Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ચીન સહિત 5 દેશોમાં કોરોનાના વધતા કેસો બાદ સરકાર એલર્ટ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી કરશે સમિક્ષા બેઠક

06:24 PM Apr 25, 2023 | Vipul Pandya

દેશમાં કોરોનાના (Corona) વધી રહેલા કેસો વચ્ચે કેન્દ્રીય આરોગ્ય મંત્રીશ્રી ડૉ. મનસુખભાઈ માંડવીયા (Mansukh Mandavia) આવતીકાલે ગુરૂવારે એક્સપર્ટની કોર ટીમ સામે સમિક્ષા બેઠક કરશે. મળતી વિગતો અનુસાર દેશમાં ફરીથી કોરોના માથું ઉંચકી રહ્યો છે. બુધવારે દેશમાં 12,249 નવા કેસો સામે આવ્યા જ્યારે 13 દર્દીઓના મોત થઈ ગયા છે.
તાકિદે બેઠક બોલાવાઈ
કેન્દ્રીય આરોગ્ય મંત્રીશ્રી ડૉ.મનસુખ માંડવિયા આવતીકાલે સવારે 11 વાગ્યે દેશમાં કોવિડ19ના વધતા કેસ અંગે નિષ્ણાતોની કોર ટીમ સાથે સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરશે. સુત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે ચીન (China), અમેરીકા (America), સાઉથ કોરિયા (South Korea), જાપાન (Japan) અને બ્રાઝિલમાં (Brazil) કોરોનાના કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે ત્યારે આ વાતને લઈને ભારત સરકાર પણ સતર્ક બની છે. 

રાજ્યોને પણ સુચના
વિદેશમાં કોરોનાના કેસ વધતાં સરકાર સતર્ક થઈ છે. ચીનમાં કોરોનાને લઇ સ્થિતિ ચિંતાજનક છે. જાપાનમાં છેલ્લાં 24 કલાકમાં 1.85 લાખ નવા કેસ નોંધાયા છે ત્યારે કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને સુચના આપી કોરોના સામે નવો એક્શન પ્લાન ઘડવા તૈયારી કરવા કહ્યું છે. જીનોમ સિકવન્સિંગ વધારવા રાજ્યોને સૂચના અપાઈ છે.
કોરોનાના આંકડા
કોરોના રિકવરી રેટ 98.60% છે. અત્યાર સુધીમાં 4,27,25,055 લોકો કોરોના સંક્રમણમાંથી સાજા થયા છે અને મૃત્યુ દર 1.21 ટકા છે. દેશમાં કોવિડ-19 રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં 196.45 કરોડ ડોઝ લોકોને આપવામાં આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, નવા કેસ સામે આવ્યા બાદ દેશમાં સંક્રમિત લોકોની કુલ સંખ્યા વધીને 4,33,31,645 થઈ ગઈ છે જ્યારે મૃત્યુઆંક વધીને 5,24,903 થઈ ગયો છે. તેમજ એક્ટિવ કેસોની સંખ્યામાં 2,300ના વધારા થવાથી 81,687 થયો છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.