Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

VADODARA : જળબંબાકારની સ્થિતી વચ્ચે સૌથી મોટા રાહતના સમાચાર

12:16 PM Jul 26, 2024 | PARTH PANDYA

VADODARA : વડોદરા (VADODARA) વાસીઓ માટે છેલ્લા 72 કલાકમાં સૌથી મોટા રાહતના સમાચાર (GOOD NEWS) આવ્યા છે. આ અંગે મ્યુનિસિપલ (VADODARA – VMC) કમિશનરે મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, છેલ્લા 24 કલાકમાં વરસાદ ઉપરવાસમાં પણ નથી, અને વડોદરામાં પણ નથી. તેના કારણે અમે ડેમ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના કારણે પાણીનું સ્તર ઘટશે. અને વિશ્વામિત્રીના જળસ્તરમાં ઘટાડો નોંધાશે. આમ, હાલની સ્થિતીએ હાશકારો આપે તેવા સમાચાર આવ્યા છે. જો કે, વરસાદ પડે તો સ્થિતી વિપરીત પણ જઇ શકે છે.

ડેમના દરવાજા બંધ કરવામાં આવ્યા

વડોદરામાં ત્રણ દિવસ પહેલા અવિરત વરસેલા વરસાદના કારણે જળાશયોમાં નવા નીર આવ્યા હતા. જેને લઇને વિશ્વામિત્રી નદી અને આજવા સરોવર સલામત સપાટીથી ઉપર વહી રહ્યા હતા. જેના કારણે આજવા સરોવરમાંથી પાણી છોડવામાં આવ્યું હતું. જે બાદ શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો તથા જિલ્લાના અનેક ગામોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. ગતરોજ શહેરમાં વગર વરસાદે બંને જળાશયોની સપાટી યથાવત રહી હતી. જેને લઇને સ્થિતીમાં કોઇ ખાસ સુધારો આવ્યો ન્હતો. જો કે, ત્યાર બાદ આજે મોટી રાહતના સમાચાર સામે આવ્યા છે. ઉપરવાસમાં વરસાદ નહી પડવાના કારણે ડેમના દરવાજા બંધ કરવામાં આવ્યા છે. જેની સીધી અસર વિશ્વામિત્રી નદીની સપાટી પર આવનાર સમયમાં જોવા મળશે.

ઉપરવાસમાં વરસાદ નથી

વડોદરાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા જણાવે છે કે, છેલ્લા 24 કલાકથી વડોદરામાં વરસાદ નથી. આજવા ડેમમાંથી પાણી છોડાયું છે, આજુબાજુના તળાવો ઓવરફ્લો થઇને પાણી વિશ્વામિત્રીમાં આવી રહ્યું છે. જેથી વિશ્વામિત્રી નદીનું સ્તર સતત વધતું રહ્યું છે. જ્યારે વરસાદ બંધ થયો ત્યારે 23-24 ફૂટ હતું. ગઇ કાલે સાંજે 29 ફૂટ જેટલું નોંધાયું હતું. છેલ્લા 24 કલાકમાં વરસાદ ઉપરવાસમાં પણ નથી, અને વડોદરામાં પણ નથી. તેના કારણે અમે ડેમ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના કારણે પાણીનું સ્તર ઘટશે. અને વિશ્વામિત્રીના જળસ્તરમાં ઘટાડો નોંધાશે.

ખુબ જ આવકારદાયક બાબત

વધુમાં તેમણે જણાવ્યું કે, હાલ રાહતના સમાચાર છે કે, ગઇ કાલ સાંજથી આપણે માપી રહ્યા છે, ત્યારે હાલ 28.9 ફૂટ વિશ્વામિત્રીની સપાટી નોંધાઇ છે. ગઇ કાલે સાંજે 29.4 ફૂટ હતું. અડધા ફૂટનો ઘટાડો નોંધાયો છે. પૂરની સ્થિતીને ધ્યાને રાખીને આ ખુબ જ આવકારદાયક બાબત છે. 29 ફૂટ હોવાથી કાલાઘોડા બ્રિજ બંધ કરાવવામાં આવ્યો હતો. જેમ સપાટી 27 ફૂટ આવશે તેમ બ્રિજ ચાલુ કરી દેવામાં આવશે. હાલ પુરતા ડેમના દરવાજા બંધ કરવામાં આવ્યા છે. પરિસ્થિતીની અનુસાર તેને ઓપરેટ કરવામાં આવશે.

આ પણ વાંચો — VADODARA : લો બોલો ! હવે ઘરમાં પણ ભૂવો પડવા લાગ્યો