Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

વડોદરા : કારચાલક મહીસાગર નદીમાં કાર ઉતારી ફસાયો, ફોજદાર નદીમાં જીવના જોખમે ઉતરી કારચાલકને બચાવ્યો

10:24 AM Sep 19, 2023 | Hardik Shah

અહેવાલ – વિજય માલી, વડોદરા

વડોદરા જિલ્લામાં નર્મદા અને મહીસાગર નદીમાં આવેલા પૂરને કારણે લોકોને સલામત સ્થળે ખસેડવા માટે કાર્યરત મહેસુલી અને પોલીસ અધિકારીઓ દ્વારા સાહસપૂર્ણ કાર્ય કરીને નાગરિકોને બચાવી લેવામાં આવ્યા છે. એવો જ એક કિસ્સો રવિવારની રાત્રે ગયાપૂરા ગામમાં બન્યો હતો.

વડોદરા ગ્રામ્ય પ્રાંત મયંક પટેલ અને અન્ય મહેસુલી અધિકારીઓ દ્વારા મહીસાગર નદીના કાંઠે આવેલા ગામોમાં લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરવામાં આવી રહી હતી. એ દરમિયાન ગયાપૂરા ગામે એક કિસ્સો બની ગયો હતો. રવિવાર રાત્રે 9 વાગ્યાના સુમારે અશોકભાઇ નામના એક કારચાલકે દુઃસાહસ કરીને મહીસાગર નદીમાં પોતાની કાર ઉતારી હતી. હવે થયું એવું કે કારનું એન્જીન ડૂબતા જ બંધ પડી ગયું હતું અને પોતે પણ પાણીમાં ફસાઇ ગયા હતા. બીજી તરફ પાણીનો પ્રવાહ વધતો જતો હોવાથી કારચાલક ઉપર જીવનું જોખમ ઉભું થયું હતું. સમય પારખી ત્યાં ઉપસ્થિત વડોદરા ગ્રામ્ય પોલીસના સબ ઇન્સ્પેક્ટર જે. યુ. ગોહિલ અને અન્ય પોલીસકર્મીઓ પોતાના શરીરે દોરડા બાંધીને નદીમાં કૂદી પડ્યા હતા.

પોલીસના ટીમે સાહસ કરીને અશોકભાઇ નામના કારચાલકને પહેલા બચાવીને કિનારે લાવ્યા હતા અને બાદમાં તેની કારને પણ ખેંચી બહાર કાઢી હતી. આમ, વહીવટી તંત્ર અને પોલીસની સતર્કતા તથા સાહસથી એક વ્યક્તિને થતું જાનમાલનું નુકસાન અટક્યું હતું.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.