Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

VADODARA : ડમ્પરની અડફેટે બાઇક ચાલકે રસ્તા પર દમ તોડ્યો

02:43 PM Apr 07, 2024 | PARTH PANDYA

VADODARA : વડોદરા (VADODARA) માં ડમ્પરના પ્રવેશને લઇને નિયમો તો બનાવવામાં આવ્યા છે. પરંતુ તેની અમલવારી કેવી રીતે થઇ રહી છે તે સ્થાનિકો જાણે જ છે. આજે લક્ષ્મીપુરા પોલીસ મથક વિસ્તારમાં ડમ્પરની અડફેટે બાઇક ચાલકે રસ્તા પર દમ તોડ્યાની ઘટના સામે આવી છે. આ ઘટનાને પગલે બેલગામ બની ફરતા ડમ્પરો પર લગામ કસવા માટે પોલીસે વધુ મહેનત કરવી પડશે તેમ જાણવા મળી રહ્યું છે.

ચાલક એક હાથે ફોન કાન પર ધરીને વાત કરી રહ્યો હતો

વડોદરાના ગોરવા લક્ષ્મીપુરા રોડ પર આવેલા સ્વામી વિવેકાનંદ હાઇટ્સ બહાર આજે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. આ રસ્તા પર બપોરના સમયે ડમ્પરે બાઇકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઇક ચાલક પંકજ યાદવનું મૃત્યુ થયું છે. તે લાડુની ફેક્ટરીમાં કામ કરતો હોવાનું સામે આવ્યું છે. જ્યારે પાછળ બેેઠેલા શખ્સને ઇજાઓ પહોંચી છે. હાલ તેને સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે એસીપી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો છે. અને ડમ્પર ચાલકની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. સુત્રો જણાવે છે કે, અકસ્માત સમયે ચાલક એક હાથે ફોન કાન પર ધરીને વાત કરી રહ્યો હતો. તો બીજા હાથે ડમ્પર હાંકી રહ્યો હતો. આ વાત તેણએ પોલીસ સમક્ષ કબુલી છે. ચાલકની ગફલતના કારણે પરિવારે પોતાનો લાડકવાયો ગુમાવવાનો વારો આવ્યો છે.

ચાર કાઉન્સિલર દ્વારા બમ્પરની માગણી કરી

સ્થાનિક કોર્પોરેટર શ્રીરંગ આયરે મીડિયા સાથે વાત કરતા જણાવે છે કે, અહિંયા ટ્રાફિકના સિગ્લન હોવા જોઇએ. બમ્પર પણ હોવા જોઇએ. ખાસ કરીને નો એન્ટ્રીની અંદર ભારદારી વાહનો લઇ લે છે. ડમ્પર ચાલકો એક હાથ કાનમાં ફોન પર લગાડ્યો હોય, અને બાઇક ચાલકો ભોગ બનતા હોય, ત્યારે કડક હાથે કાર્યવાહી કરવી જોઇએ. ચાર કાઉન્સિલર દ્વારા બમ્પરની માગણી કરી હતી. હજી સુધી કોઇ જવાબ મળ્યો નથી. નો એન્ટ્રીમાં પ્રવેશ ન મેળવો. આવા તત્વો પર પોલીસ કમિશનર કાર્યવાહી થાય તેવી માંગ છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે રાત્રીના સમયે પણ ડમ્પર ચાલકો પુર ઝડપે પસાર થતા હોય છે.

આ પણ વાંચો — VADODARA : ચૂંટણી અંગે મુંઝવતા પ્રશ્નોને લઇ ટોલ ફ્રી હેલ્પલાઇન પર સવાલોનો મારો