Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Vadnagar To Varanasi : જાણો જનતાને Bahucharaji Temple નો વિકાસ થતા તેનો લાભ કઈ દિશામાં મળી રહ્યો છે

11:45 PM Jun 08, 2023 | Hardik Shah

વડનગરથી વારાણસી (Vadnagar to Varanasi) યાત્રામાં આપનું સ્વાગત છે. અકલ્પનીય, અલૌકિક અને ઐતિહાસીક આ યાત્રા માં ગંગાની જેમ વહેતી અવિરત ધારા સમાન સતત આગળ વધી રહી છે. મહેસાણાથી ફ્લેગ ઓફ થયા બાદ અમારી ટીમ એ નગરમાં પહોંચી જેનું વર્ણન સતયુગમાં પણ થયેલું છે. આમ સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગને ધ્યાનમાં રાખી અમારી ટીમ એ નગરમાં પહોંચી જે એક વખત નહીં બલકે સાત-સાત વખત વસ્યું છે. ગુજરાત ફર્સ્ટ અને OTT ઈન્ડિયાની ટીમ એ નગરમાં પહોંચી છે જેને દેશને વડાપ્રધાન આપ્યા છે. વારસાનું એ નગર એટલે બીજુ કોઈ નહીં બલકે છે આપણું વડનગર.

વડનગરથી વારાણસી (Vadnagar to Varanasi) યાત્રામાં આપનું સ્વાગત છે. આ એક એવી યાત્રા છે, જેમાં વાત માત્ર વિકાસની છે. આ એવી યાત્રા છે જેમાં દીર્ઘ દ્દષ્ટિનું ઉત્તમ નહીં પરંતુ સર્વોત્તમ પ્રમાણ સોનેરી કિરણની જેમ છલકે છે, આ એવી યાત્રા છે જેમાં કલ્પનાથી લઈને કાયાપલટ કેવી રીતે થઈ શકે તેના દર્શન થાય છે. ગુજરાત ફર્સ્ટ અને OTT ઈન્ડિયા દ્વારા શરૂ થનારી આ યાત્રામાં 4 રાજ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે, ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશ. 30 દિવસ અને 3 હજાર કિલોમીટર સુધી આ યાત્રા 4 રાજ્યોમાં ભ્રમણ કરશે. વિકાસની આ યાત્રા ખૂબ લાંબી છે. ટૂંકમાં વડનગરના વિકાસનો સંપૂર્ણ ચિતાર દર્શાવવો જરા મુશ્કેલ પડે તેમ છે.

ગુલામીની ઝંઝીરોને તોડી દેશ 15 મી ઓગસ્ટ 1947ના રોજ આઝાદ થયો હતો. દેશની રૂપ-રેખા તત્કાલિન રાજનેતાઓ જ્યાં એક તરફ તૈયાર કરી રહ્યા હતા. તેના બરાબર ત્રણ વર્ષ બાદ 17 સપ્ટેમ્બર 1950ના રોજ દેશના લોકલાડીલા અને આપણા નરેન્દ્રભાઈ મોદીનો જન્મ ગુજરાતના વડનગરમાં થયો હતો. સ્વયંસેવકથી લઈ પ્રધાનસેવક સુધી તેમની રાજકીય યાત્રા કઈ દિશામાં રહી, તે વાત તો જગ જાહેર છે. જોકે શાશ્વત પ્રમાણ એ પણ છે કે, સૃષ્ટિને બચાવવા સમુદ્ર મંથન વખતે જેમને હલાહલ પોતાના કંઠે ઉતાર્યું તે શિવના હાથ પ્રધાનમંત્રીના માથે છે ! તેથી જ તો દેશની જનતાએ બે-બે વખત નરેન્દ્રભાઈને ખોબે-ખોબે આશીર્વાદ આપી વડનગરથી વડાપ્રધાન પદના સુકાન સુધી પહોંચાડ્યા છે. ત્યારે 2024 માં થનાર લોકસભાની ચૂંટણી પહેલા એક યાત્રા ગુજરાત ફર્સ્ટ અને OTT ઈન્ડિયા દ્વારા શરૂ કરવામાં આવી છે, જેનું નામ છે વડનગરથી વારાણસી યાત્રા.

સપના જ્યારે સંકલ્પ બની જાય છે અને સંકલ્પ જ્યારે સિદ્ધિના રૂપમાં આંખોની સામે હોય છે તો તેનો આનંદ કેટલો થાય છે તેની તમે કલ્પના કરી શકો છો. આ શિખર ધ્વજ ફક્ત અમારી અસ્થાનું પ્રતિક છે. આ શિખર ધ્વજ એ વાતનું પ્રતિક છે કે સદીઓ બદલાઈ જાય છે, યુગ બદલાઈ જાય છે પરંતુ આસ્થાનું શિખર સાસ્વત રહે છે. અયોધ્યામાં આવીને તમે જોયું હશે કે, ભવ્ય રામ મંદિર આકાર લઈ રહ્યું છે. કાશીમાં વિશ્વનાથ ધામ અથવા કેદારનાથ ધામ હોય. આજે ભારતના આધ્યાત્મિક અને સાસ્કૃતિક ગૌરવ પુનર્સ્થાપિત થઇ રહ્યા છે. આજે નવું ભારત આધુનિક આકાંક્ષાઓ સાથે આપણી પ્રાચીન ધરોહર અને પ્રાચીન ઓળખના કારણે ખૂબ પ્રસિદ્ધ થઇ રહ્યું છે. દરેક ભારતીય આ બાબત પર ગર્વ કરી રહ્યું છે.

– નરેન્દ્ર મોદી, વડાપ્રધાન

બહુચરા માતાનું મંદિર ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામાં બેચરાજી શહેરમાં આવેલું છે, જે રીતે પાવગઢ, જે રીતે અયોધ્યા, જે રીતે કાશી વિશ્વનાથ, જે રીતે મહાકાલની નગરીનું નવિનીકરણ થયું છે તે રીતે બહુચરાજી મંદિરનો પણ વિકાસ થવાનો છે  તે વિકાસ કઈ દિશામાં થવાનો છે તે જાણવા અમે પહોંચી ગયા સીધા જ બહુચરાજી મંદિરમાં.

શક્તિ અને સાધનાની આજે વિશેષતા છે. શ્રદ્ધા, સાધના અને તપસ્યાનો આજ તો ત્રિવેણી સંગમ છે કે, જ્યારે મા બહુચરના ભવ્ય અને દિવ્ય સ્વરૂપના દર્શન થાય, કદમ માના દરબારમાં પડે ત્યારે અન્ય ભક્તોની જેમ અમારી આંખો પણ ભક્તિ ભાવમાં નમ થાય.

જણાવીએ કે, બહુચરાજી મંદિર અમદાવાદથી 82 કિલોમીટર અને મહેસાણાથી 35 કિમી પશ્ચિમમાં છે. આ યાત્રા દરમિયાન અમે જાણ્યું કે, મૂળ ધર્મસ્થળ 1152 માં સંખલ રાજ નામના રાજા દ્વારા બનાવવામાં આવ્યું હતું અને આ મંદિરનો પ્રથમ જીવંત ઉલ્લેખ 1280 ની શિલાલેખમાં મળી આવ્યો હતો. શિલાલેખ મુજબ એક આર્કિટેક્ટ સદી સુધી મંદિર સ્થાપત્યમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો. હવે સારી વાત એ છે કે અન્ય ધાર્મિક સ્થળોની જેમ જ બહુચરાજી મંદિરની પણ કાયાપલટ થવાની છે.

માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ યાત્રા ધામોનો વિકાસ થઇ રહ્યો છે. અને ગુજરાત સહીત તમામ યાત્રા ધામો જ્યાં પણ છે ત્યાં તેની કાયાપલટ કરવાનો એક હેતુ લઇ આગળ નીકળ્યા છે ત્યારે બહુચરાજી મંદિરની અંદર પણ કંઇક એવું જ છે કે અખા મંદિરનું નિર્માણ થઇ રહ્યું છે.

– તુષારભાઈ ભટ્ટ, પૂજારી, બહુચરાજી મંદિર

મા બહુચરના આશીર્વાદ લીધા બાદ મંદિર પરિસરમાંથી બહાર નીકળ્યા હતા, અને અહીંના લોકોની પ્રતિક્રિયા લેવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે તેમણે શું કહ્યું હવે તે પણ સાંભળીએ.

દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદી સાહેબ જ્યારથી ઉપર આવ્યા છે ત્યારથી લગભગ દેવસ્થાનો પર ચોક્કસ પાને ખૂબ સારા કર્યો કર્યા છે. ગુજરાતમાં જોઈએ તો અંબાજી મંદિર, પાવાગઢ મંદિર, મોઢેરા સૂર્ય મંદિરનો ખૂબ સુંદર વિકાસ કર્યો છે.

– મયુર પટેલ, સ્થાનિક, બહુચરાજી

સ્થાનિકોનું કહેવું છે કે, પહેલા બહુચરાજી મંદિરની હાઈટ નાની હતી. જોકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસ દ્વારા જ મંદિરની હાઈટ 71 ફૂટની કરવામાં આવી છે. મંદિરની દિવ્યતા અને ભવ્યતા વધતા ટૂરીઝમ સેક્ટરમાં પણ પ્રાણ ફૂંકાયા છે. નાના-નાના વેપારીઓને પણ રોજગારી મળી રહે છે.

ગુજરાતના PM આદરણીય નરેન્દ્ર મોદીને ગુજરાતનો જે વિકાસ કર્યો છે ટે ખૂબ સરાહનીય છે. અને ગુજરાત મોડલ જે સમગ્ર ભારત વર્ષમાં લાગુ કરવામાં આવ્યો છે જેના કારણે સમગ્ર ભારતનો પણ સારો વિકાસ થયો છે. અને સમગ્ર વિશ્વમાં જ્યારે ભારતનો ડંકો વાગી રહ્યો છે તેનો શ્રેય મોદીને જાય છે.

– વિરેન્દ્રસિંહ ઝાલા, સ્થાનિક બહુચરાજી

મા બહુચરના ધામમાં આવીએ અને કુકડાના દર્શન ન થાય તેવું બને ખરૂ. આ યાત્રા દરમિયાન કપી રાજની સાથે સાથે અમને માતા બહુચરના વાહન એવા કુકડાના પણ દર્શન થયા હતા. જણાવીએ કે, માતા બહુચરાજી કુકડાની સવારી કરે છે. ગુજરાતમાં સોલંકી રાજવંશના સમયગાળા દરમિયાન પાળેલા કૂકડાં રાજ્યના ધ્વજ પ્રતીક હતાં.

વડાપ્રધાન મોદીએ તેમના 9 વર્ષના કાર્યકાળમાં બહુચરાજીનો અહીં ખૂબ જ વિકાસ કર્યો છે. અહીં આજે લાખોની સંખ્યામાં માઈ ભક્તો આવે છે. અહીં મંદિરની સાથે સાથે ઈન્ડસ્ટ્રીયલ વિકાસ પણ ખૂબ જ થયો છે. આઝે મારુતિ જેવી મોટી મોટી કંપનીઓ બેચરાજીના આસપાસના વિસ્તારોમાં ડેવલોપ થઇ છે. સતત અહીં વિકાસ થઇ રહ્યો છે અને આ તમામનો શ્રેય વડાપ્રધાન મોદી સાહેબને જાય છે.

– હાર્દિક પટેલ, સ્થાનિક બહુચરાજી

મહેસાણા જિલ્લામાં આવેલું 51 શક્તિપીઠોમાંનું એક બહુચરાજી શક્તિધામ અનેક પૌરાણિક ગૌરવગાથાથી ગૂંથાયેલું છે. જેમાં શક્તિ સ્વરૂપા મા બહુચરની સવારી ‘કૂકડા’નો સુવર્ણ અને પ્રાચીન ઈતિહાસ આજે પણ માનભેર જળવાઈ રહ્યો છે. વિશ્વભરમાંથી બહુચર માતાના ભક્તો માનતા પૂર્ણ થતાં મંદિરના પ્રાંગણમાં કૂકડા રમતા મૂકે છે. ભક્તોએ મંદિરમાં રમતા મૂકેલા કૂકડાઓની સારસંભાળથી માંડીને ચણ આપવા સુધીની જવાબદારી આજે પણ સરકાર તરફથી નિમાયેલું વહીવટી તંત્ર સંભાળે છે. સરકાર તરફથી ધાર્મીક સ્થળોની કરવામાં આવેલી કાયપલટ મામલે સ્થાનિકોનો શું મત છે હવે તે પણ જાણીએ.

જ્યારથી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશના વડાપ્રધાન બન્યા છે ત્યારથી યાત્રા ધામ હોય અમારું બહુચરાજીનું બસ સ્ટેન્ડ હોય, રોડ, રસ્તાઓ હોય અને આરોગ્યની બાબતે ક્યાય પણ કોઇ કમી દેખાતી નથી. આઝે જેમ એરોપ્લેન ચાલી શકે તેવા રોડ-રસ્તાઓ બનાયા છે અને યાત્રાધામનો ખૂબ જ વિકાસ કર્યો છે.

– મોતી દેસાઈ, સ્થાનિક બહુચરાજી

બહુચરાજી, મોઢેરાનો ખૂબ જ વિકાસ થયો છે. અહીં બાજુમાં એક મારુતિનો પ્લાન્ટ આવ્યો છે અને મોઢેરાની અંદર મોદી સાહેબે સોલરથી ચાલતું બનાવ્યું છે. અહીં યાત્રાધામનો ખૂબ જ વિકાસ થયો છે.

– ભાવેશ ચૌહાણ, સ્થાનિક બહુચરાજી

અમારી યાત્રા જેમ જેમ આગળ વધી રહી હતી, તેમ તેમ જાણવા મળ્યું કે, ના માત્ર ધાર્મિક સ્થળો પણ બંજર જમીનમાં મા નર્મદાના નીર ઉતારવાનું કામ પણ મોદી સરકારે કેવી રીતે કર્યું. આ યાત્રા દરમિયાન અમે જે જાણ્યું હવે તે તમને પણ સંભળાવીએ.

મોદી સાહેબે 2014 માં વડાપ્રધાન બન્યા બાદ તેમણે પહેલું કામ અમારા મહેસાણા જિલ્લા માટે એક જીવા દોરી સમાન નર્મદા યોજનાના જે બંધ તેના જે દરવાજાની 17 દિવસમાં જે મંજૂરી આપી તેના કારણે એક સૂકી ખેતી હતી એના કારણે અમારી જીવાદોરી સમાન બની ગઇ છે. તે કામ અમારા ખેડૂતો માટે સારું કર્યું. તે પછી અમારા નજીકમાં મારુતિનો પ્લાન્ટ લાવ્યા હોવાના કારણે અહીં રોજગારી પણ લોકોને મળવી લાગી. ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધવાથી લોકોની સુખાકારી વધી છે. જે આજે શહેરમાં સુવિધાઓ મળે છે તે આજે ગામડાઓમાં મળતી થઇ છે.

– પ્રહલાદભાઈ પરમાર, સ્થાનિક બહુચરાજી

આમ મા બહુચરાજી મંદિરની યાત્રા પૂર્ણ કરી અમારી ટીમ જે ભૂમિ પર પહોંચી જેની માટી પણ ચમત્કારી છે તેવું કહેવામાં આવે છે. અમારી ટીમ ત્યાં પહોંચી જેમણે લખ્યો છે આનંદનો ગરબો. અમે ત્યાં પહોંચ્યા જેમને મા બહુચરે તેમના ચરણોની આપી છે સેવા. એ ઐતિહાસીક જગ્યા એટલે વલ્લભ ભટ્ટની વાવ. મહેસાણાનાં બહુચરાજી તાલુકામાં 350 વર્ષ જૂની વલ્લભ ભટ્ટની વાવ આવેલી છે. વાવમાં માતાજીના પાવન પગલાં પડ્યા હોવાથી અહીંની ભુમી પવિત્ર છે. ભક્તો અહીંની માટી લઈ જઈને શ્રધ્ધાથી માનતા રાખે છે, અને લોકોની મનોકામના માતાજી પૂરી કરે છે.

વલ્લભ ભટ્ટની વાવના મંદિરનો વિકાસ માનનીય વડાપ્રધાનશ્રીએ બહુચરાજી મંદિરની સાથે સાથે કર્યો છે. આ મંદિરનો એ ઈતિહાસ છે કે, જ્યારે નવા પુરા ગામથી વલ્લભ ભટ્ટ અને તેમના પરિવારજનો અહીંયા સંઘ મારફતે અહીંયા બહુચરમાના દર્શનાર્થે આવતા હતા ત્યારબાદ નીકળેલા વલ્લભ ભટ્ટ અહીંયા આવતા આવતા ખૂબ જ તરસથી વ્યાકૂળ હતા, તેમનો પ્રાણ જાય તેમ હતો પણ વલ્લભ ભટ્ટે એક નિશ્ચય કર્યો હતો કે જ્યારે મને બહુચરમા ના દર્શન થશે ત્યારબાદ હું અન્ન અને જળને ગ્રહણ કરીશ. અહીંયા પહોંચી તેમણે માતાજીને પ્રાર્થના કરી કે માતાજી હુ તરસથી ખૂબ જ વ્યાકૂળ છું, તો મને કઇક પ્રાપ્ત કરાવો. પછી બહુચરમા પ્રગટ થયા અને તેમણે કહ્યું કે, અહીં જે પથ્થર પડેલો છે તેને હટાવો તેમાથી પાણી પ્રાપ્ત થશે. તે પથ્થર હટાવ્યા બાદ તેમાથી પાણી નિકળ્યું અને તે પાણી પીધા બાદ વલ્લભ ભટ્ટ તે પાણી પીને તૃપ્ત થયા. માતાજીને કહ્યું કે, હું ખૂબ જ તૃપ્ત થયો છું હવે તમારા દર્શન કરવા માટે આવી શકું છું. ત્યારે માતાજીએ કહ્યું કે, જેવી વલ્લભ ભટ્ટની મનોકામનાઓ પૂર્ણ થઇ તેમ તમામની પૂર્ણ થશે. ભારતનું આ એક માત્ર મંદિર છે કે જ્યા પ્રસાદી રૂપે માટી પ્રાપ્ત થાય છે. આ વલ્લભ ભટ્ટની માટી જે જે લોકો લઇ જાય છે તે લોકોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.

– ચીરાગ દવે, પૂજારી વલ્લભ ભટ્ટની વાવનું મંદિર

બહુચરાજી મંદિરની જેમ વલ્લભ ભટ્ટની વાવમાં પણ માતાનું મંદિર આવેલું છે. અહીંના પૂજારીનું શું કહેવું છે હવે તે પણ સાંભળીએ.

આમ અહીં દૂર-દૂર થી આવતા ભક્તો યાત્રાધામનો થયેલો વિકાસ જોઈને ભાવ વિભોર તો થાય જ છે. સાથે કહે પણ એ છે કે શ્રદ્ધાનું બીજુ નામ એટલે મા બહુચર.

આમ વડનગરની વારાણસી સુધીની યાત્રામાં અમે તમને વારસાના નગર વડનગર, ત્યારબાદ બહુચરાજીમાં થયેલા વિકાસના દર્શન કરાવ્યા છે. આગળ તમને મોઢેરા, ઊંઝા, અંબાજી, માઉન્ટ આબુ, ઉદેપુર, ઉજ્જૈન, શિવપુરી, ગ્વાલિયર, ઝાંસી, લખનઉ, અયોધ્યા, પ્રયાગરાજ અને વારાણસીના પણ ભવ્ય વારસાના દર્શન કરાવીશું.

આ પણ વાંચો – વડનગરથી વારાણસી યાત્રા પહોંચી મા શક્તિના ધામ બહુચરાજીમાં, હવે બહુચરાજી બન્યું ઈન્ડસ્ટ્રીયલ હબ!

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ