Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

VADODARA : ડો. જ્યોતિબેન પંડ્યા ભાજપમાંથી સસ્પેન્ડ, કહ્યું “ત્રીજી ટર્મમાં ટીકીટ આપવી પડે એવી કઇ અનિવાર્યતા !”

05:50 PM Mar 14, 2024 | PARTH PANDYA

VADODARA BJP : વડોદરા (VADODARA) માં સાંસદ રંજનબેન ભટ્ટને સતત ત્રીજી ટર્મ માટે ભાજપે (BJP) લોકસભા (LOKSABHA) ની ચૂંટણી આપ્યા બાદ ભડકો થયો છે. આજે BJPના મહિલા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડો. જ્યોતિબેન પંડ્યા દ્વારા રાજીનામું આપી દેવામાં આવ્યું છે. તો બીજી તરફ પાર્ટી દ્વારા તેમને સસ્પેન્ડ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

પાર્ટીએ તમામ પદ પરથી સસ્પેન્ડ કર્યા

ભાજપે લોકસભા – 2024 (LOKSABHA – 2024) માટેની બીજી યાદી જાહેર કર્યા બાદ વડોદરામાં ભડકો થયો હોય તેવી સ્થિતી સર્જાઇ છે. આજે મહિલા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડો. જ્યોતિબેન પંડ્યા દ્વારા પાર્ટી છોડવાનું જણાવવામાં આવ્યું હોવાનું તેઓ જણાવી રહ્યા છે. તો બીજી તરફ પાર્ટીએ તેમને તમામ પદ પરથી સસ્પેન્ડ કર્યા હોવાનું જાહેર કર્યું છે. તેવામાં તેઓ અપક્ષ દાવેદારી નોંધાવે તેવી પ્રબળ શક્યતાઓ છે.

તમે મને જણાવ્યું કે હું સસ્પેન્ડ છું

આજે સવારે ભાજપના મોડવી મંડળને પાર્ટી છોડવાની જાણ કર્યા બાદ સાંજે પાર્ટીએ તેમને સસ્પેન્ડ કર્યા છે. જે બાદ ગાંધીનગર ગૃહ પર આયોજિત પ્રેસવાર્તામાં જ્યોતિબેન પંડ્યા જણાવે છે કે, પ્રિય વડોદરાના મિત્રો છેલ્લી પાંચ મિનિટ સુધી હું સક્રિય અને સંન્નિષ્ઠ કાર્યકર્તા હતી. આ મિનિટે તમે મને જણાવ્યું કે હું સસ્પેન્ડ છું. થોડા દિવસમાં જે ઘટનાક્રમ થયો તેમાં મારૂ જમીર કહે છે, થોડાક દિવસો પહેલા મુખ્યમંત્રી વડોદરામાં આવ્યા, વડોદરાના વિકાસની વાત કરી. ગઇ કાલે પણ આપણી સમક્ષ સીઆર પાટીલ સામે વિકાસની વાત થઇ. આપણે બધા પણ વડોદરાનો વિકાસ ઝંખીએ છીએ.

વારાણસીનો વિકાસ જુઓ અને ક્યાં આપણા વડોદરાની વાત

તેઓ જણાવે છે કે, વડાપ્રધાન મોદી મારા આદર્શ છે, રાજકીય રીતે હું તેમને માનું છું. હું તેમને નમન કરું છું. મોદી સાહેબની વિકાસની પરિભાષા અમદાવાદ અને સુરતમાં જોવા મળે્ છે. હું વડોદરાની મેયર હતી. વારાણસીનો વિકાસ જુઓ અને ક્યાં આપણા વડોદરાની વાત. ગઇ કાલે રંજનબેનને ભાજપે ટીકીટ આપી છે. મહિલા તરીકે તેઓ 10 વર્ષથી તેઓ કાર્યરત છે. તેમનું સન્માન છે. ગઇ કાલે સાંજે પણ મેં તેમને આદર આપ્યો છે. આખી રાત અને અત્યાર સુધી મારો મ્હાયલો, મારૂ જમીર મને કહે છે કે, મારી વાત મોદીજી અને પ્રદેશ અધ્યક્ષ સુધી વાત ન પહોંચતી હોય. તો આમેય પાર્ટીના અમારા જેવા કેડર બેઝ કાર્યકર્તાઓ દુખી છે. ત્યારે મારે પોતાને મારૂ જમીર કહે છે કે મારે વડોદરાવાસીઓ જે કહે તે કરવું જોઇએ.

મને કોઇના તરફે નારાજગી નથી

તેઓએ ઉમેર્યું કે, છેલ્લા ઘણા સમયથી વિકાસ માટે જે મૂડી જોઇએ તે ઘણી બધી મૂડી ક્યાં જતી રહે છે. હું તે બાબતે દુખી છું. હું એમ કહું છું કે, જ્યાં જ્યાં પણ જે જે લોકોએ જે કર્યું છે, તે તમે શોધી કાઢો. હું વિચારધારાની દ્રષ્ટિએ ભાજપને વરેલી કાર્યકર્તા છું. મને કોઇના તરફે નારાજગી નથી. ફરી એક વખત કહું મોદી સાહેબ મારા આદર્શ છે.

ત્રણ ત્રણ ટર્મ સુધી આપણે સ્ત્રી હઠને માની લેવી પડે !

તેઓ જણાવે છે કે, પરંતુ આ બેનને ત્રીજી ટર્મમાં ટીકીટ આપવામાં એવી તો કઇ અનિવાર્યતા છે, એવું તો તમને વડોદરા પાસે શું જોઇએ છે કે તમે આને આ જ ઝંખો છે. વ્યક્તિ તરીકે હું કોઇની વિરૂદ્ધ નથી. મારે પુછવું છે કે, ત્રણ ત્રણ ટર્મ સુધી આપણે સ્ત્રી હઠને માની લેવી પડે. હું પણ સ્ત્રી છું. મેં 28 – 30 વર્ષ સુધી ભાજપનું નિષ્ઠાપૂર્વક પાર્ટીનું કામ કર્યું છે. મારા મેયર તરીકેના કાર્યકાળમાં કરપ્શન ન કરવું જોઇએ તેવી માન્યતા લઇને નિકળી અને તેને વળગી રહી.

આ સંજોગોમાં કામ નહિ કરી શકું, મારૂ જમીર ના પાડે છે

મારે આજે વડોદરાને તમે બધા ઝંખો છો તે આગ મારામાં પણ છે. હું લાયક છું. મારી પબ્લીક લાઇફ 30 વર્ષથી સક્રિય છે. મેયર સહિત વિવિધ જગ્યાઓ પર કામ કર્યું છે. હું દરરોજ શીખું છું. મારે નિષ્ઠાથી કામ કરતી પાર્ટીના લોકોને આવી રીતે જબરદસ્તી ન થાય, તેમના માથે લાવીને ન મુકી દેવાય તે માટે મારે વિસલબ્લોઅર બનવું છે. મને ખબર છે કે આ એક સુસ્યાઇડ છે. અત્યારે ભાજપનો તપતો સુરજ છે. સામે લોકો લડવાની ના પાડે ત્યારે હું છોડી રહી છું. મેં સવારે જાણ કરવી છે છોડવા માટે. આ સંજોગોમાં કામ નહિ કરી શકું, મારૂ જમીર ના પાડે છે. મારો મ્હાયલો માનતો નથી. મારા વડોદરા શહેરના લોકો જે કહેશે તે કરીશ.

મને હજારો લોકોએ કીધુ આ બરાબર નથી

તેમણે ઉમેર્યું કે, મારે કહેવું પડે કે બહેન તો ખુબ જ સક્રિય કાર્યકર્તા છે. એવી તે કઇ અનિવાર્યતા છે. મારી ડીએનએ ભાજપનું છે. હું અપક્ષમાંથી આવેલી નથી. મને વડોદરાના વિકાસની પડેલી છે. મને હજારો લોકોએ કીધુ આ બરાબર નથી. ક્યાં શું ટુંકુ પડે છે. મારૂ વડોદરા શહેર કહેશે તેમ કરીશ. તમે ફરી ફરી ને તેવા ઉમેદવારને ટીકીટ આપો છો, જેને આખુ શહેર પસંદ કરતું નથી. મેં મારા પરિવારને મુક્યા વગર 30 વર્ષથી પ્રવાસ કર્યા છે. પાર્ટીમાં રહેવા માટે કાર્યકર્તા ઘસાઇ જાય છે. આ બધુ કામ કાર્યકર્તા ડરમાં કરે છે. ઘણીબધી જગ્યાએ કાર્યકર્તાને સસ્પેન્ડ થવાનો ડર હોય છે. મેં તો પાર્ટીને કહી દીધું છે કે હું છોડું છું. આજે હું ખુશ નથી. તમને બીજુ કોઇ કાર્યકર્તા નથી મળતું. ટીકીટને લઇ ઘણી ચર્ચાઓ થાય છે. પણ તે ઉપર સુધી પહોંચે છે કે નહિ તે મને નથી સમજાતુ.

આ પણ વાંચો —આદર્શ આચારસંહિતાના ચુસ્ત અમલીકરણની વ્યવસ્થા સુનિશ્ચિત કરતાં મુખ્ય નિર્વાચન અધિકારી