+

ઉત્તર પ્રદેશની 27 વિધાનપરિષદ સીટ માટે મતદાન, જાણો વિધાન પરિષદ વિષે તમામ વિગત

ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઇ ચુકી છે. વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે. હવે વિધાન પરિષદ ચૂંટણી 2022 માટે આજે મતદાન ચાલી રહ્યું છે. 27 સ્થાનિક સત્તામંડળો માટે મતદાન ચાલી રહ્યું છે. 95 ઉમેદવારો મેદાનમાં છે. મોટાભાગની સીટો પર ભાજપ અને સમાજવાદી પાર્ટી વચ્ચે સીધો મુકાબલો છે. કાઉન્સિલના સ્થાનિક સત્તાવાળા વિસ્તારમાં 36 બેઠકોમાંથી ભાજપે 9 બેઠકો બિનહરીફ જીતી લીધી છે. બાકીન
ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઇ ચુકી છે. વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે. હવે વિધાન પરિષદ ચૂંટણી 2022 માટે આજે મતદાન ચાલી રહ્યું છે. 27 સ્થાનિક સત્તામંડળો માટે મતદાન ચાલી રહ્યું છે. 95 ઉમેદવારો મેદાનમાં છે. મોટાભાગની સીટો પર ભાજપ અને સમાજવાદી પાર્ટી વચ્ચે સીધો મુકાબલો છે. કાઉન્સિલના સ્થાનિક સત્તાવાળા વિસ્તારમાં 36 બેઠકોમાંથી ભાજપે 9 બેઠકો બિનહરીફ જીતી લીધી છે. બાકીની 27 બેઠકો માટે આજે મતદાન ચાલી રહ્યું છે.  12 એપ્રિલે પરિણામ જાહેર કરવામાં આવશે
ગોંડામાં વિધાન પરિષદ (MLC)ના સભ્યની ચૂંટણી માટે શનિવારે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મતદાન શરૂ થયું હતું. દરેક કેન્દ્ર પર મેજિસ્ટ્રેટની દેખરેખ હેઠળ મતદાન થઈ રહ્યું છે. સવારે 8 વાગ્યાથી શરૂ થયેલા મતદાનમાં પ્રમાણમાં ઓછી ભીડ જોવા મળી હતી. સાંજે 4 વાગ્યા સુધી મતદાન ચાલશે. બંને જિલ્લાના 4908 મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરીને ચૂંટણી લડી રહેલા ત્રણ ઉમેદવારોનો હિસ્સો નક્કી કરશે. સમાજવાદી પાર્ટીના કબજા હેઠળની આ સીટ પર આ વખતે સપાએ નિવૃત થતા એમએલસી મહફૂઝ ખાનને બદલે બલરામપુરના ડો. ભાનુ કુમાર ત્રિપાઠીને ઉમેદવાર બનાવ્યા છે. બીજી તરફ સત્તાધારી પક્ષ ભાજપે પૂર્વ ધારાસભ્ય અવધેશ કુમાર સિંહ ઉર્ફે મંજુ સિંહને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. 
ગોંડાના  જિલ્લા પ્રમુખ આનંદ સ્વરૂપ અને પપ્પુ યાદવ પણ આ બેઠક માટે અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં છે. ચૂંટણી નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ થાય તે માટે વહીવટીતંત્ર દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારી ડો.ઉજ્જવલ કુમાર અને એસપી સંતોષ કુમાર મિશ્રાએ મતદાન મથકોની મુલાકાત લઈ સુરક્ષા વ્યવસ્થાનો જહાજ લીધો હતો. 287 લોકોએ મતદાન માટે પોતાના સહયોગી પણ લીધા છે. મતદાન મથકોની ચકાસણી બાદ જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. 

શું છે વિધાન પરિષદ ? 
વિધાન પરિષદ સ્થાયી ગૃહ છે. તે ભંગ થતું નથી. વિધાન પરિષદના 1/3 સભ્યો દર 2 વર્ષે નિવૃત થાય છે. વિધાન પરિષદના સભ્યોનો કાર્યકાળ 6 વર્ષનો હોય છે. વિધાન પરિષદ માટે સભ્ય બનવા તે ભારતનો નાગરિક હોવો જોઈએ. 30 વર્ષની ઉમર  હોવી જરૂરી છે. લાભનું પદ્દ ધરાવતો ન હોવો જોઈએ. 
MLA  અને MLC વચ્ચેનો તફાવત 
MLAનું ફૂલ ફોર્મ મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી હોય છે. જ્યારે MLCનું ફૂલ ફોર્મ મેમ્બર ઓફ લેજિસ્લેટિવ કાઉન્સિલ હોય છે. MLA કોઈ રાજ્યની વિધાનસભાના સભ્ય હોય છે. જ્યારે MLC કોઈ રાજ્યના વિધાન પરિષદના સભ્ય હોય છે. MLA તરીકે ચૂંટાવાની ઉંમર ઓછામાં ઓછી 25 વર્ષ હોય છે. જ્યારે MLC ચૂંટાવાની ઓછામાં ઓછી ઉંમર 30 વર્ષ હોય છે. ધારાસભ્યની ચૂંટણી સીધી રીતે લોકો કરે છે. જ્યારે એમએલસીની ચૂંટણી અપ્રત્યક્ષ રીતે થાય છે. ધારાસભ્યનો કાર્યકાળ 5 વર્ષનો હોય છે. MLCનો કાર્યકાળ 6 વર્ષનો હોય છે.

આ રીતે થાય છે ચૂંટણી 
એક તૃતીયાંશ સભ્યોને ધારાસભ્ય ચૂંટે છે. આ ઉપરાંત એક તૃતીયાંશ સભ્યોને નગર નિગમ, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને ક્ષેત્ર પંચાયતના સભ્ય ચૂંટે છે. જ્યારે 1/12 સભ્યને શિક્ષક અને 1/12 સભ્યોને રજિસ્ટર્ડ ગ્રેજ્યુએટ પસંદ કરે છે. યૂપીમાં વિધાન પરિષદની 100માંથી 38 સભ્યોને ધારાસભ્ય ચૂંટે છે. જ્યારે 36 સભ્યોને સ્થાનિક નિગમ ચૂંટણી ક્ષેત્ર અંતર્ગત  જિલ્લા પંચાયત સભ્ય, ક્ષેત્ર પંચાયત સભ્ય અને નગર નિગમ કે નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિ ચૂંટે છે. 10 નોમિનેટેડ સભ્યોને રાજ્યપાલ નોમિનેટ કરે છે. તે સિવાય 8-8 સીટ શિક્ષક ચૂંટણી અને સ્નાતક ચૂંટણી વિસ્તારમાંથી આવે છે.વિધાન પરિષદમાં એક નિશ્વિત સંખ્યાના સભ્ય હોય છે. વિધાનસભાના એક તૃતીયાંશથી વધારે સભ્ય વિધાન પરિષદમાં ન હોવા જોઈએ. ઉદાહરણ તરીકે ઉત્તર પ્રદેશ વિધાનસભાના 403 સભ્ય છે. તો યૂપી વિધાન પરિષદમાં 134થી વધારે સભ્ય હોઈ શકે  નહીં. તે સિવાય વિધાન પરિષદમાં ઓછામાં ઓછા 40 સભ્ય હોવા જરૂરી છે. જોકે એમએલસીનો દરજ્જો ધારાસભ્યની બરોબર હોય છે. યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પહેલી ટર્મમાં MLC બનીને મુખ્યમંત્રી બન્યા હતા. IAS ઓફિસર એ.કે. શર્માને પણ એમએલસી બનાવીને યૂપી કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું હતું.
આટલા રાજ્યમાં છે વિધાન પરિષદ 
દેશના તમામ રાજ્યોમાં વિધાનસભાનું અસ્તિત્વ છે. જ્યારે બીજી બાજુ દેશના 6 રાજ્યોમાં વિધાન પરિષદ છે. જેમાં ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, તેલંગાણા, આંધ્ર પ્રદેશ અને કર્ણાટકનો સમાવેશ થાય છે.
Whatsapp share
facebook twitter