Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

VADODARA : હનુમાન જયંતિ પર શોભાયાત્રાને લઇ પોલીસનું જાહેરનામું – વાંચો વિગતવાર

02:33 PM Apr 22, 2024 | PARTH PANDYA

VADODARA : વડોદરા સહિત દેશભરમાં 23, એપ્રિલ, 2024 ના રોજ હનુમાન જયંતિ (HANUMAAN JAYANTI) પર્વની ઉજવણી થવા જઇ રહી છે. તે નિમિત્તે શહેરમાં ભવ્ય શોભાયાત્રા (SHOBHAYATRA) નું આયોજન કરવામાં આવ્યું છે. આ શોભાયાત્રા સમયે કાયદો, વ્યવસ્થા અને ટ્રાફિક (LAW & ORDER, TRAFFIC) ની સ્થિતી જળવાય તે માટે શહેર પોલીસ (VADODARA CITY POLICE) દ્વારા જાહેરનામું બહાર પા઼ડવામાં આવ્યું છે. જેમાં નો પાર્કિંગ અને પ્રતિબંધિત રસ્તાઓ અંગેની જાણકારી આપવામાં આવી છે.

શોભાયાત્રા પૂર્ણ ન થાય ત્યાં સુધી અમલી રહેશે

દર વર્ષની જેમ સંસ્કારી નગરી વડોદરામાં હનુમાન જયંતિ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના ફતેપુરા મેઇન રોડ વિસ્તારમાંથી શોભાયાત્રા બપોરે 5 વાગ્યે નિકળશે, જે બાદ ફતેપુરા ચાર રસ્તા, અડાણીયાપુલ ચાર રસ્તા, ચાંપાનેર દરવાજા, માંડવી, એમ.જી. રોડ. લહેરીપુરા દરવાજા, પદ્માવતિ થઇ, સુરસારગની સામે પાળે આવેલા હઠીલા હનુમાનજી મંદિર આવી સાંજે પૂર્ણ થશે. દરમિયાન કાયદો, વ્યવસ્થા અને ટ્રાફિકની સ્થિતી જળવાય તે માટે શહેર પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે આવતી કાલે બપોરે 3 વાગ્યાથી શરૂ થશે, અને જ્યાં સુધી શોભાયાત્રા પૂર્ણ ન થાય ત્યાં સુધી અમલી રહેશે.

ઇમર્જન્સી વાહનોને જાહેરનામામાંથી મુક્તિ

જાહેરનામા પ્રમાણે 22 અલગ અલગ રોડ-રસ્તાઓ પર ડાયવર્ઝન આપવામાં આવ્યા છે. સાથે જ શોભાયાત્રાના રૂટ પર નો- પાર્કિંગની જાહેરાત કરવામાં આવી છે. દરમિયાન ઇમર્જન્સી વાહનોને આ જાહેરનામામાંથી મુક્તિ આપવામાં આવી છે.

આ પણ વાંચો — VADODARA : વાઘોડિયા બેઠક પર દબંગ મધુ શ્રીવાસ્તવે ફોર્મ પરત ખેંચ્યું, કોંગ્રેસને ટેકો જાહેર