Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Vadodara : ‘હરણી હત્યાકાંડ’ સર્જાયા બાદ હવે કોર્પોરેશન હરકતમાં આવ્યું, NOC, ફાયર સેફ્ટી મામલે 355 નોટિસ ફટકારી

11:00 AM Feb 08, 2024 | Vipul Sen

વડોદરામાં (Vadodara) હરણી લેક ઝોન (Harani Lake) ખાતે ગોઝારી દુર્ઘટના સર્જાયા બાદ હવે કોર્પોરેશન તંત્ર હરકતમાં આવ્યું છે. માહિતી મુજબ, વડોદરામાં કોર્પોરેશને (Vadodara Corporation) ખાનગી શાળા, હાઈરાઈઝ બિલ્ડિંગ્સ, હોસ્પિટલ, મોલને નોટિસ ફટકારી છે. આ નોટિસ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી, ફાયર સેફ્ટી અને લાઈસન્સને લઇને પાઠવવામાં આવી છે. સાથે જ કોર્પોરેશને 5 દિવસમાં સ્ટ્રક્ચર સ્ટેબિલિટી, ફાયર સેફ્ટી અને NOC રજૂ કરવા આદેશ પણ આપ્યો છે. જો વિવિધ વિભાગના લાઈસન્સ નહીં હોય તો તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે.

ગત 18 જાન્યુઆરીનાં રોજ વડોદરામાં (Vadodara) ‘હરણી હત્યાકાંડ’ સર્જાયો હતો. આ ગોઝારી ઘટનામાં લેકમાં (Harani Lake) બોટ પલટી જતા પ્રવાસે આવેલા વડોદરાની ન્યૂ સનરાઈઝ સ્કૂલના 12 માસૂમ વિદ્યાર્થી અને 2 શિક્ષિકા ડૂબી જતા તેમનું મોત નીપજ્યું હતું. આ ઘટનાએ સૌ કોઈને હચમચાવી દીધા હતા. રાજ્ય સરકારે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યા હતા. અત્યાર સુધી આ કેસમાં કેટલાક આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે. ત્યારે હવે વડોદરા કોર્પોરેશન (Vadodara Corporation) એક્શન મોડમાં આવ્યું છે. માહિતી મુજબ, કોર્પોરેશને ખાનગી શાળાઓ, હાઈરાઈઝ બિલ્ડિંગ્સ, હોસ્પિટલો અને વિવિધ મોલને સ્ટ્રક્ચર સ્ટેબિલિટી, ફાયર સેફ્ટી અને NOC અંગેની નોટિસ ફટકારી છે.

કોર્પોરેશન દ્વારા કુલ 355 નોટિસ ફટકારાઈ

માહિતી મુજબ, કોર્પોરેશને (Vadodara Corporation) આ નોટિસ આપતા આદેશ આપ્યો કે, 5 દિવસની અંદર સ્ટ્રક્ચર સ્ટેબિલિટી (Structure Stability), ફાયર સેફ્ટી (Fire Safety) અને NOC રજૂ કરવામાં આવે. કોર્પોરેશને નોટિસમાં જણાવ્યું કે, વિવિધ વિભાગના લાઈસન્સ નહીં હોય તો કાર્યવાહી કરવામાં આવશે. ઉપરાંત, લાઈસન્સ નહીં હોય તો જે તે બિલ્ડિંગનો ઉપયોગ બંધ કરવા તાકીદ કરાઈ છે. માહિતી મુજબ, કોર્પોરેશન દ્વારા કુલ 355 નોટિસ ફટકારવામાં આવી છે. કોર્પોરેશનની નોટિસ બાદ ખાનગી શાળા, હાઈરાઈઝ બિલ્ડિંગ, ક્લાસિસ, હોસ્પિટલ અને મોલના સંચાલકો દોડતા થયા છે.

કલેક્ટર દ્વારા રિપોર્ટ તૈયાર કરાયો

બીજી તરફ વડોદરા હરણી લેક ઝોન દુર્ઘટનામાં કલેક્ટર (Collector) દ્વારા આખરે હવે રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. ઘટનાના 19 દિવસ બાદ આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. જ્યારે, કલેક્ટરને 10 દિવસમાં જ રિપોર્ટ તૈયાર કરવા આદેશ આપાયા હતા. માહિતી મુજબ, કલેક્ટર દ્વારા ટૂંક સમયમાં જ સરકારમાં રિપોર્ટ રજૂ કરાશે. સમગ્ર ઘટના પાછળ કોણ જવાબદાર તેનો આ રિપોર્ટમાં ઉલ્લેખ હોય શકે છે.

 

આ પણ વાંચો – Government Job : સરકારી નોકરીને લઇને મહત્ત્વના સમાચાર, હસમુખ પટેલે સોશિયલ મીડિયા આપી આ માહિતી