+

UP : 80 વર્ષના પૂજારીએ આચર્યું કુકર્મ, 8 વર્ષની બાળકી સાથે આચર્યું દુષ્કર્મ

યુપીના કાનપુરમાંથી એક શરમજનક કિસ્સો સામે આવ્યો છે. કાનપુરમાં એક 80 વર્ષના પૂજારીએ 8 વર્ષની બાળકીની શારીરિક છેડતી કરી હોવાની ઘટના ઘટી છે. શનિવારે બપોરે પીડિતાના પિતાએ આરોપી પૂજારીને રંગે…

યુપીના કાનપુરમાંથી એક શરમજનક કિસ્સો સામે આવ્યો છે. કાનપુરમાં એક 80 વર્ષના પૂજારીએ 8 વર્ષની બાળકીની શારીરિક છેડતી કરી હોવાની ઘટના ઘટી છે. શનિવારે બપોરે પીડિતાના પિતાએ આરોપી પૂજારીને રંગે હાથ પકડ્યો હતો.

મહત્વનું છે કે, બારા વિસ્તારમાં 80 વર્ષના એક બાબાએ આઠ વર્ષની માસૂમ બાળકીને લલચાવી ફોસલાવીને ઝૂંપડીમાં લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હતો. શનિવારે પિતાએ બાબાની ઝૂંપડીમાં ડોકિયું કર્યું તો તેમને બાબો બાળકી સાથે ખોટું કામ કરતો જોવા મળ્યો હતો. માતાએ પણ પૂછતા બાળકીએ આખી વાત કહી સંભળાવી હતી.

આ ઘટના બાદ સ્થાનિક લોકોએ પૂજારીને માર માર્યો હતો અને પોલીસને હવાલે કર્યો હતો. પોલીસે પીડિતાને મેડિકલ માટે મોકલી છે. હાલમાં પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો અને બળાત્કારની કલમો હેઠળ કેસ નોંધ્યો છે. આ ઘટના બાદ માતાએ તેમની દીકરીને પૂછ્યું ત્યારે તેણે બધી વાત કહી સંભળાવી હતી. તેણે કહ્યં કે છ દિવસથી ટોફી અને પૈસાની લાલચ આપીને ખોટા કામ કરી રહ્યો છે. આ સાંભળીને દંપતીના હોશ ઉડી ગયા હતા. થોડા સમય બાદ લોકોની ભીડ એકઠી થઈ ગઈ.

આ પણ વાંચો : Odisha Train Accident : જાણો PM મોદીને કોને અને શા માટે કરવો પડ્યો ઘટના સ્થળેથી ફોન

Whatsapp share
facebook twitter