Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

VADODARA : પાકિસ્તાનની ક્રિકેટ ટુર્નામેન્ટ પર સટ્ટો રમતા બે દબોચી લેવાયા

03:47 PM Mar 14, 2024 | PARTH PANDYA

VADODARA : વડોદરા (VADODARA) માં ઓનલાઇન પાકિસ્તાની ક્રિકેટ ટુર્મામેન્ટ PCL 20 – 20 પર અને કસીનોમાં ઓનલાઇન સટ્ટો રમતા બે શખ્સોની અટકાયત કરી છે. આઇડી લીંક પરથી તેઓ સટ્ટો રમી પૈસા લગાડતા હતા. ક્રાઇમ બ્રાન્ચ (VADODARA CRIME BRANCH) ની ટીમ પહોંચી ત્યારે બંને ચેટીંગ કરતા કરતા સટ્ટો રમતા હોવાનું મળી આવ્યું હતું. આખરે બંનેની અટકાયત કરીને કુંભારવાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

ક્રાઇમ બ્રાન્ચના જવાનોને જોતા જ બે યુવકો નાસવા જતા હતા

વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન ક્રિકેટ સટ્ટાને લઇને બાતમી મળીતા ટીમ ફતેપુરા ધુળધોયાવાડ નાકા પાસે જાહેરમાં બાકડા પર બેસીને મોબાઇલમાં ચેટ કરતા યુવકો સુધી પહોંચી હતી. ક્રાઇમ બ્રાન્ચના જવાનોને જોતા જ બે યુવકો નાસવા જતા હતા. પરંતુ બંનેને પકડી પાડવામાં આવ્યા હતા. બંને યુવકો મો. અઝહર રફીક પઠાણ (રહે. ધૂળધોયાવાડ, ફતેપુરા) અને મુસ્તકીમ ઉર્ફે હેરી સલીમ જંત્રાલીયા (રહે. મહાત્મા ગાંધી હાઇટ્સ, અકોટા) ની તપાસ કરતા તેમની પાસેથી મોબાઇલ ફોન મળી આવ્યા હતા.

DIMOND EXCH નામની આઇડી લિંક મેળવી

બંનેની કડકાઇ પુર્વક પુછપરછ કરવામાં આવતા તેમણે અનિશ ઉર્ફે ટોમ સૈયદ (રહે. ફતેપુરા પાંજરીગર મહોલ્લો) પાસેથી DIMOND EXCH નામની આઇડી લિંક મેળવી હતી. તેના આધારે બંને દ્વારા હાલમાં પાકિસ્તાનમાં રમાઇ રહેલી પીસીએલ – 20 – 20 ટુર્નામેન્ટની ક્રિકેટ મેચો તથા કસીનોમાં ઓનલાઇન સટ્ટો લગાડતા હોવાનું જણાવ્યું હતું.

મોબાઇલ અને રોકડા મળી આવ્યા

પોલીસે ઉપરોક્ત બંને યુવકો સામે કુંભારવાડા પોલીસ મથકમાં ગુનો નોંધ્યો છે. સમગ્ર કાર્યવાહીમાં પોલીસે ત્રણ મોબાઇલ અને રોકડા રૂપિયા મળીને રૂ, 40 હજારની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પકડાયેલા આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ

આરોપી મહંમદઅઝહર પઠાણ અગાઉ રાયોટીંગ – 2, ખુનની કોશિશ – 1, મારામારી – 3 મળી કુલ 6 ગુનાઓમાં પકડાયેલો છે. અને તેના ગુનાહિત ઇતિહાસને લઇ તે એક વખત પાસા હેઠળ જેલ પણ જઇ આવ્યો છે. મુસ્કતી ઉર્ફે હેરી સામે અગાઉ ક્રિકેટ સટ્ટાના જુગારનો ગુનો નોંધાઇ ચુક્યો છે.

આ પણ વાંચો — VADODARA : વિતેલા બે વર્ષમાં બેંકોમાંથી રૂ. 20 થી લઇ રૂ. 2000 સુધીની 1110 નકલી નોટો પકડાઇ