Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

VADODARA : ઇન્ટેલિજન્સના આધારે એરપોર્ટ પર મુસાફરની હેન્ડબેગમાંથી 60,000 અમેરિકન ડોલર મળી આવ્યા

03:46 PM Mar 23, 2024 | PARTH PANDYA

VADODARA : વડોદરા (VADODARA) માં લોકસભા (LOKSABHA 2024) અને વિધાનસભા એમ બે ચૂંટણીઓ યોજાઇ રહી છે. ત્યારે ચૂંટણી (ELECTION 2024) માં મોટા પાયે રોકડની હેરફેેર પર ચૂંટણી તંત્ર, ઇન્ટેલિજન્સ સહિતની એજન્સીઓ બાજ નજર રાખી રહી છે. ત્યારે ગતરોજ વડોદરા એરપોર્ટ પર લેન્ડ થયેલા પ્લેનમાંથી બહાર આવેલા મુસાફર પાસેથી 60,000 USD (અમેરિકન ડોલર) મળી આવ્યા છે. ચોક્કસ ઇન્ટેલિજન્સ ઇનપુટના આધારે કાર્યવાહી કરતા એજન્સીને સફળતા મળી છે.

રોકડની હેરફેર પર તંત્રની બાજ નજર

લોકસભાની ચૂંટણીની જાહેરાત થઇ ગઇ છે. સાથે જ ગુજરાતમાં 6 જેટલી વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીની જાહેરાત પણ કરાઇ છે. ત્યારે હાલ દેશભરમાં આદર્શ આચાર સંહિતા લાગું છે. તેવામાં ચૂંટણી ટાણે રોકડની હેરફેર પર તંત્રની બાજ નજર છે. આ વાતની પ્રતિતી કરાવે તેનો કિસ્સો સામે આવ્યો છે.

પેસેન્જર 22, માર્ચે વડોદરા એરપોર્ટ પર લેન્ડ થયો

સુત્રોના જણાવ્યા પ્રમાણે. ચોક્કસ ઇન્ટેલિજન્સ ઇનપુટ ઇડીની અમદાવાદ બ્રાન્ચને મોકલવામાં આવ્યા હતા. જે અનુસાર, દિલ્હીથી વડોદરાની ફ્લાઇટમાં એક મુસાફર મોટા પ્રમાણમાં વિદેશી ચલણ લઇને જઇ રહ્યો છે. જેના આધારે ઇડીની ટીમે પેસેન્જરને પ્રથમ ટ્રેસ કર્યો હતો. આ પેસેન્જર 22, માર્ચે વડોદરા એરપોર્ટ પર લેન્ડ થયો હતો. જ્યાં તેની સઘન સર્ચ કરવામાં આવી હતી. દરમિયાન ટીમને તેની પાસેથી 60,000 USD મળી આવ્યા છે. આ ચલણની ભારતીય ચલણ પ્રમાણેની ગણના રૂ. 50 લાખ આંકવામાં આવી રહી છે. આ ચલણ તેની હેન્ડબેગમાંથી જપ્ત કરવામાં આવ્યું છે.

અનેક સવાલોના જવાબ તપાસમાં બહાર આવશે

આટલી મોટી માત્રામાં રોકડ લઇને પકડાનાર શખ્સની તમામ પાસાઓને ધ્યાને લઇને વિશેષ પુછપરછ હાથ ધરવામાં આવી રહી છે. હાલ ચૂંટણીને ધ્યાને રાખીને આ રોકડનો ઉપયોગ ક્યાં કરવામાં આવનાર હતો, આટલી મોટી માત્રામાં રોકડ લઇને આવવાનું કારણ શું, રોકડ લાવનાર શખ્સ કયા પ્રકારનું બેકગ્રાઉન્ડ ધરાવે છે, તેવા અનેક સવાલોના જવાબ તપાસમાં બહાર આવશે. ઉપરોક્ત માહિતી એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ દ્વારા જારી કરવામાં આવી છે.

એરપોર્ટ અને હેલીપેડ પર વિશેષ વોચ

અત્રે નોંધનીય છે કે, ચૂંટણીને ધ્યાને લઇને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એરપોર્ટ અને હેલીપેડ પર પણ વિશેષ વોચ રાખવામાં આવી રહી છે. તાજેતરમાં જ મળેલી મીટીંગમાંઆ સંદર્ભે ચર્ચા પણ કરવામાં આવી હતી. હવે આગળ આ મામલે શું થાય છે તેના પર સૌ કોઇની નજર રહેશે.

આ પણ વાંચો —VADODARA : રંજનબેન ભટ્ટની અનિચ્છા બાદ ડો.જ્યોતિબેન પંડ્યાએ કહ્યું, “મોટા પરિવારમાં નિર્ણયો બદલવા પડે, THANK YOU”