Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

VADODARA : ઓરસંગ નદી કિનારે કપડા ધોતા યુવકને મગર ખેંચી ગયો

01:14 PM Apr 24, 2024 | PARTH PANDYA

VADODARA : વડોદરા પાસે ઓરસંગ નદી (ORSANG RIVER) કિનારે કપડા ધોતા યુવકને મગર (CROCODILE) ખેંચી ગયો હોવાની ઘટના સામે આવી છે. યુવક કિનારે બેસીને કપડા ધોઇ રહ્યો હતો. દરમિયાન અચાનક મગરે આવીને તેને ખેંચી ગયો હતો. જે બાદ આ ઘટનાને લઇને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. જે બાદ શોધખોળ હાથ ધરતા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. સમગ્ર ઘટનાને લઇને ચાણોદ પોલીસ મથકમાં જાણવા જોગ નોંધ કરવામાં આવી છે.

ક્યારેક મગર અને માણસનો આમનો સામનો થઇ જાય

વડોદરા તથા આસપાસના વિસ્તારોમાં આવેલા જળાશયોમાં મોટી સંખ્યામાં મગર વસવાટ કરે છે. ચોમાસાની રૂતુમાં તો રહેણાંક વિસ્તારમાં મગર લટાર મારતા જોવા મળે છે. અન્ય રૂતુઓમાં આ ઘટનાઓ જવલ્લે જ બનતી હોય છે. તો બીજી તરફ વડોદરાની આસપાસ પસાર થતી નદીઓમાં જ્યાં મગરની હાજરી જોવા મળે ત્યાં ચેતવણીના બોર્ડ મારીને તંત્ર સંતોષ માણતું હોય છે. જેને કારણે ક્યારેક મગર અને માણસનો આમનો સામનો થઇ જાય છે.

આસપાસના લોકો એકત્ર થઇ ગયા

તાજેતરમાં મેહુલભાઇ વિરમભાઇ ધરાગીયા (રહે. પીપળીયા, બોટાદ) ઓરસંગ નદીના કિનારે નાહવા તેમજ કપડા ધોવા માટે ગયા હતા. દરમિયાન પાણીમાંથી અચાનક મગર આવીને તેઓને પગ ખેંચીને પાણીમાં લઇ ગયો હતો. ઘટનાને લઇને બુમાબુમ થતા આસપાસના લોકો એકત્ર થઇ ગયા હતા. જે બાદ સમગ્ર મામલે ફાયર બ્રિગેજને જાણ કરવામાં આવી હતી. જે બાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચીને પાણીમાં ખેંચાઇ જનાર યુવકની ભાળ મેળવવા માટેના કામે લાગ્યું હતું. મથામણ બાદ યુવકનો મૃતદેહ રેસ્ક્યૂ કરવામાં ફાયર બ્રિગેડના જવાનોને સફળતા મળી હતી.

જાણવા જોગ ફરિયાદ

સમગ્ર ઘટનાને લઇને ચાણોદ પોલીસ મથકમાં જાણવા જોગ ફરિયાદ નોંધવામાં આવી છે. સમગ્ર ઘટનાને લઇને સોહનભાઇ માલાભાઇ ડામોર (રહે. ફુલવાડી સામે, ઓરસંગ નદીના પટમાં આવેલી લીઝ પર) દ્વારા ખબર આપવામાં આવી હતી.

આ પણ વાંચો — VADODARA : ફેરણીમાં કાર્યકર્તાઓ અને પાન પાર્લરના સંચાલક વચ્ચે બબાલ