Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

VADODARA : કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના રોડ-શોને લઇ પોલીસ અધિકારીઓનું નિરીક્ષણ

01:48 PM Apr 26, 2024 | PARTH PANDYA

VADODARA : વડોદરામાં આવતી કાલે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ (HOME MINISTER OF INDIA – AMIT SHAH) ભાજપના લોકસભા ઉમેદવાર (LOKSABHA BJP CANDIDATE) માટે રોડ શો યોજવા જઇ રહ્યા છે. રોડ-શો દરમિયાન સુરક્ષા વ્યવસ્થાને લઇને આજે સેન્ટ્રલ એજન્સીઓ અને સ્થાનિક પોલીસ તથા વિવિધ બ્રાન્ચો દ્વારા રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. આ તકે ગૃહમંત્રીની સલામટી ટીમ પણ સાથે હતી. રોડ-શોનું સુચારૂ નિયમન થાય તે માટે સ્થાનિક પોલીસની વિવિધ બ્રાન્ચના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

આવતી કાલે આ ભવ્ય રોડ શોનું આયોજન

વડોદરામાં લોકસભાની સામાન્ય ચૂંટણી અને વાઘોડિયા વિધાનસભાન બેઠક પર પેટા ચૂંટણી યોજાવવા જઇ રહી છે. દિવસેને દિવસે ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે, ત્યારે હવે વડોદરામાં લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ડો. હેમાંગ જોશીના પ્રચારઅર્થે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ખુદ વડોદરામાં રોડ શો યોજશે. આવતી કાલે આ ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે.

સેલ્ફી લિંક લાઇવ કરવામાં આવી

આવતી કાલે યોજાનાર રોડ શોને ધ્યાને રાખીને આજે સેન્ટ્રલ એજન્સીઓ સહિત સ્થાનિક પોલીસની ટીમે એરપોર્ટથી લઇને રોડ શોની શરૂઆત અને અંતના પોઇન્ટ સુધી સ્થળ નિરીક્ષણ કર્યું છે. અત્રે નોંધનીય છે કે, રણમુક્તેશ્વરથી લઇને માર્કેટ ચાર રસ્તા સુધી તેમનો રોડ શો ચાલશે. આ રોડ શો માં વધુ લોકો જોડાય તે ઉદ્દેશ્યથી સેલ્ફી લિંક લાઇવ કરવામાં આવી છે. જેમાં મોટી સંખ્યામાં ડિજીટલ ઇમ્પ્રેશન સોશિયલ મીડિયામાં જોવા મળી રહી છે.

ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે

જોઇન્ટ પોલીસ કમિશનર મનોજ નિનામા જણાવે છે કે, આવતી કાલે વડોદરામાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહનો રોડ શોનો પ્રોગ્રામ છે. તેના પૂર્વ તૈયારીઓના ભાગરૂપે સેન્ટ્રલ આઇબી, તેમની સલામતી ટીમ, સ્થાનિક વડોદરા પોલીસ અધિકારીઓ, સ્પેશિયલ બ્રાન્ચ, અને ટ્રાફિક પોલીસ તમામ હાજર છે. આવતી કાલે કયા પ્રકારની જરૂરીયાત રહેશે, કેવી સલામતી રાખવામાં આવશે, તેવા બંદોબસ્તની જરૂરીયાત રહેશે, તેને લઇને એરપોર્ટથી લઇને રેલી પ્રસ્થાન સ્થળ સુધી અને ત્યાંથી રેલીના અંતિમ સ્થળ સુધી રસ્તા પર નિરીક્ષણ કર્યું છે. તેમનો રિપોર્ટ આપશે, જે અનુસાર પાલન કરવામાં આવશે, અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે.

આ પણ વાંચો — VADODARA : “બિસ્તરા પોટલા તૈયાર છે, નિકળી જા”, ધમકાવતી વહુને અભયમે અટકાવી