Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

VADODARA : વધતી ગરમીના કારણે ટ્યુશન ક્લાસીસના સમયમાં ફેરફાર

12:06 PM May 25, 2024 | PARTH PANDYA

VADODARA : વડોદરામાં રેકોર્ડ બ્રેક ગરમીને લઇને બરોડા એકેડેમિક એસોશિયેશન (BAA – VADODARA) દ્વારા ટ્યુશન ક્લાસીસના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો હોવાનું સામે આવી રહ્યું છે. અગાઉ અમદાવાદમાં આ પ્રકારે ટ્યુશન ક્લાસીસને લઇને નિર્ણય લેવામાં આવ્યો હતો. હીટવેટની અસરથી બચવા માટે હવે બરોડા એકેડેમિક એસોશિયેશન સામે આવ્યુંં છે. તેમના દ્વારા લેવામાં આવેલા નિર્ણયની વાલીઓ અને વિદ્યાર્થીઓ સરાહના કરી રહ્યા છે.

450 ક્લાસીસ સંકળાયેલા

વડોદરામાં ખાનગી ટ્યુશન ક્લાસીસ બરોડા એકેડેમિક એસોશિયેશન થકી સંકળાયેલા છે. વડોદરામાં વધતી જતી ગરમીના કારણે બરોડા એકેડેમિક એસોશિયેશન દ્વારા આગામી દિવસોમાં બપોરના 12 થી સાંજના 4 સુધી ટ્યુશન ક્લાસીસ બંધ રાખવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. આ એસોશિયેશન સાથે વડોદરાના 450 થી વધુ ખાનગી ટ્યુશન ક્લાસીસના સંચાલકો સંકળાયેલા હોવાનો અંદાજ છે. સંયુક્ત રીતે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

શૈક્ષણિક કાર્ય ચાલશે નહિ

એસો. પ્રમુખ વિપુલ જોશી જણાવે છે કે, હાલ દિવસેને દિવસે વધુ ગરમી વધી રહી છે. આગામી 5 દિવસ તાપમાન ઉંચુ રહી શકે છે. જેને લઇને વિદ્યાર્થીઓ અને શિક્ષકો કોઇને મુશ્કેલી ન પડે, કોઇને લુ ન લાગે, કોઇ બિમાર ન પડે તે માટે ટ્યુશન ક્લાસ 12 – 4 સુધી બંધ રહેશે. જેમાં કોઇ પણ પ્રકારે શૈક્ષણિક કાર્ય ચાલશે નહિ. આ વાતની જાણ તમામને લેખીતમાં કરવામાં આવી છે. તમામ નિર્ણયની અમલવારી કરવામાં આવનાર છે.

નિર્ણયની સરાહના

અત્રે ઉલ્લેખનીય છે કે, ગરમી વધતા પ્રથમ શાળાઓ અને ત્યાર બાદ ટ્યુશન ક્લાસીસ ખાસ નિર્ણયો લેવા પડ્યા છે. અમદાવાદમાં પ્રથમ આ પ્રકારે ટ્યુશન ક્લાસીસના સમય સંદર્ભે નિર્ણય લેવામાં આવ્યો હતો. જે બાદ હવે વડોદરામાં આ પ્રકારને સમયના ફેરફારનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયની સરાહના કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો — VADODARA : મૃત્યુ પછી SSG હોસ્પિટલના કોલ્ડરૂમમાં જગ્યા નહી