Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

VADODARA : ભાજપ અગ્રણી પર હુમલા બાદ મોત કેસમાં બેની અટકાયત

05:29 PM May 22, 2024 | PARTH PANDYA

VADODARA : વડોદરામાં ભાજપના અગ્રણી ગોપાલ ચુનારા પર અગાઉ કરેલી અરજીના સંદર્ભે મનદુખ હોવાથી હુમલો કરવાની ઘટનામાં તેમનું મૃત્યુ નિપજ્યું છે. 9, મે ના રોજ તેમના પર હુમલો કરવાની ઘટના સામે આવી હતી. જેમાં 21, મે ના રોજ તેઓનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. પોલીસે આ મામલે કલમ 302 હેઠળ ગુનો નોંધી હાલ બે આરોપીઓની અટકાયત કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. રાવપુરા પોલીસ દ્વારા આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. અટકાયત કરેલા આરોપીઓના નામ જતીન ચુનારા અને ગૌતમ ચુનારા હોવાનું જાણવા મળી રહ્યું છે.

ખાનગી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા

ACP એ ડીવીઝન અશોક રાઠવા જણાવે છે કે, આ બનાવ 9 – 05 – 24 ના રોજની ઘટના છે. ફરિયાદી ગોપાલ ચુનારાએ જણાવ્યું કે, આરોપી પર બે માણસો દ્વારા હુમલો કર્યો હતો. બાદમાં ઇનવેના માણસે જઇને તપાસ કરતા તે વ્યક્તિ ભાનમાં હતો. અને દવાખાનામાં દાખલ હતો. આરોપી અને અન્ય બે ઇસમો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. તે હુમલામાં તે સમયે કોઇ નુકશાન જણાયું ન્હતું. એસએસજી હોસ્પિટલમાંથી તેમને ખાનગી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. ત્યાંથી અમને જાણવા મળ્યું કે, મૃતક અનકોન્શિયસ છે. જે બાદ આગલી કાર્યવાહી કરી ગુના સંદર્ભે કલમો લગાડવામાં આવી હતી. દરમિયાન આરોપીઓની શોધખોળ ચાલુ હતી. 21, મે ના રોજ ફરિયાદીનું મૃત્યુ થયું હતું. જે બાદ સમગ્ર મામલે 302 ની કલમનો ઉમેરો કરવામાં આવ્યો હતો.

આરોપીઓ મૃતકના સગા છે

એસીપીએ ઉમેર્યું કે, આરોપીઓને અમે પકડી પાડ્યા છે. બનાવ બનવાનું મુખ્ય કારણ હતું કે, તે બક્ષીપંચ મોરચાના પ્રમુખ હતા. સામાજીક રીતે તેઓ સક્રિય હતા. આરોપીઓ વિરૂદ્ધ અગાઉ ગોપાલભાઇ ચુનારાએ બાળલગ્ન સંબંધિત અરજી કરી હોવાનું મનદુખ હતુ. જે તે દિવસે તેમને માર મારવામાં આવ્યો હતો. તે ઇજાઓ બાદમાં ગંભીર બની હતી. ફરિયાદીના જણાવ્યા અનુસાર, પ્લાસ્ટીકનો પાઇપ માર્યો હોવાનું જણાવ્યું હતું. અત્યાર સુધીમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ગુનાની તપાસ ચાલુ હોવાથી નામ જણાવવા યોગ્ય નથી. આરોપીઓ મૃતકના સગા છે. બંને ભાઇઓ છે.

આ પણ વાંચો —  VADODARA : “….આ લોકોને બેસવા નહિ દઉં”, વિજ કંપનીથી ત્રસ્ત લોકોની મદદે કોર્પોરેટર