Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

યુક્રેનમાં નરસંહાર પછી અમેરિકાએ પુતિનની દિકરીઓ પર લગાવ્યો પ્રતિબંધ

01:45 AM Apr 26, 2023 | Vipul Pandya

યુક્રેન અને રશિયા
વચ્ચે હજુ પણ યુદ્ધ ચાલી રહ્યું છે. હાલમાં આ યુદ્ધ નરસંહાર બની રહ્યું છે. યુક્રેનના
બુચામાં રશિયન સેનાના ઘાતકી હુમલા બાદ સમગ્ર વિશ્વમાં ગુસ્સો છે. અમેરિકાએ હવે
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની બંને પુત્રીઓ પર બીજા પ્રતિબંધો વધારવાની
સાથે પ્રતિબંધો લગાવ્યા છે. એવા પણ સમાચાર છે કે
EU પણ પુતિનની દીકરીઓ
પર પ્રતિબંધ મૂકવા માંગે છે. પુતિનને મારિયા વોરોન્ટ્સોવા નામની એક પુત્રી છે અને
બીજીનું નામ કેટેરીના ટીખોનોવા છે.


એવું માનવામાં આવે
છે કે પુતિનના પરિવાર પર પ્રતિબંધ પછી તેમના પર દબાણ વધશે. જોકે
હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે તેમની દીકરીઓની રશિયાની બહાર કોઈ
મિલકત છે કે નહીં. પુતિને તેમની પુત્રીઓ વિશેની માહિતી ખૂબ જ ગુપ્ત રાખી છે. એવું
કહેવાય છે કે તેઓને જુદા જુદા નામોથી બોલાવવામાં આવે છે અને પુતિને ક્યારેય તેમની
પુત્રીઓના નામની પુષ્ટિ કરી નથી. પુતિનની પુત્રીઓના કોઈ સત્તાવાર ફોટા પણ જાહેર
કરવામાં આવ્યા નથી.


અમેરિકાએ પુતિનની
પુત્રીઓની સાથે રશિયન બેંકો પર પણ દંડ વધાર્યો છે. તમને જણાવી દઈએ કે રશિયન સેનાએ
યુક્રેનની રાજધાની કિવમાં નરસંહાર કર્યો હતો. જેમાં ઓછામાં ઓછા 410 નાગરિકો માર્યા
ગયા હતા. આ ગંભીર મુદ્દા પર યુએનએસસીમાં પણ ચર્ચા થઈ હતી. આ દરમિયાન રાષ્ટ્રપતિ
ઝેલેન્સકીએ કહ્યું કે રશિયન સેનાએ લોકોને ટેન્ક નીચે કચડી નાખ્યા. તેમણે એવો પણ
આરોપ લગાવ્યો હતો કે રશિયન સૈન્યએ તેમના બાળકોની સામે મહિલાઓ પર બળાત્કાર કર્યો
હતો. આ પછી
એવું કહેવામાં આવી રહ્યું છે કે EU વધારાના પ્રતિબંધો
પણ લાદી શકે છે.


પુતિનની દીકરીઓની
વાત કરીએ તો બંનેએ રશિયાની યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે અને તેઓ ઘણી ભાષાઓમાં
જાણકાર છે. મળતી માહિતી મુજબ
પુતિનની મોટી પુત્રી એક કંપની ચલાવે
છે. તે હેલ્થકેર સંબંધિત કંપની છે. જ્યારે બીજી દીકરી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ
ઈન્સ્ટિટ્યૂટ ચલાવે છે. એવું કહેવાય છે કે રશિયામાં પુતિનની પુત્રીઓ વિશે મીડિયા
કવરેજની મંજૂરી નથી.