+

UPSC Student Pawan Kumar: UPSC માં 239 ક્રમ મેળવનાર વિદ્યાર્થીએ જીવનના સંઘર્ષમાં પ્રથમ સ્થાને આવ્યો

UPSC Student Pawan Kumar: 16 એપ્રિલના રોજ દેશમાં UPSC (યુનિયન પબ્લિક સર્વિસ કમિશન) 2023 નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. આ પરિણામમાં લખનૌના આદિત્ય શ્રીવાસ્તે પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો હતો.…

UPSC Student Pawan Kumar: 16 એપ્રિલના રોજ દેશમાં UPSC (યુનિયન પબ્લિક સર્વિસ કમિશન) 2023 નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. આ પરિણામમાં લખનૌના આદિત્ય શ્રીવાસ્તે પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો હતો. તો બીજી તરફ ટોપ 5 માં બે યુવતીઓએ પણ સ્થાન મેળવ્યું હતું. પરંતુ આ પરિણામમાં 239 માં સ્થાન પર આવેલા Pawan Kumar એ UPSC માં નહીં, પણ જીવનના સંઘર્ષમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે.

  • પવન કુમારની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી
  •  તાડપત્રી પાથરીને ઘરની છત બનાવી
  • પિતા અને મોટી બહેન ઘરનું ગુજરાન ચલાવી રહ્યા

એક અહેવાલ અનુસાર, ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાં રહેતા Pawan Kumar એ સફળતાની ગાથામાં એક નવી મિસાલ કાયમ કરી બતાવી છે. Pawan Kumar ના જીવનમાં આર્થિક ક્ષેત્રે તમામ સુવિધાઓનો અભાવ હોવા છતાં UPSC પરીક્ષા પાસ કરી બતાવી છે. તે પ્રથમ વ્યક્તિ છે જેણે બુલંદશહેર જિલ્લામાંથી UPSC પરીક્ષા પાસ કરી છે. તેના ઘરની વાત કરીએ તો પવનનું ઘર માત્ર સરકારી થાંભલા સાથે તાડપત્રીને બાંધેલું છે. પરંતુ આજે પવન કુમાર અને તેનું ઘર યુવાનો માટે એક ઉત્તમ ઉદાહરણ બનીને સામે આવ્યું છે.

જંગલમાંથી લાવેલા લાંકડા વડે ભોજન બનાવવામાં આવે

Pawan Kumar ના પરિવારની વાત કરીએ તો તેના પરિવારમાં તેમની માતા ગૃહિણી છે. તો પિતા ખેતી કામ કરે છે. તેને 3 બહેના છે. સૌથી મોટી બહેન ગોલ્ડી B.A.ની પરીક્ષા પછી એક ખાનગી શાળામાં ભણાવે છે, બીજી બહેન સૃષ્ટિ જે હાલમાં B.A કરી રહી છે. તે તેની પરીક્ષા આપી રહી છે અને સૌથી નાની બહેન સોનિયા ધોરણ 12માં અભ્યાસ કરે છે. આજે પણ Pawan Kumar ના ઘરમાં ગેસ નહીં, જંગલમાંથી લાવેલા લાંકડા વડે ભોજન બનાવવામાં આવે છે.

છત્તીસગઢના IAS તેમના ઘરનો વીડિયો શેર કર્યો

એક વખત જ્યારે Pawan Kumar ને ફોનની જરૂર પડી હતી. ત્યારે પરિવારના તમામ સભ્યોએ સાથે મળી મજૂરી કરીને રૂ. 3200 ની કિંમતનો ફોન ખરીદીને આપ્યો હતો. પરંતુ આજે દેશના દરેક વ્યક્તિ માટે Pawan Kumar એ અનોખી મિસાલ કાયમ કરી છે. તે ઉપરાંત Pawan Kumar માટે 2009 છત્તીસગઢ કેટરના IAS અવનીશ શરણે Pawan Kumar ની મહેનતને લગતો એક વીડિયો સોશિયલ મીડિયામાં મૂક્યો છે. અને લખ્યું છે મહેનતુ લોકો પોતોનું નસિબ જાતે લખે છે.

પવન કુમાર કેવી રીતે શિક્ષણ મેળવીને UPSC પાસ કરી

Pawan Kumar ના પિતા મુકેશભાઈ જણાવે છે કે, પવને તેના મામાના ઘરે પચગઈ જિલ્લાના રૂપવાસમાંથી ધોરણ 8 સુધી શિક્ષણ મેળવ્યું હતું. જિલ્લાના બુકલાના ગામમાં આવેલી નવોદય વિદ્યાલયમાં ધોરણ 9 થી 12 સુધીનું શિક્ષણ મેળવ્યું અને પછી અલ્હાબાદ યુનિવર્સિટીમાંથી ભૂગોળ પોલિટિકલ કર્યું. આ પછી તેણે મુખર્જી નગર સ્થિત એક ખાનગી કોચિંગ સેન્ટરમાં ટ્રેનિંગ લીધી. હાલમાં પવનની ઉંમર લગભગ 24 વર્ષની છે.

Pawan Kumar એ UPSC પરીક્ષા માટે મોટા ભાગે સ્વ-અભ્યાસ અને વેબસાઈટનો ઉપયોગ કરતા હતા. Pawan Kumar ને આ સફળતા 3 પ્રયાસમાં મળી છે. તે ઉપરાંત Pawan Kumar એ UPSC પરીક્ષા પાસ કરી, ત્યારે ગામના તમામ લોકો પવન કુમારને શુભેચ્છા પાઠવા તેમના નિવાસસ્થાને મીઠાઈ લઈને આવ્યા હતા.

આ પણ વાંચો: Jammu and Kashmir : DPAP ના અધ્યક્ષ ગુલામ નબી આઝાદ નહીં લડે ચૂંટણી…

આ પણ વાંચો: TMC Manifesto Declared: CM મમતા બેનર્જીએ ઘોષણા પત્રમાં CAA દેશમાં રદ કરવાની જાહેરાત કરી

આ પણ વાંચો: Naxalite Encounter : કાંકેર એન્કાઉન્ટર પર અમિત શાહે કહ્યું- દેશમાંથી નક્સલવાદને જડમૂળથી ઉખાડીશું…

Whatsapp share
facebook twitter