Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

VADODARA : રૂપાલાના વિવાદીત નિવેદનનો વિરોધ વડોદરા પહોંચ્યો

05:54 PM Mar 29, 2024 | PARTH PANDYA

VADODARA : રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલાના વિવાદીત નિવેદન બાદ તેમના વિરૂદ્ધ રાજ્યભરમાં વિરોધ ફાટી નિકળ્યો છે. આજે આ વિરોધ વડોદરા પહોંચ્યો છે. વડોદરાના સ્થાનિક ક્ષત્રિય અગ્રણીઓ દ્વારા આ અંગે કડક શબ્દોમાં વિરોધ નોંધાવ્યો છે. અને રૂપાલાની ટીકીટ કાપવા માટે રવિવાર સુધીનું અલ્ટીમેટમ આપરવામાં આવ્યું છે. જો કે, વિવાદીત નિવેદનનો મામલો તુલ પકડતા રૂપાલાએ માફી પણ માંગી લીધી હતી. છતાં તેમના નિવેદનનો ઉગ્ર વિરોધ ચાલી રહ્યો છે. અને હવે તો વિરોધમાં ટીકીટ કાપવા સુધીની માંગ મુકવામાં આવી રહી છે.

મામલો તુલ પકડતા તેમણે માફી પણ માંગી

ભાજપ દ્વારા રાજકોટ વિધાનસભા બેઠક પરથી કેન્દ્રિય મંત્રી પુરષોત્તમ રૂપાલાને ટીકીટ આપવામાં આવી છે. તાજેતરમાં ચૂંટણીલક્ષી એક સભામાં રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઇને વિવાદીત ટીપ્પણી કરી હતી. જે બાદ રાજ્યભરમાં તેનો વિરોધ થયો હતો. આ ટીપ્પણીનો વિડીયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થવા પામ્યો હતો. મામલો તુલ પકડતા તેમણે માફી પણ માંગી હતી. તે બાદ પણ નિવેદનનો વિરોધ ચાલુ છે. અને વડોદરામાં ક્ષત્રિય સમાજ દ્વારા ટીકીટ કાપવા સુધીની માંગ સાથે અલ્ટીમેટમ આપી દીધું છે. હવે આ મામલે મોવડી મંડળ શું નિર્ણય લે છે તે જોવું રહ્યું.

સ્વાભિમાન પર વાત આવે તો રાજકારણ બાજુમાં

વડોદરામાં વિરોધ કરી રહેલા ક્ષત્રિય અગ્રણી મહેન્દ્રસિંહ જણાવે છે કે, રૂપાલાના પેટમાં જે હતું તે મોંઢે આવ્યું છે. શ્રમજીવી, નમ્ર સમાજને ખુશ કરવા માટે વિવાદીત નિવેદન આપ્યું છે. ક્ષત્રિય સમાજે પોતાના ગળા આપી તોરણો પર લોકશાહીની સ્થાપના કરી છે. સમાજ સંગઠિત થયો છે. રૂપાલાની રવિવાર સુધીમાં ટીકીટ કાપવામાં નહિ આવે તો અમે તેમને કેવી રીતે કાપવા તેની તૈયારીઓ કરી છે. ચિંતા છે કે, આખા ગુજરાતમાં ક્ષત્રિય સમાજ છે. સ્વાભિમાન પર વાત આવે તો રાજકારણ બાજુમાં છે.

તેની જવાબદારી મોડવી મંડળની રહેશે

વધુમાં મહેન્દ્રસિંહ જણાવે છે કે, રાજકારણમાં જે તકવાદીઓ બેઠા છે, તેમને કહેવું છે કે તમે સમાજના નહિ તો કોઇના નહિ. વડાપ્રધાનને ક્ષત્રિય સમાજ માટે ગર્વ હોય, લાગણી હોય તો રૂપાલાને ઉખેડીને ફેંકો. સોમવાર પછી ક્ષત્રિય સમાજ કાયદો હાથમાં લે તો તેની જવાબદારી મોડવી મંડળની રહેશે. ઇરાદા પૂર્વક ઠંડા કલેજે કોઇની હત્યા કરી હોય તો તેને કોર્ટ માફી આપશે ! રૂપાલા 2014 માં મુખ્યમંત્રી બનવાના હતા. તેમની બોલવાની આદતના કારણે તે ન બની શક્યા. તે સરપંચ બનવાને લાયક નથી

આ પણ વાંચો —VADODARA : ખાસવાડી સ્મશાનમાં અગ્નિદાહ માટે ત્રણ કલાકનું વેઇટીંગ, પતરા પર ચિતા તૈયાર કરવા મજબૂર