Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેનના પત્ની જિલ બાઈડેન Corona Positive

08:33 AM Sep 05, 2023 | Hardik Shah

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનની પત્ની જિલ બાઈડેન કોરોનાથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. તેમનો કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. વ્હાઇટ હાઉસે એક નિવેદન જારી કરીને આ જાણકારી આપી છે. જો કે, અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન કોરોના સંક્રમિત જણાયા નથી. તેમનો કોવિડ-19 ટેસ્ટ નેગેટિવ આવ્યો છે.

જિલ બાઈડેન કોરોના સંક્રમિત

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનની પત્ની અને અમેરિકાની ફર્સ્ટ લેડી જિલ બાઈડેન કોવિડ-19થી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. તે કોવિડના હળવા લક્ષણો અનુભવી રહ્યા છે. વ્હાઇટ હાઉસે એક નિવેદન જારી કરીને આ જાણકારી આપી છે. હાલમાં તેમને ડેલવેરમાં તેમના રેહોબોથ બીચના ઘરે રાખવામાં આવ્યા છે. બે દિવસ પછી, તે G-20 સમિટમાં ભાગ લેવા માટે જો બાઈડેન સાથે નવી દિલ્હી આવવાના હતા. જિલ બાઈડેનની ઓફિસમાંથી જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 71 વર્ષીય જિલનો કોવિડ ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જોકે, તેમનામાં કોવિડના કોઈ લક્ષણો નથી. તેમની તબિયત સામાન્ય છે.

જિલ બાઈડેન આ પહેલા પણ પોઝિટિવ થયા હતા

અમેરિકી રાષ્ટ્રપતિના સત્તાવાર નિવાસસ્થાન વ્હાઇટ હાઉસમાં મેડિકલ ટીમ તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી છે. તમને જણાવી દઈએ કે આ પહેલા જિલ બે વખત કોરોનાથી સંક્રમિત થઈ ચુક્યા છે. ગયા વર્ષે, સાઉથ કેરોલિનાના કિયાવા આઇલેન્ડમાં વેકેશન દરમિયાન 15 ઓગસ્ટના રોજ તેણી પ્રથમ વખત પોઝિટિવ મળી આવ્યા હતા. આમાંથી સ્વસ્થ થયા પછી, 24 ઓગસ્ટના રોજ ફરી એકવાર તેમનો ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમના પહેલા, 21 જુલાઈ, 2022 ના રોજ, અમેરિકી રાષ્ટ્રપતિ અને તેમના પતિ જો બાઈડેન કોરોના સંક્રમિત મળી આવ્યા હતા.

G20 સમિતની મુલાકાત નહીં લઇ શકે જો બાઈડેન

ઉલ્લેખનીય છે કે હાલમાં જ ભારતમાં G20 સમિટ યોજાવા જઈ રહી છે. G20ના અધ્યક્ષ તરીકે ભારત 9 અને 10 સપ્ટેમ્બરે G20 સમિટનું આયોજન કરી રહ્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને તાજેતરમાં કહ્યું હતું કે તેઓ આ અઠવાડિયે ભારતની મુલાકાત લેવા આતુર છે. જો કે, કોન્ફરન્સ માટે ખુશ જો બાઈડેને એક મુખ્ય મુદ્દા પર નિરાશા પણ વ્યક્ત કરી હતી. જો બાઈડેને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ G-20 સમિટમાં ભાગ ન લેવાના સમાચાર પર નિરાશા વ્યક્ત કરી હતી. બાઈડેને કહ્યું હતું કે, હું કોન્ફરન્સમાં ન આવવાથી નિરાશ છું પરંતુ હું તેમને મળીશ. તમને જણાવી દઈએ કે ભારત બાદ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન પણ વિયેતનામ જવાના છે.

યુનાઇટેડ સ્ટેટ્સમાં તાજેતરના અઠવાડિયામાં COVID કેસ અને હોસ્પિટલમાં દાખલ થવામાં વધારો જોવા મળી રહ્યો છે. અચાનક ઉછાળા વચ્ચે, કોવિડ-19ના નવા વેરિઅન્ટ – પિરોલા અથવા BA.2.86એ ચિંતા વધારી છે. યુએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) અનુસાર, આ પ્રકાર ખૂબ જ ઊંચું જોખમ ઊભું કરે છે કારણ કે તે ઘણા વિસ્તારોમાં ઉચ્ચ ચેપનું કારણ બને છે.

આ પણ વાંચો – અમેરિકામાં કોરોનાના કેસમાં વધારો, શિયાળામાં વિકરાળ સ્વરૂપ કરી શકે છે ધારણ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.