Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

VADODARA : એપ્લીકેશનમાં કરોડો રૂપિયાનો પ્રોફિટ દેખાતો પણ હકીકતે લાખોમાં ઠગાયા

03:03 PM Mar 31, 2024 | PARTH PANDYA

VASDODARA : વડોદરા (VADODARA) માં સોશિયલ મીડિયા (SOCIAL MEDIA) પર એડવર્ટાઇઝમેન્ટ જોઇને શેર માર્કેટ (SHARE MARKET) માં પૈસા લગાડનારને મોટો ફટકો પડ્યો છે. વોટ્સએપ ગ્રુપમાં આવેલી લિંક પરથી એપ્લીકેશન ડાઉનલોડ કર્યા બાદ અલગ-અલગ સમયે મોટી રકમ શેર માર્કેટમાં લગાડવામાં આવી હતી. જેનો પ્રોફિટ પણ ઓનલાઇન એપ્લીકેશનમાં આકર્ષક દેખાતો હતો. પરંતું આ પ્રોફિટ ક્યારે પૈસા લગાડનાર આધેડ સુધી પહોંચ્યો જ નહિ. અંતમાં પૈસા વિડ્રો કરવા જતા ઠગાયાનું જણાયું હતું. આખરે સમગ્ર મામલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

ઇન્વેસ્ટ કરીને રૂપિયા કમાવવાની એડ આવી

વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં રામક્રિષ્ણા રાજીવ બેડ્દુરી (ઉં. 56) (રહે. વેદાંતા ડુપ્લેક્ષ, સનફાર્મા રોડ, વડોદરા) (મુળ રહે. આનંદ સદન, નબિકોટા, આંધ્રપ્રદેશ) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તે ખાનગી કંપનીમાં ડેપ્યુટી બેંક મેનેજરની નોકરી કરતા હતા. તેઓ સ્માર્ટ ફોન યુઝર છે, અને મેસેજીંગ એપ્લીકેશન વોટ્સએપનો ઉપયોગ કરે છે. જાન્યુઆરી – 2014 માં મોબાઇલ જોતા સમયે શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરીને રૂપિયા કમાવવાની એડ આવી હતી. તેના પર ક્લિક કરી તેઓ વોટ્સએપ ગ્રુપમાં જોડાયા હતા. જેમાં 150 જેટલા મેમ્બર્સ હતા.

લિંક પરથી એપ્લીકેશન ડાઉન લોડ કરી

ગ્રુપમાં જોડાયા બાદ કેટલા રૂપિયાનું રોકાણ કરવા માંગો છો, તે સંબંધિત વિગતોવાળું ફોર્મ ભરીને મોકલવાનું હતું. જેમાં આધાર કાર્ડ. પાનકાર્ડ મોકલી રૂ. 50 હજાર ઇન્વેસ્ટ કરવા અંગે જણાવ્યું હતું. જેનું કન્ફોર્મેશન આવતા પાવતી વોટ્સએપ થકી મળી હતી. જે બાદ વોટ્સએપ ગ્રુપમાં આવેલી લિંક પરથી એપ્લીકેશન ડાઉન લોડ કરી હતી. અને તેમાં લોગઇન ડિટેઇલ ભરી એકાઉન્ટ બનાવ્યું હતું.

રૂ. 33 લાખ જમા કરાવ્યા બાદ જ પૈસા વિડ્રો કરી શકાશે

અલગ અલગ સમયે અલગ એમાઉન્ટ મળી કુલ રૂ. 94.18 લાખનું રોકાણ કરવામાં આવ્યું હતું. જે રૂપિયાનું પ્રોફિટ મોબાઇલ એપ્લીકેશનમાં રૂ. 11.26 કરોડ બતાવતું હતું. જેમાંથી પૈસા વિડ્રો કરવા જતા કોઇ સફળતા મળી ન હતી. જેથી તેઓ આ અંગે વોટ્સએપ મેસેજ કરીને પુછ્યું હતું. તો જવાબ મળ્યો કે, 3 ટકા લેખે રૂ. 33 લાખ જમા કરાવ્યા બાદ જ પૈસા વિડ્રો કરી શકાશે. આ વાત બાદથી શંકા જતા આખરે તેઓ સાયબર ક્રાઇમ હેલ્પ લાઇન પર ફરિયાદ કરે છે. જે બાદ વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં વોટ્સએપ નંબર અને બેંક એકાઉન્ટ ધારકો મળી 4 અજાણ્યા લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે બાદ પોલીસે સમગ્ર મામલે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો —VADODARA : “પાણી નહીં તો વોટ નહીં”, રહીશો વિફર્યા