+

UPSC 2023 Student Sarika: દિવ્યાંગ વિદ્યાર્થિનીએ માત્ર 3 આંગળીઓ વડે દેશની સૌથી કઠિન પરીક્ષા પાસ કરી

UPSC 2023 Student Sarika: દેશમાં સૌથી કઠિન પરીક્ષા તરીકે UPSC (યૂનિયન પબ્લિક સર્વિસ કમિશન) ને ગણવામાં આવે છે. UPSC પરીક્ષાને પાસ કરવા માટે દેશમાં લાખો વિદ્યાર્થીઓ દિવસ-રાત ભૂખ્યા-તરસ્યા મહેનત કરતા…

UPSC 2023 Student Sarika: દેશમાં સૌથી કઠિન પરીક્ષા તરીકે UPSC (યૂનિયન પબ્લિક સર્વિસ કમિશન) ને ગણવામાં આવે છે. UPSC પરીક્ષાને પાસ કરવા માટે દેશમાં લાખો વિદ્યાર્થીઓ દિવસ-રાત ભૂખ્યા-તરસ્યા મહેનત કરતા હોય છે. તેમ છતા ગણતરી પાત્ર લોકો જ આ પરીક્ષામાં પાસ થતા હોય છે. આ વર્ષે કુલ 5,92,141 લોકોએ UPSC પરીક્ષા આપી હતી. તેમાંથી માત્ર 1016 લોકો પરીક્ષામાં પાસ થયા હતા. તો બીજી બાજુ કેન્દ્રીય વિભાગામાં માત્ર 1105 જેટલી જગ્યાઓ ખાલી પડેલી છે.

  • UPSC 2023 માં 922 મો ક્રમાંક મેળવ્યો સારિકાએ
  • સારિકા cerebral palsy બીમારીથી પીડિત
  • તેના શરીરમાં માત્ર 3 આંગળીઓ કાર્યરત

એક અહેવાલ અનુસાર, આ વર્ષે UPSC 2023 ની પરીક્ષામાં પાસ કરનાર એક વિદ્યાર્થીની કેરલના કોજીકોડની પણ છે. પરંતુ આ પરીક્ષા પાસ કરવા માટે કેરલની વિદ્યાર્થિની સારિકા માટે સંઘર્ષ માત્ર પરિક્ષા પૂરતું ન હતું. તેની લડાઈ પરીક્ષા પહેલા પોતાની સાથે હતી. સારિકાની ઉંમર 23 વર્ષ છે. આ વર્ષે તેમણે UPSC 2023 માં 922 ક્રમાંક મેળવ્યો છે.

સારિકાના શરીમાં માત્ર 3 આંગળી કામ કરે છે

વાસ્તવિકતામાં કેરલની સારિકા દિવ્યાંગ છે. સારિકા cerebral palsy નામની ગંભીર બીમારીથી પીડિત છે. આ બીમારીથી સારિકાના શરીરમાં 90 ટકા અંગ હલન-ચલન કરી શકતા નથી. શરીરમાં માત્ર તેના માથાનો ભાગ અને 3 આંગળીઓ યોગ્ય રીતે કામ કરે છે. તેનો એક બાજુનો હાથ અને કમરની નીચેનો ભાગ સંપૂર્ણ પણે હલન-ચલન કરી શકતો નથી.

સારિકાને UPSC ના ઈન્ટરવ્યુમાં શું પૂછવામાં આવ્યું?

તેમણે જણાવ્યું હતું કે, UPSC 2023 ના ઈન્ટરવ્યુ રાઉન્ડમાં તેઓ વ્હીલચેરન પર દિલ્હી જઈને પરીક્ષા આપી હતી. તેમને ઈન્ટરવ્યુની દરમિયાન સૌથી વધારે તેમના જીવન અને તેમના જિલ્લા વિશે પૂછવામાં આવ્યું હતું. તેમના પિતા કતારમાં કામ કરે છે. તો તેમની માતા તેમની સાથે રહે છે. તે ઉપરાંત તેમની નાની બહેન પણ તેમની સાથે રહે છે અને એ તેનું પ્રાથમિક શિક્ષણ મેળવી રહી છે.

શું છે cerebral palsy?

cerebral palsy મગજ અને સ્નાયુઓને લગતી બીમારી છે. આ રોગ બાળકોમાં અને શિશુઓમાં જોવા મળે છે. આ રોગ 4 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં જોવા મળે છે. આ રોગ ચેપી નથી. તે મગજના નુકસાનને કારણે થાય છે, જે સામાન્ય રીતે જન્મ પહેલાં, દરમિયાન અથવા તેના થોડા સમય પછી થાય છે. દરેક વ્યક્તિમાં આ રોગના લક્ષણો અલગ-અલગ હોય છે. આ રોગમાં સ્નાયુઓમાં ખેંચાણ, સ્નાયુઓનું સંકોચન, શરીરના એક ભાગનો બીજા કરતાં વધુ ઉપયોગ કરવામાં અસમર્થતા, ખાવામાં કે ગળવામાં તકલીફ, બોલવામાં કે મુશ્કેલીથી શબ્દો નીકળવા, વધુ પડતી લાળ, ઘૂંટણ જેવા લક્ષણો જોવા મળે છે.

આ પણ વાંચો: UPSC Student Pawan Kumar: UPSC માં 239 ક્રમ મેળવનાર વિદ્યાર્થીએ જીવનના સંઘર્ષમાં પ્રથમ સ્થાને આવ્યો

આ પણ વાંચો: Good For Knowledge : જો તમારી જગ્યાએ અન્ય કોઈ મતદાન કરે તો તેનો ઉકેલ શું છે? અહીં જાણો…

આ પણ વાંચો: Jammu and Kashmir : DPAP ના અધ્યક્ષ ગુલામ નબી આઝાદ નહીં લડે ચૂંટણી…

Whatsapp share
facebook twitter