Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

VADODARA : મતદાન માટે બેલેટ મોકલી અપાયા

01:21 PM Apr 26, 2024 | PARTH PANDYA

VADODARA : વડોદરા સંસદીય બેઠક (LOKSABHA GENERAL ELECTION) માટે ઉમેદવારોનું લિસ્ટ ફાઇનલ થતાંની સાથે જ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સર્વિસ વોટર્સ એટલે કે લશ્કરી દળોના સૈનિકોને ઓનલાઇન બેલેટ પેપર મોકલી આપવામાં આવ્યા છે. વડોદરા બેઠક ઉપર ૫૫૦ અને જિલ્લામાં કુલ ૬૧૯ સર્વિસ વોટર્સ નોંધાયા છે.

મતદાનથી વંચિત ના રહી જાય એવી વ્યવસ્થા

નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી વિવેક ટાંકે જણાવ્યું કે, ભારતની ચૂંટણી પ્રક્રીયા સર્વ સમાવેશક છે. એટલે તેમાં દેશની રક્ષા કરતા સૈનિકો પણ મતદાનથી વંચિત ના રહી જાય એવી પણ વ્યવસ્થા વિકસાવવામાં આવી છે. સૈનિકોને સર્વિસ વોટર્સ ગણી તેમના માટે વિશેષ પ્રકારે બેલેટ પેપર મોકલવામાં આવે છે.

બેલેટ પેપર ડિઝીટલી મોકલવામાં આવે

પહેલા એવી વ્યવસ્થા હતી કે, ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે ચૂંટણી લડવાવાળા ઉમેદવારોનું લિસ્ટ ફાઇનલ થાય એટલે તુરંત સર્વિસ વોટર્સને બેલેટ પેપર મોકલવામાં આવતા હતા. આ બેલેટ પેપર જે તે સમયે પોસ્ટ દ્વારા મોકલવામાં આવતા હતા. તેમાં ઘણી વખત મોડા મળવાની કે મોડા પરત મોકલવાની સમસ્યા રહેતી હતી. હવે આ બેલેટ પેપર ડિઝીટલી મોકલવામાં આવે છે. ચૂંટણી પંચે તેને નામ આપ્યું છે ઇટીપીબીએસ, એટલે કે ઇલેક્ટ્રોનિક ટ્રાન્સમિટેડ પોસ્ટલ બેલેટ સિસ્ટમ !

સેના રેકોર્ડ ઓફિસ માટે ખાસ પોર્ટલ

મુખ્યત્વે શસ્ત્ર સેનાના સૈનિકો, ભારત સરકારમાં નોકરી કરતા હોય એવા કર્મયોગીઓને સેવા મતદારો તરીકે ગણવામાં આવે છે. વિધાસભા કે લોકસભાની સામાન્ય ચૂંટણી પૂર્વે આવા સેવા મતદારોની નોંધણી તેમના રેકોર્ડ ઓફિસ મારફત કરાવવાની હોય છે. આ માટે સેના રેકોર્ડ ઓફિસ માટે ખાસ પોર્ટલ હોય છે. એમાં જવાન ક્યાં ફરજ બજાવે છે, એની માહિતી હોય છે.

બે દિવસ પહેલા સર્વિસ વોટર્સની યાદી ફ્રિજ

નોંધણી થયા બાદ એની વિગતો જે તે મત વિસ્તારના મતદાર નોંધણી અધિકારી પાસે આવે છે. તેમાં રહેલી હકીકતની ફરી ખરાઇ કરવામાં આવે છે. માહિતીદોષ હોય તો પૂર્તતા માટે ઓનલાઇન જ પરત કરવામાં આવે છે. તે બાદ તેના માટે બેલેટ ઇસ્યુ કરવા માટે અંતિમ કરવામાં આવે છે. સામાન્ય રીતે ઉમેદવારી પત્ર પરત ખેંચવાની છેલ્લી તારીખના બે દિવસ પહેલા સર્વિસ વોટર્સની યાદી ફ્રિજ કરવામાં આવે છે. એ બાદ તેમાં કોઇ નવું નામ ઉમેરી શકાતું નથી.

સરનામા સાથે પોસ્ટલ ટિકિટ પણ હોય

હવે ચૂંટણી લડતા ઉમેદવારોનું લિસ્ટ ફાઇનલ થાય એટલે તુરંત જ સર્વિસ વોટર્સ માટે ઓનલાઇન બેલેટ પેપર જનરેટ કરવામાં આવે છે. આ બેલેટમાં જરૂરી ફોર્મ અને પરત ક્યાં કરવાનું છે, એ સરનામા સાથે પોસ્ટલ ટિકિટ પણ હોય છે. આ બેલેટ જે તે સર્વિસ વોટર્સના રેકોર્ડ ઓફિસમાં ઓનલાઇન જતું રહે છે. ત્યાંથી આ ફોર્મની પ્રિન્ટ કાઢી પ્રમાણિત કરાવી, બેલેટમાં મત આપી વળતા પત્રે પરત મોકલવાનું રહે છે. આ પોસ્ટલ બેલેટ મતગણતરી શરૂ થવાના નિયત સમય પહેલા સુધી સ્વીકારવામાં આવે છે. પત્રાચાર એવી કરવામાં આવ્યો હોય તે મતદાનની ગુપ્તતા જળવાઇ રહે છે.

આ પણ વાંચો — VADODARA : “ફરી લાગ આવશે તો….જાનથી મારી નાંખીશ”