Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

VADODARA : કાર્યને લયમાં લાવવા માટે કાર્યાલયની આવશ્યકતા – સી. આર. પાટીલ

01:37 PM Mar 13, 2024 | PARTH PANDYA

VADODARA : આજે વડોદરા (VADODARA) જિલ્લા ભાજપ (BJP) નું પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ (CRPATIL) તથા અન્ય અગ્રણીઓની હાજરીમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. તે પ્રસંગે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે પ્રાસંગીક ઉદ્બોધન કર્યું હતું. અને કાર્યાલયની જરૂરીયાતથી માંડીને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી (PM NARENDRA MODI) દ્વારા કરવામાં આવેલા કામોની વાતો તમામ સમક્ષ મુકી હતી.

કમલમના નિર્માણ માટે વડાપ્રધાન મોદીની ઝુંબેશ હતી

સી આર પાટીલ જણાવે છે કે, વડોદરા જિલ્લા (VADODARA DISTRICT) ના ભવ્ય કાર્યાલયનું નિર્માણ કરવામાં આપ સૌ નો હાથ મળ્યો છે. કમલમના નિર્માણ માટે વડાપ્રધાન મોદીની જે ઝુંબેશ હતી. અને રાષ્ટ્રીય અધ્યક્ષ જ્યારે અમિતભાઇ શાહ હતા ત્યારે જિલ્લાઓનું વિશાળ કાર્યાલય બને. ઓછામાં ઓછા બે ત્રણ એકરમાં બને તેવી ઝુંબેશ શરૂ કરી હતી. ગુજરાત તેમાં મોખરે છે. લગભગ બધાજ કાર્યાલયો બની ગયા છે. કેટલાક પાઇપલાઇનમાં છે. કાર્યકર્તાઓ ત્યાં પોતાના કાર્યોને લયમાં લાવી શકશે. ભીખુભાઇ દલસાણીયા કહેતા કે, કાર્યાલયનું મહત્વ શું છે, કાર્યને લયમાં લાવવું હોય, સિસ્ટમમાં લાવવું હોય તો કાર્યાલયની આવશ્યકતા હોય છે. એ વાતને વડાપ્રધાન અને અમિતભાઇ શાહની ઝુંબેશને ગુજરાતે સૌથી પહેલા ઝીલી અને અમલમાં મુકી છે. અમે પહેલી વખત ફંડ એકત્ર કરવા ભેગા થયા હતા. ત્યારે તમામ અગ્રણીઓને બોલાવ્યા હતા. ત્યારે 10 કરોડનું કમિટમેન્ટ મળ્યું હતું. એક જ દિવસમાં આપ્યું હતું. આનો જશ પરાક્રમસિંહને બીજો અશ્વિનભાઇને ત્રીજો તે સમયના મહામંત્રી ભાર્ગવભાઇને જાય છે.

આજે વિદેશી પર્યટકો સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવે છે

કાર્યકર્તાઓ જ્યારે કાર્યાલય ન હતું ત્યારે પણ કાર્ય કરતા હતા. કાર્યકર્તાઓનું યોગદાન પ્રશંસાને પાત્ર છે. કાર્યાલયની વ્યવસ્થાથી કાર્યકર્તાઓ ઇતિહાસ સર્જશે. વડાપ્રધાન મોદી રોજ ઇતિહાસ સર્જી રહ્યા છે. પહેલા વિદેશી લોકો તાજમહલ જોવા આવતા હતા, આજે વિદેશી પર્યટકો સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવે છે. કચ્છના ભૂકંપ સમયે હજારોની સંખ્યામાં લોકો મૃત્યુ પામ્યા હતા. વડાપ્રધાને તેમની યાદમાં સ્મૃતિ વન બનાવ્યું છે. તેની અવશ્ય મુલાકાત લેજો.દુનિયા કહેતી થઇ ગઇ છે મોદી છે તો મુમકીન છે. મોદીની ગેરંટી એટલે પથ્થરની લકીર. દેશ અને દુુનિયામાં કહેવાય છે, નરેન્દ્રભાઇ મોદી જે કરશે, તે જ બોલશે, અને જે બોલશે તે જરૂર કરશે, તેવી વિશ્વસનીયતા વડાપ્રધાન મોદી લાવ્યા છે. તેવી જ રીતે પાર્ટીના કાર્યકર્તાઓ પણ વિશ્વસનીયતા લાવ્યા છે.

તમામ સીટો 5 લાખથી વધુ મતથી જીતાય તે માટે કાર્યકર્તાઓ આગળ વધી રહ્યા છે

દ્વારકામાં સોનાની નગરીમાં સમાઇ ગઇ છે.તે આપણે વાંચ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ જાતે જ દરિયાના પેટાળમાં જઇને દુનિયાને બતાવ્યું હતું. મોરપીછ ત્યાં અર્પણ કર્યું હતું. તેમણે દુનિયાને ભગવાન કૃષ્ણની નગરી બતાવી હતી. ગુજરાતમાં અગાઉ બે વખત 26 સીટો પર ભાજપે વિજય મેળવ્યો છે. ત્રીજી વખતે હેટ્રીક રચવાની છે. તમામ સીટો 5 લાખથી વધુ મતથી જીતાય તે માટે કાર્યકર્તાઓ આગળ વધી રહ્યા છે.

આ પણ વાંચો — VADODARA : સીઆર પાટીલે આપ્યો આડકતરો સંકેત, કહ્યું “વેઇટીંગમાં છે”