Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

VADODARA : ભાજપના ઉમેદવાર ડો. હેમાંગ જોશીનો વિરોધ જારી, લખ્યું “બીજા તૈયાર થાળીએ બેસી જાય”

01:36 PM Mar 30, 2024 | PARTH PANDYA

VADODARA : વડોદરામાં ભાજપ (BJP) ના લોકસભા (LOKSABHA 2024) બેઠકના ઉમેદવાર ડો. હેમાંગ જોશીનો ઓનલાઇન વિરોધ જારી રહ્યો હોવાનું જોવા મળી રહ્યું છે. તાજેતરમાં સી. આર. પાટીલ (C R PATIL) ના ફેસબુક (FACEBOOK) એકાઉન્ટ થકી લાઇવના કોમેન્ટ બોક્સમાં સ્થાનિક કાર્યાલય મંત્રીએ પોતાનો રોષ ઠાલવ્યો હતો. અને લખ્યું કે, વડોદરા નારી શક્તિનું અપમાન. ટિકિટ આપી પાછી લઇ લીધી. જેને આપી તેણે શું કર્યું પાર્ટી માટે, કાર્યકર્તા આખી જિંદગી ઘસાય અને બીજા આવી તૈયાર થાળીએ બેસી જાય.

ઓનલાઇન વિરોધ જારી

ભાજપ માટે સુરક્ષિત ગણાતી વડોદરા લોકસભા બેઠક પર સાંસદ રંજનબેન ભટ્ટની અનિચ્છા બાદ ઉમેદવાર બદલવામાં આવ્યા હતા. અને નવા ઉમેદવાર તરીકે ડો. હેમાંગ જોશીને ઉતારવામાં આવ્યા છે. શરૂઆતમાં તેઓ બહારના હોવાની વાતને લઇને વિરોધ શરૂ થયો હતો. જે આજે પણ ઓનલાઇ જારી હોવાનું ધ્યાને આવ્યું છે.

કાર્યકર્તા આખી જિંદગી ઘસાય

ગતરોજ ભાજપના પ્રદેસ પ્રમુખ સી આર પાટીલના ફેસબુક પેજ પર કાર્યક્રમનું લાઇવ પ્રસારણ કરવામાં આવી રહ્યું હતું. જેમાં કોમેન્ટ બોક્સમાં વડોદરાના પ્રિતેશ શાહ પોતાની નારાજગી વ્યક્ત કરતા કોમેન્ટ કરી હતી. તેમણે કરેલી બે કોમેન્ટમાં તેઓ જણાવે છે કે, વડોદરા નારી શક્તિનું અપમાન. ટિકિટ આપી પાછી લઇ લીધી. જેને આપી તેણે શું કર્યું પાર્ટી માટે, કાર્યકર્તા આખી જિંદગી ઘસાય અને બીજા આવી તૈયાર થાળીએ બેસી જાય. આ સમગ્ર ઘટનાના સ્ક્રિન શોટ સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યા છે.

આજથી ડોર ટુ ડોર પ્રચાર શરૂ

સુત્રોના જણાવ્યા અનુસાર, પ્રિતેશ શાહ વોર્ડ નંબર 5 ના યુવા મોરચાના કાર્યાલય મંત્રી છે. તેમણે કરેલી કોમેન્ટમાં રોષ સ્પષ્ટ પણે પ્રગટ થઇ રહ્યો છે. સમય જતા વિવાદ શમવાની જગ્યાએ જારી રહ્યો હોવાની વાત રાજકારણમાં ચર્ચાનો વિષય બની છે. તો બીજી તરફ વિરોધને અવગણી ડો. હેમાંગ જોશી દ્વારા આજથી ડોર ટુ ડોર પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે.

વિરોધ શાંત થાય છે કે વધુ ઉગ્ર બને છે તે જોવું રહ્યું

આજે વડોદરા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ડો. હેમાંગ જોશીએ ધારાસભ્ય ચૈતન્ય દેસાઇ તથા અન્ય કોર્પોરેટરોને સાથે રાખીને ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. તેઓને લોકો તરફથી આવકાર મળી રહ્યો છે. હવે આવનાર સમયમાં વિરોધ શાંત થાય છે કે વધુ ઉગ્ર બને છે તે જોવું રહ્યું.

આ પણ વાંચો —VADODARA : કમાટીબાગની જોય ટ્રેન માત્ર નામ પુરતી જ રહી