+

Surat: સુરતમાં મહિલા મંડળ દ્વારા અનોખી રીતે લોક કલ્યાણ કાર્યો

અહેવાલ રાબિયા સાલેહ સુરતને દાતા ઓની નગરી તરીકે ઓળખવમાં આવે છે, કોઈપણ ધાર્મિક કે સામાજિક કાર્ય હોય તેમાં સુરતીઓ કાયમ અગ્રેસર રહે છે, એમાં પણ મહિલાઓનું એક મંડળની વિદેશ સુધી…

અહેવાલ રાબિયા સાલેહ

સુરતને દાતા ઓની નગરી તરીકે ઓળખવમાં આવે છે, કોઈપણ ધાર્મિક કે સામાજિક કાર્ય હોય તેમાં સુરતીઓ કાયમ અગ્રેસર રહે છે, એમાં પણ મહિલાઓનું એક મંડળની વિદેશ સુધી પ્રશંસા કરવામાં આવી રહી છે.

સુરતમાં અનોખી રીતે મહિલા મંડળ દ્વારા સામાજિક કલ્યાણ કાર્ય કરાયું

સુરતમાં પોતાનું પાછલા જન્મોનું લેણું ચૂકવી ઋણમુક્ત થનારું મંડળ એટલે અડાજણનું અનાવિલ સહિયર-સખી મંડળ તરીકે ઓળખાય છે. તેમના દ્વારા છેલ્લાં નવ વર્ષમાં લગ્ન પ્રસંગોમાં ગીતો અને ફટાણાં ગાઈને મહેનતાણું ભેગું કરવામાં આવ્યું છે. તે વેતનનો કુલ આકંડો 46 લાખ રૂપિયા સામે આવ્યો છે. આ સમગ્ર રકમ સમાજમાં જરૂરિયાતમંદોને અર્પણ કરવામાં આવી છે. તે પણ જમણા હાથે આપો તો ડાબા હાથ ને ના ખબર પડે…

છેલ્લા નવ વર્ષથી આ મંડળ દ્વારા લોક કલ્યાણના કાર્યો કરવામાં આવી રહ્યાં

અનાવિલ સહિયર-સખી મંડળ માં કુલ 500 જેટલા લોકો છે જેમાંથી આ મંડળ સાથે જોડાયેલી 30 થી વધુ મહિલાઓ સંગીતકાર છે. છેલ્લા નવ વર્ષથી 450 થી વધારે વિવાહ પ્રસંગોમાં લગ્નગીત ગાયેલા છે. તે ઉપરાંત જ્યાં સામાજિક કે ખાનગી સંસ્થાઓ પણ ના જઈ શકે એવા ગામોમાં આ બહેનો અનાજથી લઈને કપડાં સુધીની તમામ ઘરવખરી પહોંચાડે છે. આ મંડળની લોકપ્રિયતા એટલી બધી છે કે, તેઓ સુરત અમદાવાદ ગાંધીનગર મુંબઈ મહારાષ્ટ્ર તમામ સ્થળોએ જઈ આવ્યા અને હવે વિદેશમાં પણ તેમના ગીતોની ડિમાન્ડ થઈ રહી છે. જેથી આ મડળનું લોકોએ બુકિંગ એક વર્ષ પહેલાં કરાવી લેવું પડે છે. હાલ પણ માર્ચ સુધી તેમને ગીત ગવવાના ઓર્ડર મળ્યા છે.

લોકોના જીવનમાં પ્રકાશ ફેલાવવાના કાર્યો સતત કાર્યરત

અડાજણના અનાવિલ સહિયર-સખી મંડળની સેવાકીય પ્રવૃત્તિઓ વિશે જાણીને લોકો તેમને લગ્નગીત ગાવાના 11 હજારથી લઈને એક લાખ સુધીની બક્ષિસ આપે છે.જે બાદ તેઓ દ્વારા દેવામાં ડૂબેલા લોકોને બેઠાં કરવા તેમને જીવન જીવવાની એક નવી તક આપવા મદદરૂપ થાય છે તેમજ તેઓ દ્વારા જરૂરિયાતમંદોને આખા વર્ષનું અનાજ ભરાવી તેમના બાળકોને સ્વસ્થ્ય રહેવાનો આશીર્વાદ આપે છે.

આ પણ વાંચો: Chhota Udepur: છોટાઉદેપુરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું થયું આગમન

Whatsapp share
facebook twitter