Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

VADODARA : નવદંપતિ વચ્ચે જૂતા ચોરીની રસમ બાદથી શરૂ થયો ખટરાગ, પતિએ કેનેડા ગયા બાદ તરછોડી

03:19 PM Mar 13, 2024 | PARTH PANDYA

VADODARA : વડોદરા (VADODARA) ના માંજલપુર વિસ્તારમાં રહેતી અને વાઘોડિયા વિસ્તારના યુવક સાથે લગ્ન કરેલ પરિણીતાને લગ્નના દિવસે જૂતા ચોરી રસમ બાદ પતિ સાથે ઝગડો થયો હતો. જે બાદ દાંપત્ય જીવનમાં ખટરાગ ચાલ્યા જ કરતો હતો. તેવામાં એક દિવસ મહિલા તેના પતિના મોબાઇલ (MOBILE) માં અન્ય સ્ત્રીનો ફોટો જોઇ જતા બંને વચ્ચે બોલાચાલી થઇ હતી. આખરે કેનેડા ગયા બાદ પતિએ પરિણીતાને ઘરેથી ચાલી જવા માટે કહ્યું હતું. આખરે સમગ્ર મામલે પરિણીતાએ પતિ, સાસુ અને માસીસાસુ સામે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

પિયરથી વધુ સોનું લાવવા માટે પતિ દબાણ

મહિલા પોલીસ સ્ટેશનમાં કોમલ પટેલ (નામ બદલ્યું છે) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, મે – 2023 માં સમાજના રિતી-રિવાજ મુજબ વડીલોની હાજરીમાં વિશાલ પટેલ સાથે લગ્ન થયા હતા. લગ્નનના દિવસે જુતા ચોરીની રસમમાં સાસરીવાળાએ વ્યવહાર કર્યો ન હોવાના કારણે નવદંપતિ વચ્ચે ઝગડો થયો હતો. જે બાદ પિયરથી વધુ સોનું લાવવા માટે પતિ કોમલને દબાણ કરતો હતો. સાથે માસી સાસુ કોમલને નોકરી છોડવા માટે દબાણ કરતા હતા.

પરત ફરતા જ પતિ એક સપ્તાહમાં કેનેડા જતો રહ્યો

તેવામાં દંપતિ ગોવામાં ફરવા ગયા હતા. જ્યાં કોમલે પતિના મોબાઇલમાં અજાણી સ્ત્રીનો ફોટો જોયા હતા. જેથી પતિએ સ્પષ્ટ કહી દીધું કે, મારા ફોનને અડકવાનું નહિ. જે પછી દંપતિ વચ્ચે ઝગડો થયો હતો. અને ગોવામાં જે-તે જગ્યાએ જ છોડીને પતિ જતો રહ્યો હતો. ત્યાર બાદ પરત ફરતા જ પતિ એક સપ્તાહમાં કેનેડા જતો રહ્યો હતો.

મારે કોઇ કામ નથી

ત્યાર બાદ કોમલના સાસુ સતત નાની નાની વાતે તેની સાથે જુ્ઠુ બોલતા હતા. તેમના પુછ્યા વગર કોઇ નિર્ણય લઇ શકાતો ન હતો. તેઓ કહે તેવી જ રીતે રહેવાનું. ગત વર્ષે દિવાળી પહેલા પતિએ અચાનક તેની માતાને ફોન કરીને કહ્યું કે, મારે કોમલનું કોઇ કામ નથી. તેના ઘરે ચાલી જાય તેવું કહી દીધેલું. જે પછી માસી સાસુ તેમના ઘરે લઇ ગયા હતા. અને કહી દીધું કે, આજે નવા વર્ષથી તું તારા ઘરે જતી રહે. ત્યાં જ રહેજે. પાછી આવતી નહિ.

ત્રણ સામે નોંધાઇ ફરિયાદ

આખરે કોમલે વિશાલ રમેશભાઇ પટેલ, મિનાક્ષી રમેશભાઇ પટેલ અને રેશ્માબેન ઇલેશભાઇ પટેલ (ત્રણેય રહે. વાઘોડિયા) સામે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જે બાદ પોલીસે તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો —VADODARA : કાર્યને લયમાં લાવવા માટે કાર્યાલયની આવશ્યકતા – સી. આર. પાટીલ