાં આવી હતી. વાડી પોલીસે બસને રોકીને સીટ નંબરના આધારે ચોરને પકડી પાડવામાં આવ્યો હતો. તેની પાસેથી ચોરીનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે પહોંચી તેની ધરપકડ કરી છે. આરોપીનું નામ અંતર્યામી દાસ (રહે. માલિપાડા, ઓરિસ્સા) છે. તે સિઝનલ કાપડ વેચાણનો ધંધો કરે છે. રાજસ્થાન, મહારાષ્ટ્ર, ચંદીગઢા, આંધ્રા અને ગોવામાં ફેરીયાનું કામ તે કરે છે. છેલ્લા 20 વર્ષથી તે આ કામ કરે છે.

ઘણા મંદિરોની રેકી તેણે કરી હતી

વધુમાં ડીસીપીએ જણાવ્યું કે, આરોપી મંદિરોને શિકાર કરતો હતો. તેના વિરૂદ્ધ મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટકા, આંધ્રા, તેલંગાનામાં ગુના નોંધાયા છે. આરોપી આંતરરાજ્ય ચોર છે, જે મંદિરોને ટાર્ગેટ કરતો હોય છે. યુ ટ્યુબ વિડીયો અને ઓનલાઇન માહિતી મેળવીને ટાર્ગેટ તૈયાર કરતો હતો. તે વડોદરાના અનેક મંદિરોમાં વિડીયો જોતો હતો. ચોરી કરતા પહેલા વિડીયોમાં એક એક ડિટેઇલ ચેક કરતો હતો. સ્થળ પર જઇને મંદિર ક્યારે બંધ થાય છે, કયા રસ્તે પ્રવેશ મેળવવો તે નક્કી કરતો હતો. ઘણા મંદિરોની રેકી તેણે કરી હતી. 10 એપ્રિલે તે હોટલમાં તે રોકાયો હતો. ઇસ્કોન અને કારેલીબાગના અન્ય મંદિરો પણ તેના ટાર્ગેટમાં હતા. સાંઇબાબા, સ્વામીનારાયણ, હનુમાનજી ફેમસ મંદિરોને તે શિકાર બનાવવાનો હતો. તેના વિડીયો સર્ચ હિસ્ટ્રીમાં મળી આવ્યા છે. યુ ટ્યુબ પર રેકી કરતો હતો. સફાઇ કર્મી જોડે કોન્ટેક્ટ કરતો હતો. ત્યાર બાદ તે આગળ વધતો હતો.

મંદિરના કોઇ શખ્સની સંડોવણીની તપાસ જારી

વધુમાં ડીસીપીએ ઉમેર્યું કે, મંદિરના ગર્ભગૃહના સીસીટીવી અમને મળ્યા હતા. અંદર અને બહાર બંનેના સીસીટીવી અમને મળ્યા હતા. મંદિરના કોઇ શખ્સની સંડોવણી છે કે નહિ તે અંગે તપાસ કરી રહ્યા છે. મંદિરના સેવક સવારે ત્યાં પહોંચ્યા ત્યારે ચોરીની ઘટનાની જાણ થઇ હતી. ત્યાર બાદ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પાછળથી ચોરીના મુદ્દામાલ અંગેનો ઉમેરો કરવામાં આવ્યો હતો. મંદિરમાં સુરક્ષા ઓછી હોય, સરળતાથી દાનપાત્ર તથા ગર્ભગૃહ સુધી પહોંચી શકાય તે માટે આ સ્થળ પસંદ કરતો, તેની પાસેથી કાપવા માટેના પાના-પક્કડ મળી આવ્યા છે.

આ પણ વાંચો —  VADODARA : પતંજલિ ઘી સહિત 11 ખાદ્ય પદાર્થો સબ સ્ટાન્ડર્ડ જાહેર