Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

GTUએ કામધેનું ચેર અંતર્ગત વિદ્યાર્થીઓએ સજીવ ખેતી વિષય પર તાલીમ મેળવી

10:19 PM Apr 21, 2023 | Vipul Pandya

કૃષિ આપણા દેશના અર્થતંત્રનો આધાર સ્તંભ છે. કૃષિ ક્ષેત્રે નવીનત્તમ ટેક્નોલોજીનો વપરાશ હાલના સમયની જરૂરીયાત છે.આ પ્રકારની તાલીમથી એગ્રી સ્ટાર્ટઅપ સાથે સંકળાયેલ ઉદ્યોગ સાહસીકો અને ખેડૂતોને આર્થિક લાભ મળશે. જે  આત્મનિર્ભરભારત અભિયાનમાં સહભાગી થશે. GTUના કુલપતિ નવીન શેઠે જણાવ્યું હતું..
                 
દેશની 75% જનસંખ્યા કૃષિ આધારીત વ્યવસાય સાથે સંકળાયેલ છે                               
ભારત કૃષિ પ્રધાન દેશ છે. દેશની 75% જનસંખ્યા કૃષિ આધારીત વ્યવસાય સાથે સંકળાયેલ છે. આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સેવવામાં આવેલ 5 ટ્રીલિયન ઈકોનોમીના લક્ષ્યને પહોંચી વળવા માટે કૃષિક્રાંતિ આણવી અત્યંત જરૂરી છે. આ ઉપલક્ષે સરકાર પણ સમયાંતરે વિવિધ પ્રકારના કૃષિમેળાઓ યોજીને ટેક્નોલોજી આધારીત કૃષિ અંગે ખેડૂતોમાં જાગૃતિ ફેલાવવાનું કાર્ય કરે છે. કૃષિ વિકાસમાં ટેક્નોલોજીનો વ્યાપ વધે તે હેતુસર, ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી દ્વારા કામધેનું ચેરની સ્થાપના કરવામાં આવી છે. 
કૃષિ આપણા દેશના અર્થતંત્રનો આધાર સ્તંભ છે: કુલપતિ
તાજેતરમાં જ જીટીયુ કામધેનું ચેર અને શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે જીટીયુના વિદ્યાર્થીઓ માટે ગાય આધારીત સજીવ ખેતી  માટેની તાલીમનું આયોજન કુકમા ભુજ ખાતે કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે , કૃષિ આપણા દેશના અર્થતંત્રનો આધાર સ્તંભ છે.  કૃષિ ક્ષેત્રે નવીનત્તમ ટેક્નોલોજીનો વપરાશ હાલના સમયની જરૂરીયાત છે. આ પ્રકારની તાલીમથી એગ્રી સ્ટાર્ટઅપ સાથે સંકળાયેલ ઉદ્યોગ સાહસીકો અને ખેડૂતોને આર્થિક લાભ મળશે. જે આત્મનિર્ભરભારત અભિયાનમાં સહભાગી થશે. જીટીયુના કુલસચિવ ડૉ. કે. એન. ખેરે ભાગ લેનાર વિદ્યાર્થીઓ અને કામધેનું ચેરના કો-ઓર્ડિનેટર તુષાર પંચાલને આ બદલ અભિનંદન પાઠવ્યા હતાં.
22 વિદ્યાર્થીઓએ આ તાલીમમાં  ભાગ લીધો હતો
એન્જિનિયરિંગ, મેનેજમેન્ટ અને બાયો ટેકનોલોજી શાખાના પંસદગી પામેલા 22 વિદ્યાર્થીઓએ આ તાલીમમાં  ભાગ લીધો હતો. શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટ અત્યાર સુધીમાં 9,000 થી વધુ લોકોને ગાય આધારીત સજીવ ખેતી સંદર્ભે તાલીમ આપી ચૂક્યું છે. તાલીમ દરમિયાન ટ્રસ્ટના મુખ્ય પ્રણેતા શ્રી મનોજભાઈ સોલંકીએ ગાય આધારીત ખેતીના વિવિધ પ્રકલ્પો અને ગૌ આધારીત ઉદ્યોગોનું પ્રેક્ટીકલ જ્ઞાન પૂરું પાડ્યું હતું. 
 વિદ્યાર્થીઓ ખરા અર્થમાં પ્રાકૃતિક સાનિધ્યને માણ્યું હતું
આ ઉપરાંત નિરોગી જીવનશૈલી માટે ગાય આધારીત સજીવ ખેતીના યોગદાન બાબતે પણ માહિતગાર કર્યા હતાં. વિદ્યાર્થીઓએ ગાયના છાણમાંથી બનાવવામાં આવતી ધૂપસળી , દિવાલ ઘડિયાળ , પેન સ્ટેન્ડ અને પૂજાની સામગ્રી વગેરે બનાવવાની તાલીમ મેળવી હતી. આ  ઉપરાંત ગૌમૂત્રમાંથી બનાવવામાં આવતાં ઈમ્યુનિટી બુસ્ટર અને તેના સેવન થકી થતાં તમામ પ્રકારના ફાયદાની વૈજ્ઞાનિક ઢબે પૂરવાર થયેલ રીસર્ચ સંદર્ભે વિસ્તૃત ચર્ચા કરીને માર્ગદર્શન મેળવ્યું હતું. તાલીમ દરમિયાન કચ્છી સંસ્કૃતિની ઓળખ સમા ભૂંગામાં રહીને વિદ્યાર્થીઓ ખરા અર્થમાં પ્રાકૃતિક સાનિધ્યને માણ્યું હતું.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.