Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

આ સ્ટેજ પર બાળકો સાથે ઉંઘવાનું બંધ કરી દેવું જોઈએ.

09:21 AM Apr 24, 2023 | Vipul Pandya

આ સ્ટેજ પર બાળકો સાથે ઉંઘવાનું બંધ કરી દેવું જોઈએ..
એ જાણવું ખૂબ જ જરૂરી છે કે કયા સ્ટેજ પર તમારે તમારા બાળકો સાથે ઉંઘવાનું બંધ કરી દેવું જોઈએ.
 જ્યારે તમારા બાળકોમાં શારીરિક બદલાવ નજર આવે ત્યારે તેમની સાથે ઉંઘવાનું બંધ કરવું જોઈએ. તેને પ્રી-પ્યુબર્ટી (યૌવનારમ્ભ) કહેવાય છે. પ્રી-પ્યુબર્ટી તે સમયે કહે છે કે જ્યારે તમારા બાળકોનું સેક્સ્યુઅલ રૂપે શરીર પુખ્ત થાય છે. આ દરમિયાન છોકરીઓમાં બ્રેસ્ટનો વિકાસ અને પુરુષોમાં દાઢ-મૂંછ વધવું, પ્રાઈવેટ પાર્ટના આકારમાં વૃદ્ધિ જેવા શારીરિક પરિવર્તન થાય છે.  ‘પ્રી-પ્યુબર્ટી એ સમય હોય છે, જ્યારે તમારે તમારા બાળકો સાથે ઉંઘવું બંધ કરી દેવું જોઈએ.

પ્યુબર્ટી ફેઝ શરૂ થવાની સરેરાશ ઉંમર છોકરીઓમાં 11 વર્ષ અને છોકરાઓમાં 12 વર્ષ હોય છે. જોકે, છોકરીઓમાં 8 વર્ષથી 13 વર્ષ વચ્ચે પ્યુબર્ટી શરૂ થઈ જવું પણ સામાન્ય છે. ત્યાં જ પ્યુબર્ટી 9 વર્ષથી લઈને 14 વર્ષની ઉંમર વચ્ચે શરૂ થઈ શકે છે.

પ્યુબર્ટીના સમય દરમિયાન બાળકોના શરીરમાં ઘણા પ્રકારના બદલાવ આવે છે. તેવામાં એ જરૂરી છે કે તમે બાળકોને સ્પેસ આપો. જેથી તે પણ સહજ અનુભવી શકે. જો તમે બાળકોને પણ એક બેડ પર ઉંઘાડો  છો, તો તે તમારી પ્રાઇવેસીને પણ પ્રભાવિત થાય છે.

જો કે, તમે ચોક્કસ ખાતરી કરો કે તમારું બાળક જો બીજા રૂમમાં ઉંઘતા હોય તો, તેમને સુરક્ષિત અને સહજ અમુભવી શકે. જ્યારે તમારું ટીનેજર બાળક કોઈ વાતને લઈને ચિંતિત બોય તો પણ તેને પોતાની સાથે ઉંઘવા માટે કહી શકો છો.