Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

VADODARA : 80 ફૂટ ઉંડા કુવામાંથી મૃતદેહનું રેસ્ક્યૂ

03:59 PM Apr 19, 2024 | PARTH PANDYA

VADODARA : વડોદરા (VADODARA) પાસે પાદરા (PADRA) નજીકના ગામે 80 ફૂટ ઉંડા કુવામાંથી ફાયર લાશ્કરોની (VADODARA FIRE TEAM) ટીમે મૃતદેહ રેસ્ક્યૂ કર્યો છે. સ્થાનિક દ્વારા કુવામાં મૃતદેહ હોવાની પોલીસને જાણ કરવામાં આવી હતી. જે બાદ મૃતદેહ રેસ્ક્યૂ કરવા માટે ફાયરના લાશ્કરોને જાણ કરવામાં આવી હતી. આશરે અઢી કલાકની જહેમત બાદ મૃતદેહને બહાર કાઢવામાં સફળતા મળી હતી. જે બાદ સમગ્ર મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો

વડોદરા પાસે આવેલા પાદરાના મજાતન ગામે આશરે 80 ફૂટ ઉંડા કુવામાં દેહ તરતો દેખાતો મળતા આ અંગેની સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. સાથે જ વડોદરાના જીઆઇડીસી ફાયર સ્ટેશનથી ફાયરના લાશ્કરોને જાણ કરવામાં આવતા તેઓ પણ પહોંચ્યા હતા.

મૃતદેહનો કબ્જો પોલીસને સોંપ્યો

સ્થળ પર જઇ જોતા આશરે 80 ફૂટ ઉંંડા કુવામાં એક શખ્સનો દેહ દેખાયો હતો. ફાયર સુત્રોના અંદાજ અનુસાર, કુવો 50 ફૂટ ઉંડો ખાલી હતો, તેમાં 30 ફૂટ જેટલું પાણી હતું. જે બાદ ટીમ લેડર, રસ્સી અને પકડવા માટે બિલાડી સાધનો લઇને કુવામાં ઉતર્યા હતા. પાલિકાની ટીમે બે કલાકની જહેમત બાદ મૃતદેહને કુવામાંથી કાઢવામાં સફળતા મળી હતી. ફાયરની ટીમે મૃતદેહનો કબ્જો પોલીસને સોંપ્યો હતો.

પોલીસે વધુ તપાસ હાથ ધરી

પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર, મૃતક યુવકની ઉંમર 35 વર્ષની આસપાસ હોવાનો અંદાજ છે. હાલ યુવકની ઓળખ થઇ શકી નથી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ કરાવવા અર્થે સ્થાનિક સીએચસી સેન્ટરમાં ખસેડ્યો છે. સાથે જ પોલીસ દ્વારા યુવકે આત્મ હત્યા કરી કે યુવકની હત્યા કરીને તેને કુવામાં ફેંકી દેવામાં આવ્યો છે, કયા કારણોસર યુવક અહિંયા આવ્યો તેવા સવાલોના જવાબ મેળવવાની દિશામાં વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચો — GANDHINAGAR : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાને લઇ મોટા સમાચાર