Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Lok Sabha : ગૃહ મંત્રી અમિત શાહ જ એક માત્ર ઉમેદવાર..

05:27 PM Feb 26, 2024 | Vipul Pandya

Lok Sabha Election : લોકસભા (Lok Sabha Election) ની ચૂંટણીને લઇને ભાજપે તડામાર તૈયારીઓ શરુ કરી દીધી છે. ભાજપ દ્વારા આજથી તમામ લોકસભા (Lok Sabha) બેઠક પર સેન્સ પ્રક્રિયા શરુ કરી દેવાઇ છે. ભાજપ લોકસભા સીટ વાઇઝ સેન્સ પ્રક્રિયા હાથ ધરાઇ છે. લોકસભા બેઠકના ભાજપ પ્રભારી અને સહ પ્રભારી બે દિવસ સેન્સ પ્રક્રિયા હાથ ધરશે. ઉફરાંત ક્લસ્ટર ઇન્ચાર્જ, પ્રભારી, સહપ્રભારીઓને પણ સેન્સ લેવા સૂચના અપાઇ છે. ભાજપના કાર્યાલયો પર કાર્યકરો અને સ્થાનિક નેતાઓનો મત જાણશે. ઉમેદવારોને પણ સાંભળવામાં આવશે. સવારથી જ વિવિધ લોકસભા બેઠક પર મોટી સંખ્યામાં કાર્યકરો અને ઉમેદવારો પહોંચી રહ્યા છે. સ્થાનિક હોદ્દેદારો, કાર્યકરો, વિવિધ મોરચાના આગેવાનો પણ પોતાનો મત રજૂ કરી રહ્યા છે.

ગાંધીનગર લોકસભા બેઠકની સેન્સ પ્રક્રિયા

ગાંધીનગર લોકસભા બેઠકની સેન્સ પ્રક્રિયાના સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. આજે ગાંધીનગર લોકસભા બેઠક માટે સેન્સ લેવાની પ્રક્રિયા યોજાઇ હતી. આ બેઠકમાં મંત્રી હર્ષ સંઘવી, પ્રભારી સાંસદ મયંક નાયક, કે.સી.પટેલ, ધારાસભ્યો અને સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા હતા.

તમામ આગેવાનો અને કાર્યકરોનો એક જ મત

જો કે ગાંધીનગર લોકસભા બેઠકમાં ઉમેદવાર કોણ હશે તે અંગે તમામ આગેવાનો અને કાર્યકરોનો એક જ મત હતો. સહુનો સર્વાનુમત એ હતો કે આ બેઠક પર કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગાંધીનગર લોકસભાના ઉમેદવાર બને. સેન્સ પ્રક્રિયા દરમિયાન ગાંધીનગર લોકસભા માટે કોઈએ પણ દાવેદારી નોંધાવી નહીં.

અમિત શાહ ગાંધીનગરથી લડે તેવી શક્યતા

ગાંધીનગર લોકસભા માટે અમિત શાહનું નામ સર્વાનુમતે મંજુર કરાયું હતું. હવે ભાજપમાં અણિત શાહ સામે કોઇએ દાવેદારી ના કરતાં અમિત શાહ ફરી ગાંધીનગર લોકસભા બેઠકથી લોકસભા ચૂંટણી લડે તેવું પ્રબળ શક્યતા જોવા મળી રહી છે.

આ પણ વાંચો—-GUJARAT BJP : 27 ફેબ્રુઆરીએ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ