Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

VADODARA : પૂર્વ ક્રિકેટરની ગુનાની દુનિયામાં ફટકાબાજી

05:10 PM Apr 24, 2024 | PARTH PANDYA

VADODARA : વડોદરા (VADODARA) નો પૂર્વ ક્રિકેટર (EX. CRICKETER) ઋષિ તુષાર અરોઠે (RISHI AROTHE) ની ઠગાઇનો ભોગ બનવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. તેનું નામ પ્રથમ સટ્ટાબેટીંગમાં ખુલ્યું હતું. તે બાદ ધીરે ધીરે તે અલગ અલગ રીતે લોકોને પોતાની ઠગાઇનો શિકાર બનાવતો રહ્યો છે. અગાઉ એક ગુનામાંથી છુટીને તેણે અન્ય ગુના આચર્યાનું ધ્યાને આવતા તાજેતરમાં વડોદરા એસઓજી પોલીસ દ્વારા તેને ગોવાથી દબોચી લેવામાં આવ્યો છે. અને તેની સામે નોંધાયેલા ગુનાઓમાં વધુ ઉંડાણ પૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

ભોગબનનાર સંપર્ક કરે

સમગ્ર કાર્યવાહી અંગે વડોદરા એસઓજીના પીઆઇ વિવેક પટેલે જણાવ્યું કે, SOG દ્વારા ઋષિ અરોઠેને ગોવાથી ધરપકડ કરી છે. તેની સામે અગાઉ શહેરના માંજલપુર પોલીસ સ્ટેશન, રાવપુરા પોલીસ સ્ટેશન તથા વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં રૂ. 1 કરોડની ઠગાઇના મામલા નોંધાઇ ચુક્યા છે. રાવપુરા પોલીસને તેની કસ્ટડી સોંપવામાં આવનાર છે. બાદમાં તેની કસ્ટડી વલસાડ પોલીસને સોંપવામાં આવશે. ઋષિ અરોઠે કેટલા ગુના કર્યા છે, તેના વિરૂદ્ધ રાજકોટ અને અમદાવાદમાં અલગ અલગ લોકો દ્વારા અરજી આપવામાં આવી છે. એસઓજી દ્વારા તેના ભોગબનનારને એસઓજી અથવા સ્થાનિક પોલીસમાં સંપર્ક કરવા માટે જણાવ્યું છે.

ક્રોસ ઇન્ટ્રોગેશન કરીશું

વધુમાં તેમણે જણાવ્યું કે, હનુમાનજી મંદિરની ચીટીંગના કેસમાં ઋષિ અરોઠેની પુછપરછ કરવામાં આવનાર છે. તે પૈસાના પ્લાન શું હતા, ક્યાં ઇનવેસ્ટ કરવાના હતા, કોઇ અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિમાં પૈસા રોકાણ કરવાના હતા તેની પુછપરછ કરવામાં આવશે. મંદિરના સીએને ઝાંસામાં લઇને તેણે ઠગાઇ કરી હતી. અગાઉ તેણે માંજલપુર પોલીસ મથકમાં બેલ આઉટ થયા બાદ તેની સામે વલસાડ પોલીસ મથકમાં એફઆઇઆર દાખલ થઇ છે. જે બાદ આપણે તેને શોધ્યો. અમુક હકીકત તેના જામીન પર છુટ્યા બાદ સામે આવી છે. તેનું ક્રોસ ઇન્ટ્રોગેશન કરીશું. અને અન્ય એજન્સીઓને પણ જાણ કરવામાં આવશે. મંદિર સાથે ચીટીંગ થયું. વલસાડમાં રણજા ટ્રોફિ રમાડવાના બહાને રૂ. 75 લાખની ચીટીંગ થઇ છે, રાજકોટમાં એક વ્યક્તિ પાસેથી રૂ. 21 લાખની ફેક ટીકીટ વેચીને ચીટીંગ કરવામાં આવ્યું હોવાનું ધ્યાને આવ્યું છે. અલગ અલગ તબક્કા અને પાસાઓ પર હાલ તપાસ ચાલું છે.

ગોવામાં ઇવેન્ટ્સના કામે ગયો

વધુમાં તેમણે ઉમેર્યું કે, રૂ. 61 લાખનું તેણે શું કર્યું તેની તપાસ કરવાની છે. વડોદરાથી ફરાર થઇ ઋષિ અરોઠે બેંગ્લોરના ભાડાના મકાનમાં પછી, ઔગંરાબાદ, ભોપાલ બાદ છેલ્લે ગોવામાં તેણે ઇવેન્ટ્સના કામે ગયો હોવાનું તેણે જણાવ્યું છે. આંગળિયા પેઢી મામલે તેના જવાબ અને સ્ટેટમેન્ટ્સ વેરીફાઇ થઇ ગયા છે. ઋષિ અરોઠેના પિતા તુષાર અરોઠે વડોદરા ક્રિકેટ એસોસિયેશનમાં કોચ છે. અને ઋષિ અરોઠે અગાઉ ટુર્નામેન્ટ રમી ચુક્યો છે. રાજકોટમાં ફેક ટીકીટના નામે ચીટીંગને લઇને જાણ કરવામાં આવી છે. રીષીના અગાઉ દેવું થયું હતું, દેવું ચુકવવા માટે તેના પિતાએ મકાન વેચ્યું હશે. તેનું દેવું ચુકવવા માટે તેણે રૂપિયા આપ્યા હતા.

આ પણ વાંચો — VADODARA : સ્વિમીંગના લાઇફ ટાઇમ મેમ્બરના મૃત્યુ બાદ તંત્ર સફાળુ જાગ્યું