+

VADODARA : પૂર સહાયનો સર્વે અંતિમ તબક્કામાં, સરકારે “ઝડપ” રાખવા કહ્યું

VADODARA : વડોદરા (VADODARA) માં આવેલા ઐતિહાસીક માનવસર્જિત પૂર (FLOOD – 2024) સામે લોકોને સહાય મળી રહે તે માટે સરકાર દ્વારા સર્વેની ગામકીરી કરવામાં આવી રહી છે. જે હવે અંતિમ…

VADODARA : વડોદરા (VADODARA) માં આવેલા ઐતિહાસીક માનવસર્જિત પૂર (FLOOD – 2024) સામે લોકોને સહાય મળી રહે તે માટે સરકાર દ્વારા સર્વેની ગામકીરી કરવામાં આવી રહી છે. જે હવે અંતિમ તબક્કામાં પહોંચી છે. આ અંગે શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહ (BJP CITY PRESIDENT DR. VIJAY SHAH) નો એક ઓડિયો વાયરલ થયો છે. જેમાં તેઓ જણાવે છે કે, સોમવારે સરવેનો છેલ્લો રાઉન્ડ કરવાનો છે, ત્યાર પછી કોઇ બાકી રહી ગયું હોવાનું ધ્યાને આવશે, તો સરકાર સરવે કરવા માટે જશે નહીં. તો બીજી તરફ અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઇ (BJP MLA CHAITANYA DESAI) એ જણાવ્યું કે, સરકાર દ્વારા જે કોઇ રાહતના કાર્યો શરૂ થયા છે. તેમાં થોડીક ઝડપ રાખવી પડશે.

બે દિવસમાં લિસ્ટ આપીશું, એટલે તેઓ પ્રક્રિયા શરૂ કરશે

વાયરલ થયેલા ઓડિયોમાં વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહ જણાવે છે કે, કોર્પોરેટરો પાસેથી જે વિસ્તારમાં કેશડોલ ના મળી હોય, અથવાતો જે વિસ્તારોમાં સહાય ના મળી હોય, જે ખરેખર પૂર પ્રભાવિત વિસ્તારો હોય તેનું લિસ્ટ તાત્કાલિક મળે તેવું ગોઠવો. સોમવારે સર્વેનો છેલ્લો રાઉન્ડ કરવાનો છે, ત્યાર પછી કોઇ બાકી રહી ગયું હોવાનું ધ્યાને આવશે, તો સરકાર સર્વે કરવા માટે જશે નહીં. બે દિવસમાં લિસ્ટ આપીશું, એટલે તેઓ પ્રક્રિયા શરૂ કરશે. સર્વેનો છેલ્લો રાઉન્ડ છે, સર્વે મિત્રોને જણાવી દેજો.

જે ઘરોમાં પાણી આવ્યા હતા, તેમાં રાહત આપવામાં ઝડપ રહે

અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઇએ જણાવ્યું કે, વડોદરામાં પૂરની પરિસ્થિતી હતી. ત્યાર બાદ સરકાર દ્વારા જે કોઇ રાહતના કાર્યો શરૂ થયા છે. તેમાં થોડીક ઝડપ રાખવી પડશે, સાથે કોમર્શિયલ દુકાનો અને અન્ય માટે કેટેગરીકલી મદદ જાહેર કરી છે. જે ઘરોમાં પાણી આવ્યા હતા, તેમાં રાહત આપવામાં ઝડપ રહે. કોર્પોરેટરો પણ પાણી ભરેલી સોસાયટીઓના લિસ્ટ કલેક્ટર કચેરી પહોંચાડી રહ્યા છે. અકોટાનો 85 ટકા વિસ્તાર પાણીમાં હતો. દરેક સોસાયટીઓનું લિસ્ટ બની રહ્યું છે. ઝડપથી સર્વે થાય, અને સરકારની રાહત લોકો સુધી પહોંચી શકે, તે માટે જે કંઇ કરવું પડે કે કરે અને મદદ પહોંચાડે.

લોકો ભાડે રહેતા હોય તેમનું રાશન કાર્ડ ના હોય તેવા કિસ્સાઓ મારા સુધી પહોંચ્યા

વધુમાં તેમણે જણાવ્યું કે, ઘરવખરીનો સામાન જ્યાં જરૂર હતો, અને જ્યાં માંગણી હતી. જરૂરી નથી દરેક સોસાયટીમાં રહેતા લોકોને ઘરવખરીની જરૂરીયાત હોય. આ લોકો પાસે જે પહેલાના લિસ્ટ હતા. તે વિસ્તારોમાં સર્વે થઇ ગયા છે. જે વિસ્તારોમાં પાણી નથી જોયા. અને ત્યાં આવ્યા છે તેવા લોકોનો સર્વે અમે નિકળ્યા હતા. જે વિસ્તારો અમારા ધ્યાનમાં છે, તેની સોસાયટીઓના નામ અમે આપી રહ્યા છે. સરકાર કોઇના માટે વધારે ઓછું નહી કરે, હાલ લોકોનો મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. સરકાર તરફથી દબાણ ,સર્વે જલ્દી પૂર્ણ કરવા માટેનું કહેવામાં આવી રહ્યું છે. અમે આપેલી સોસાયટીઓમાં સર્વે થશે. સંપુર્ણ વડોદરા શહેરમાં ત્રણ દિવસ પહેલા 19 કરોડ ચુકવવામાં આવ્યા છે. ઘણા વિસ્તારોમાં સહાય નથી મળી, લોકો ભાડે રહેતા હોય તેમનું રાશન કાર્ડ ના હોય તેવા કિસ્સાઓ મારા સુધી પહોંચ્યા છે. તેઓની આ સમસ્યા ઉકેલવા માટેનું સુચન કર્યું છે.

આ પણ વાંચો — VADODARA : જિલ્લાના 539 ગામોમાંથી 859 કિલો ઘન કચરાનો નિકાલ કરાયો

Whatsapp share
facebook twitter