Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

VADODARA : કોનોકાર્પસ વૃક્ષોનો સફાયો જારી

12:10 PM May 24, 2024 | PARTH PANDYA

VADODARA : વડોદરામાંથી કોનોકાર્પસ વૃક્ષ (CONTROVERSIAL CONOCARPUS TREE – VADODARA) દુર કરવાની કામગીરી આજે પણ ચાલી રહી હોવાનું સામે આવ્યું છે. શહેરના ખીસકોલી સર્કલથી તરસાલી તરફ જતા રસ્તે આજે પાલિકાની ટીમ દ્વારા કોનોકાર્પસ વૃક્ષ દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અગાઉ વિદેશી પ્રજાતીના કોનોકાર્પસ વૃક્ષ જોરશોરથી કરવામાં આવ્યો હતો. બાદમાં તે અનેક રીતે લોકોને મુશ્કેલીઓ સર્જે તેમ હોવાનું સામે આવતા હવે દુર કરવામાં આવી રહ્યા છે.

વાવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો

વડોદરામાં મીશન મીલીયન ટ્રી ઝુંબેશ અંતર્ગત લાખોની સંખ્યામાં પાલિકા દ્વારા મોટો ખર્ચ કરીને વિદેશી પ્રજાતીના કોનોકાર્પસ વૃક્ષ લગાડ્યા હતા. જે તે સમયે અભ્યાસના અભાવે વૃક્ષો લગાડવામાં આવ્યા હોવાનું બાદમાં ફલિત થયું હતું. કોનોકાર્પસ વૃક્ષ ભૂગર્ભ જળની સ્થિતી જાળવવા માટે નુકશાનકારક હોવાની સાથે લોકો માટે એલર્જી નોતરે તેવા હોવાથી તેને દુર કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું. કોનોકાર્પસ વૃક્ષની અડઅસરોને ધ્યાને રાખીને વન વિભાગ દ્વારા તેને વાવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે. ત્યારે શહેરમાં ઠેર ઠેર વવાયેલા કોનોકાર્પસ વૃક્ષો દુર કરવાની કામગીરી આજદિન સુધી ચાલી રહી હોવાનું જોવા મળી રહ્યું છે.

આડાશ ઉભી કરવી પડે તેવી સ્થિતી

આજે સવારે કલાલીના ખીસકોલી સર્કલથી તરસાલી તરફ જતા રસ્તે પાલિકાની ટીમ કામે લાગી છે. અહિંયા રસ્તાની વચ્ચે ખીલી ઉઠેલા કોનોકાર્પસ વૃક્ષોને દુર કરવાની કામગીરી ચાલી રહી છે. પાલિકાની ટીમ સવારે પીક અવર્સમાં જ કોનોકાર્પસ દુર કરવામાં લાગી છે. જેને કારણે રસ્તા પરની અડધી લેઇન પર કામગીરી દરમિયાન કોઇને નડે નહિ તે માટે આડાશ ઉભી કરવી પડે તેવી સ્થિતી સર્જાઇ છે.

વૃક્ષોનો તાત્કાલિક સફાયો

કોનોકાર્પસ વૃક્ષના નુકશાન અગાઉ સામે આવ્યા હતા. છતાં પાલિકા તંત્ર તેને સત્વરે દુર કરવામાં નિષ્ફળ રહ્યું છે. લોકોના સ્વાસ્થ્ય અને ભુુગર્ભજળની સ્થિતીની ચિંતા કરીને પાલિકા તંત્રએ શહેરભરમાંથી કોનોકાર્પસ વૃક્ષોનો તાત્કાલિક સફાયો બોલાવી દેવો જોઇએ તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

આ પણ વાંચો — VADODARA : સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મહત્વની ચર્ચા