Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

યુએસ મીડિયામાં ‘મોદી-મોદી’, પુતિનને યુક્રેન મુદ્દે સલાહ આપવા બદલ વખાણ થઈ રહ્યાં છે

07:11 PM Apr 22, 2023 | Vipul Pandya

ધ ન્યૂ યોર્ક ટાઈમ્સે આજે પોતાનું ટાઇટલ આપ્યું, ‘ભારતના નેતા પુતિનને કહે છે કે આ યુદ્ધનો સમય નથી’. તેમણે લખ્યું, ‘બેઠકનો સ્વર મૈત્રીપૂર્ણ હતો અને બંને નેતાઓએ તેમના લાંબા ઇતિહાસનો ઉલ્લેખ કર્યો.’અમેરિકન મીડિયાએ શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જોરદાર વખાણ કર્યા હતા. આ પ્રશંસા પીએમ મોદીએ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને આપેલા મૈત્રી પાઠ વિશે છે. વડાપ્રધાનશ્રી મોદીએ શુક્રવારે રશિયન પ્રેસિડેન્ટ પુતિનને જાહેરમંચ પર કહ્યું કે યુક્રેનમાં યુદ્ધમાં જવાનો આ સમય નથી. વાસ્તવમાં, મોદી અને પુતિન વચ્ચેની વાતચીત ઉઝબેકિસ્તાનના સમરકંદમાં થઈ હતી, જેને અમેરિકન મીડિયાએ જોરદાર કવરેજ આપ્યું હતું.

અખબારે લખ્યું, ‘મોદીએ પુતિનને આશ્ચર્યજનક જાહેર ઠપકો  આપ્યો
‘ધ વોશિંગ્ટન પોસ્ટ’નું શીર્ષક છે, ‘મોદીએ યુક્રેનમાં યુદ્ધ માટે પુતિનને ઠપકો આપ્યો’. અખબારે લખ્યું, ‘મોદીએ પુતિનને આશ્ચર્યજનક જાહેર ઠપકો આપતા કહ્યું, ‘આધુનિક યુગ યુદ્ધનો યુગ નથી અને મેં તમારી સાથે આ વિશે ફોન પર વાત કરી છે.’ તેમાં કહેવામાં આવ્યું છે કે વૈશ્વિક નિંદાએ 69 વર્ષીય રશિયન નેતાને ચારે બાજુથી “અત્યંત દબાણ” હેઠળ મૂક્યાં છે.

 વડાપ્રધાન મોદીની વાત પર પુતિનનો જવાબ
પુતિને મોદીને કહ્યું, ‘હું યુક્રેનમાં સંઘર્ષ મુદ્દે તમારું વલણ જાણું છું, હું તમારી ચિંતાઓથી વાકેફ છું, જેના વિશે તમે વારંવાર જણાવો છો. અમે શક્ય તેટલી વહેલી તકે તેને રોકવા માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છીએ. કમનસીબે, વિપક્ષ યુક્રેનના નેતૃત્વએ વાટાઘાટો પ્રક્રિયાને છોડી દેવાની જાહેરાત કરી. તેમણે કહ્યું કે તે સૈન્ય માધ્યમથી એટલે કે ‘યુદ્ધભૂમિ પર’ પોતાનું લક્ષ્ય હાંસલ કરવા માંગે છે. તેમ છતાં, અમે તમને ત્યાં શું થઈ રહ્યું છે તેની માહિતી આપીશું.
ધ ન્યૂ યોર્ક ટાઈમ્સે શું લખ્યું?
તે ‘ધ વોશિંગ્ટન પોસ્ટ’ અને ‘ધ ન્યૂયોર્ક ટાઇમ્સ’ના વેબપેજની હેડલાઇન હતી. ‘ધ ન્યૂયોર્ક ટાઈમ્સે’ કેપ્શન આપ્યું, ‘ભારતના નેતા પુતિનને કહે છે કે આ યુદ્ધનો સમય નથી’. તેમણે લખ્યું, ‘બેઠકનો સ્વર મૈત્રીપૂર્ણ હતો અને બંને નેતાઓએ તેમના લાંબા ઇતિહાસનો ઉલ્લેખ કર્યો. મોદીએ ટિપ્પણી કરતા પહેલા પુતિને કહ્યું હતું કે તેઓ યુક્રેનમાં યુદ્ધ અંગે ભારતની ચિંતાઓને સમજે છે.
‘જિનપિંગ યુક્રેનનો ઉલ્લેખ ટાળતા જોવા મળ્યા’
અખબારે કહ્યું, “યુક્રેન હુમલા બાદ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની પુતિન સાથેની પ્રથમ વન-ટુ-વન મુલાકાતના એક દિવસ બાદ વડાપ્રધાને આ ટિપ્પણી કરી હતી.” શી જિનપિંગે રશિયન પ્રમુખ કરતાં વધુ શાંત સ્વર અપનાવ્યો અને તેમના જાહેર નિવેદનોમાં યુક્રેનનો ઉલ્લેખ ટાળવાનો પ્રયાસ કર્યો.