+

Zomato એપમાં હવે Users ને મળશે AI નો સપોર્ટ, જાણો કેવી રીતે

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ દિવસેને દિવસે વધી રહ્યો છે. લોકો પોતાના કામને વધુ સરળ બનાવવા માટે AI નો ઉપયોગ કરતા શીખી ગયા છે. ત્યારે હવે ઈ-કોમર્સ વેબસાઈટ્સ તેમના પ્લેટફોર્મમાં…

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ દિવસેને દિવસે વધી રહ્યો છે. લોકો પોતાના કામને વધુ સરળ બનાવવા માટે AI નો ઉપયોગ કરતા શીખી ગયા છે. ત્યારે હવે ઈ-કોમર્સ વેબસાઈટ્સ તેમના પ્લેટફોર્મમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટૂલ્સ પણ પ્રદાન કરી રહી છે જેથી ગ્રાહકનો અનુભવ બહેતર બનાવી શકાય. હવે આ યાદીમાં પ્રખ્યાત ફૂડ ડિલિવરી એપ Zomatoનું નામ પણ જોડાઈ ગયું છે. Zomatoએ તેની એપ્લિકેશનમાં AI ટૂલનો સપોર્ટ આપ્યો છે.

Zomato એપમાં AI ટૂલ સપોર્ટ  

AI શું કરી શકે છે તેની કલ્પના કરવી પણ મુશ્કિલ છે. જીહા, આજે લોકો AI ના ઉપયોગથી પોતાના કામને સરળ બનાવી રહ્યા છે ત્યારે આનો ઉપયોગ ઈ-કોમર્સ વેબસાઈટ્સ પણ કરવા લાગી છે. હવે આ ક્રમમાં જાણીતી ફૂડ ડિલિવરી એપ Zomato નું નામ સામે આવ્યું છે. જણાવી દઇએ કે, Zomatoની એપમાં ગ્રાહકોને AI આધારિત ઇન્ટરેક્ટિવ ચેટબોટનો વિકલ્પ મળશે. આ ચેટબોટની મદદથી યુઝર્સ માટે ફૂડ બુકિંગ માટે ઓર્ડર આપવાનો અનુભવ પહેલા કરતા વધુ વ્યક્તિગત અને સુવિધાજનક બની જશે. તેની એક બ્લોગ પોસ્ટમાં, કંપનીએ આ AI- આધારિત ફીચરને બુદ્ધિશાળી, સાહજિક અને ઇન્ટરેક્ટિવ ગણાવ્યું છે. કંપનીનું કહેવું છે કે તેની મદદથી યુઝર્સને ફૂડ બુકિંગમાં પહેલા કરતા વધુ વિકલ્પો મળશે.

ફક્ત આ Users જ ઉપયોગ કરી શકે છે

જણાવી દઈએ કે Zomatoનું AI ટૂલ એપ્લીકેશનની અંદર જ ઈન્ટીગ્રેટેડ છે. જો તમે Zomatoના આ ફીચરનો ઉપયોગ કરવા માંગો છો, તો તમારે Zomatoનું લેટેસ્ટ વર્ઝન ઇન્સ્ટોલ કરવું પડશે. અત્યારે કંપનીએ તેને તમામ યુઝર્સ માટે રોલઆઉટ કર્યું નથી. હાલમાં, આ સુવિધા ફક્ત Zomatoના ગોલ્ડ ક્લાયન્ટ્સ માટે જ ઉપલબ્ધ છે. Zomato ના AI ટૂલમાં તમને ઘણી પ્રીમિયમ સુવિધાઓ પણ મળે છે. આ AI ટૂલની મદદથી તમે માત્ર ફૂડ બુક જ નહીં કરી શકો, પરંતુ તેની મદદથી તમે એ પણ જાણી શકશો કે તમારે કઈ ઋતુ પ્રમાણે શું અને કેટલો ખોરાક લેવો જોઈએ. તે સિઝનમાં તમારે કેટલું પ્રોટીન, કાર્બ ફૂડ ખાવું જોઈએ તે પણ તમે જાણી શકો છો. એટલું જ નહીં, હેંગઓવર થવા પર તમે શું ખાવું તે પણ તમે ચેટબોટ પરથી જાણી શકો છો.

Zomato AI ક્યાં ડાઉનલોડ કરવું?

Zomato AI કોઈ અલગ એપ નથી. તે Zomato એપની અંદર એક ચેટબોટ છે. કંપની અનુસાર, તે એપના લેટેસ્ટ વર્ઝન પર ઉપલબ્ધ હશે. જો કે, AI ચેટબોટ, Zomato AI, ફક્ત Zomato ગોલ્ડ ગ્રાહકો માટે જ ઉપલબ્ધ છે. Zomato Gold એ કંપનીની પેઇડ મેમ્બરશિપ છે. તે ગ્રાહકોને મફત ડિલિવરી, સમયસર ગેરંટી, વધારાના ડિસ્કાઉન્ટ અને કેટલાક અન્ય લાભો પ્રદાન કરે છે

આ પણ વાંચો – આ સુંદર યુવતીએ Boyfriend બનાવવા માટે બહાર પાડ્યું Form, 3000 લોકોએ કર્યું Apply

આ પણ વાંચો – ખુલ્લા આકાશમાં ન્હાતી જોવા મળી Sofia Ansari, જુઓ Video

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Whatsapp share
facebook twitter