Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

VADODARA : કર્મીઓના પરિવહન માટે ચૂંટણી તંત્ર 660 વાહનોનો ઉપયોગ કરશે

05:44 PM Apr 26, 2024 | PARTH PANDYA

VADODARA : લોકસભાની સામાન્ય ચૂંટણીમાં (LOKSABHA GENERAL ELECTION) મતદાનના આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. વડોદરા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ડિસ્પેચિંગ અને રિસિવિંગ સેન્ટર નિયત થયા બાદ મતદાનકર્મીઓને તેમના બૂથ સુધી પહોંચાડવા અને ફરી લઇ આવવા માટે ૬૬૦ જેટલા વાહનોની વ્યવસ્થા કરવામાં આવી છે.

રૂટમાં ફેરફાર થવાનો અવકાશ હોતો નથી

ડિસ્પેચિંગ સેન્ટર ખાતે મતદાનકર્મીઓ ચૂંટણીને લગતી સામગ્રી મેળવી લે તે બાદ તેમને સોંપાયેલા મતદાન મથક સુધી જવા માટે વાહનની વ્યવસ્થા કરવામાં આવે છે. આ વાહનો ક્યાં રૂટ ઉપર ચાલશે, એ બાબત પણ નિયત હોય છે. સામાન્ય રીતે એક સ્થળે જ મતદાન મથક પાછલી ઘણી ચૂંટણીઓથી ચાલતું હોય છે. એટલે રૂટમાં ફેરફાર થવાનો અવકાશ હોતો નથી. પણ, શહેરમાં ટ્રાફિકની સ્થિતિને ધ્યાને રાખીને રૂટના છેલ્લા સ્થળની પસંદગીમાં ક્યારેક ફેરફાર કરવામાં આવે છે. હાલમાં કરજણ અને ડભોઇ મત વિસ્તારમાં કેટલાક રૂટો લાંબા છે. કરજણથી શિનોર તાલુકાના છેલ્લા ગામમાં અને ડભોઇથી તેના છેલ્લા ગામમાં જતો રૂટ લાંબો હોય છે.

રૂટની સંખ્યા ૨૮૪

આવા રૂટની સંખ્યા જોઇએ તો સાવલીમાં ૨૩, વાઘોડિયામાં ૩૫, ડભોઇમાં ૨૯, વડોદરા શહેર બેઠકમાં ૩૦, સયાજીગંજમાં ૩૦, અકોટામાં ૨૩, રાવપૂરામાં ૨૯, માંજલપૂરમાં ૨૨, પાદરામાં ૩૨ અને કરજણમાં ૩૧ રૂટ છે. વડોદરા જિલ્લામાં આવા કુલ રૂટની સંખ્યા ૨૮૪ થવા જાય છે.

આરટીઓ દ્વારા દર નિયત કરવામાં આવ્યા

વડોદરા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ૬૬૦ વાહનોની વ્યવસ્થા કરવામાં આવી છે, તેમાં ૨૪૭ મોટી બસ, ૯૨ મિનિબસ, ૩૨૧ જીપનો સમાવેશ થાય છે. મોટી અને મિનિ બસો મોટા ભાગે એસટી દ્વારા ફાળવવામાં આવશે. આ માટે આરટીઓ દ્વારા દર નિયત કરવામાં આવ્યા છે.

બેત્રણ મતદાન મથકના સ્ટાફ માટે જીપ

એક મોટી બસ માટે સામાન્ય સંજોગોમાં આઠથી દસ મતદાન મથકનો સ્ટાફ પરિવહન કરે છે, નાની બસમાં સાતથી આઠ મતદાન મથકના કર્મયોગીઓ પરિવહન કરતા હોય છે. દૂર હોય એવા સ્થળે બેત્રણ મતદાન મથકના સ્ટાફને જીપ દ્વારા પણ મોકલવામાં આવે છે.

આ પણ વાંચો — VADODARA : બાર ફૂટના રંગલો-રંગલી મતદાન જાગૃતિ અભિયાનમાં જોડાયા