Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

VADODARA : અલકાપુરી ગરનાળુ પુન: શરૂ, વાહનચાલકોને હાશકારો

11:54 AM Jul 27, 2024 | PARTH PANDYA

VADODARA : વડોદરા (VADODARA) માં 22 જુલાઇના રોજ શહેરમાં અવિરત વરસાદ વરસ્યા બાદ અલકાપુરી ગરનાળુ સ્વયંભુ બંધ કરી દેવામાં આવ્યું હતું. આજે ચાર દિવસ બાદ સવારે ગરનાળુ પુન: શરૂ કરવામાં આવ્યું છે. જેને લઇને વાહનચાલકોને હાશકારો થયો છે. ચાર દિવસ સુધી ગરનાળામાં પાણી ભરાયેલું રહેતા બંધ કરવામાં આવ્યું હતું. હાલ વિશ્વામિત્રી નદીનું જળસ્તર નીચુ જવાનું શરૂ થતા ગરનાળામાં ભરાયેલા પાણી ઓસર્યા છે.

જળસ્તરમાં ઘટાડો

વડોદરામાં 22, જુલાઇના રોજ દિવસભર અવિરસ વરસાદ વરસ્યો હતો. જેના કારણે શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઇ જવાની ઘટના સામે આવી હતી. જે પૈકી વડોદરાના અલકાપુરી ગરનાળામાં પણ પાણી ભરાતા તેને બંધ કરી દેવાની ફરજ પડી હતી. ત્યાર બાદથી ગતરોજ સુધી વિશ્વામિત્રી નદીનું જળસ્તર ભયજનક સપાટી સુધી રહેતા ગરનાળામાં પાણી ભરાઇ રહેવાની સ્થિતી યથાવત રહી હતી. જેના કારણે ગરનાળુ બંધ હતું. જો કે, ગત સાંજ બાદ વિશ્વામિત્રી નદીનું પાણીનું સ્તર ઘટવાનું શરૂ થતા કાલાઘોડા બ્રિજ શરૂ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદથી સતત વિશ્વામિત્રી નદીનું જળસ્તર ઘટી રહ્યું છે.

વાહન ચાલકોને હાથકારો

જે બાદ આજે સવારે ચાર દિવસ બાદ અલકાપુરી ગરનાળાના પાણી સંપૂર્ણ રીતે ઓસરી જતા વાહન વ્યવહાર માટે પુન: શરૂ કરવામાં આવ્યું છે. જેને લઇને વાહન ચાલકોએ હાથકારો અનુભવ્યો છે. સાથે જ વૈકલ્પિક રસ્તાઓ પર વાહનોનું ભારણ ઘટશે તેવું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.

ત્રણ દિવસ વરસાદની આગાહી

આજે સવારે 11 વાગ્યાની સ્થિતીએ વિશ્વામિત્રી નદીનું જળસ્તર 24 ફૂટ છે. જ્યારે આજવા સરોવરનું જળસ્તર 212.45 ફૂટ છે. તો બીજી તરફ હજી ત્રણ દિવસ શહેર-જિલ્લામાં વરસાદ ધડબડાટી બોલાવે તેવી આગાહી કરવામાં આવી છે. જેને લઇને તંત્ર હવે તંત્ર સજ્જ બન્યું છે.

આ પણ વાંચો — VADODARA : શહેરમાં પાણી ભરાતા સાંસદ બજેટ સત્ર છોડીને દોડી આવ્યા