Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ તારીખે આવશે ક્ચ્છ, તૈયારીઓને અપાઇ રહ્યો છે આખરી ઓપ

11:28 PM Aug 05, 2023 | Vishal Dave
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 12 ઓગસ્ટના એક દિવસે કચ્છના પ્રવાસે આવી રહ્યા છે તેઓ વિવિધ કામોનું ખાતમુહૂર્ત કરશે . સૂત્રોના જણાવ્યા પ્રમાણે કંડલામાં ઇન્ડિયન ફાર્મસ ફર્ટિલાઇઝર કો ઓપરેટિવ લિમિટેડ ઇફકો દ્વારા તૈયાર થયેલા અધ્યતન નેનો પ્લાન્ટ નું ગૃહમંત્રી ખાતમૃહુત કરશે.
ત્યારબાદ કોટેશ્વર પહોંચીને મહાદેવના દર્શન કર્યા બાદ સીમા સુરક્ષા દળની સાગર પાખના રૂપિયા 100 કરોડ ઉપરાંતના ખર્ચે બનનારા મુરિંગ પ્લેસ નાના બંદરનું પણ ખાતમુહૂર્ત કરશે
અગાઉ ગૃહ મંત્રીનો પ્રવાસ 13મી તારીખે યોજાવાનો હતો પરંતુ હવે એક દિવસ પહેલા મુલાકાત આવી રહ્યા છે તેઓ ભુજ જેલની પણ મુલાકાત લેશે વહીવટી તંત્ર દ્વારા ગૃહ મંત્રી મુલાકાતને લઈને તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે