Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

દેશને લૂંટ્યા બાદ હવે કોંગ્રેસની નજર સામાન્ય માણસની સંપત્તિ પર – CM યોગી આદિત્યનાથ

12:30 PM Apr 25, 2024 | PARTH PANDYA

NATIONAL : LUCKNOW (UTTARPRADESH) : ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (CM YOGI ADITYANATH) દ્વારા કોંગ્રેસ પાર્ટીના ઇન્હેરિટન્સ ટેક્સના (INHERITANCE TAX) વિચારનો વખોડી કાઢવામાં આવ્યો છે. સાથે જ તેમણે જણાવ્યું કે, હવે કોંગ્રેસની નજર સામાન્ય માણસની સંપત્તિ પર છે. તેમણે ઉમેર્યું કે, કોંગ્રેસે દેશને 60 – 65 વર્ષ સુધી લૂંટ્યો છે. હવે તેઓ સંપત્તિને રોંહિગ્યાસમાં વહેંચવા માંગે છે, આ તેમની વોટ બેંક પોલીસીનો એક ભાગ છે.

કોંગ્રેસે દેશના સંસાધનોને 60 – 65 વર્ષ સુધી લૂંટ્યા

ઉત્તરપ્રદેશના યોગી આદિત્યનાથ જણાવે છે કે, કોંગ્રેસની દેશ અને દેશના સામાન્ય નાગરિકો પ્રત્યેની માનસીકરતા ગઇ કાલે છતી થવા પામી છે. આ અંગેના સંકેતો તેમના ચૂંટણી ઢંઢેરામાં પણ જોવા મળ્યા હતા. ગઇ કાલે સામ પિત્રોડા અને પૂર્વ ગૃહમંત્રી દ્વારા વકાલત કરવામાં આવી હતી. કોંગ્રેસે દેશના સંસાધનોને 60 – 65 વર્ષ સુધી લૂંટ્યા છે. હવે તેમની નજર સામાન્ય માણસની સંપત્તિ પર છે. જેને લઇને તેઓ ઇન્હેરિટન્સ ટેક્સની વાતો કરી રહ્યા છે. સંપત્તિને તેઓ ઘૂસણખોરોમાં વહેંચવા માટે માંગે છે. દેશના વિવિધ ભાગોમાં કરોડો રોહિંગ્યાસને ઘૂસાડવા પાછળ કોંગ્રેસની વોટ બેંક પોલીસી જવાબદાર છે, કોણ નથી જાણતું ? તેઓ રાષ્ટ્રના ભોગે રાજનિતી કરીને ઇન્હેરિટન્સ ટેક્સની વાત કરી રહ્યા છે.

દેશના ભાગલા પાડવા જેવું છે

તેમણે ઉમેર્યું કે, કોંગ્રેસે 2014 માં વિદાય લીધી તે સારૂ થયું, નહિ તો આ તે સમયે જ લાગુ પડી ગયું હોત. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કર્ણાટક સરકાર દ્વારા મુસ્લિમોને ઓબીસી હેઠળ આવરી લેવામાં આવેલા પગલાંને વખોડી કાઢ્યો છે. તેમણે કહ્યું કે, આ દેશના ભાગલા પાડવા જેવું છે. સાથે જ તેમણે પહેલાની સરકારો દ્વારા આ પ્રકારના કરવામાં આવેલા પ્રયાસો અંગે પણ જણાવ્યું હતું.

આ પણ વાંચો — ફેમસ યુટ્યુબર મનીષ કશ્યપ ભાજપમાં જોડાશે, બિહારમાં NDA નો પ્રચાર કરશે