+

Gujarat: બકરી ઈદને લઈને સરકારે 8 જેટલા આઇપીએસ અધિકારીઓની રજાઓ રદ કરી

Gujarat: સોમવારે બકરાઈ જેને લઈને જાણે સરકારને કોઈ ઇનપુટ મળ્યા હોય તેમ સરકારે તાત્કાલિક અસરથી આઇપીએસ અધિકારીઓની રજાઓ રદ કરી દેતા ચર્ચાનો વિષય બન્યો છે. ગુજરાત (Gujarat) રાજ્યના સિનિયર અને…

Gujarat: સોમવારે બકરાઈ જેને લઈને જાણે સરકારને કોઈ ઇનપુટ મળ્યા હોય તેમ સરકારે તાત્કાલિક અસરથી આઇપીએસ અધિકારીઓની રજાઓ રદ કરી દેતા ચર્ચાનો વિષય બન્યો છે. ગુજરાત (Gujarat) રાજ્યના સિનિયર અને જુનિયર 8 થી વધુ આઈપીએસ ઓફિસરોને રજા પરથી પરત ફરવું પડ્યું હતું. મીની વેકેશન પર ગયેલા આઈપીએસ ઓફિસરો અને પરિવારને મૂકી પોતાની ફરજ પર તાત્કાલિક અસરથી રવિવારે રાત્રે જ હાજર થવું પડ્યું હતું.

એસપી કક્ષાના અધિકારીઓની રજા રદ કરવામાં આવી

બકરા ઈદને લઈને ગુજરાત રાજ્યમાં આઇપીએસઓની રજા રદ કરવાનો આદેશ ચર્ચાનો વિષય બન્યા હતા. ચારથી વધુ રેન્જ આઈજી અને ચારથી વધુ એસપી કક્ષાના અધિકારીઓની રજા રદ કરવામાં આવી હતી. સરકારના આદેશની તાત્કાલિક પોતાના પોસ્ટિંગ પર હાજર થવું પડ્યું હતું. જેમાં કચ્છ રઈજી ચિરાગ કોરડીયા આઈજી સંદીપ સીંઘ, ગોધરા રેન્જ આઈ જી રાજેન્દ્ર અસારી, રાજકોટ રૂરલ એસ.ટી જયરાજસિંહ રાઠોડ, અમદાવાદ ઝોન 6 ના ડીસીપી સહિતના અધિકારીઓને આજે રાત્રે જ પોતાના પોતાના પોસ્ટિંગ ના સ્થળ પર હાજર થવું પડ્યું હતું.

અનેક અધિકારીઓ પોતાના પરિવાર સાથે રજા પર હતા

રાજ્ય (Gujarat) સરકાર બકરા ઈદને લઈને એલર્ટ પર આવી ગઈ હતી. આઈ બીના ઇનપુટ ના કારણે સિનિયર અને જુનિયર આઇપીએસ અધિકારીઓની રજા રદ કરવાના આદેશ કરવામાં આવ્યા હતા. અનેક અધિકારીઓ પોતાના પરિવાર સાથે રજા પર હતા તેમને પરિવારને મૂકીને પોતાના ફરજ પરત ફરવું પડ્યું હતું. રવિવારે રાત્રે તાત્કાલિક અસરથી તમામ અધિકારીઓએ પોતાનો ચાર્જ સંભાળી લેવો પડ્યો હતો. ઇલેક્શન બાદ આઇપીએસ અધિકારીઓ તેમના પરિવાર સાથે મીની વેકેશન પર ગયા હતા કારણ કે આગામી સમયમાં આવતી રથયાત્રાને પગલે રાજ્યના સિનિયર અને જુનિયર આઇપીએસ અધિકારીઓને રજા મળી શકે તેમ ન હોવાથી એડવાન્સ રજા લીધી હતી. તેમ છતાં બકરા ઈદ માં રજા રથ થતા અધિકારીઓમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

અહેવાલઃ દિર્ઘાયુ વ્યાસ, અમદાવાદ

આ પણ વાંચો: Bharuch: આમોદ પંથકમાં બકરા ઈદને લઇ વૈમનષ્ય ફેલાવાનું કૃત્ય કરનાર મૌલવીની ધરપકડ

આ પણ વાંચો: ભારતીય કસ્ટમ્સના નામે આચરવામાં આવતી છેતરપિંડી સામે CBIC દ્વારા શરૂ કરવામાં આવી ઝુંબેશ

આ પણ વાંચો: Rath Yatra ની તૈયારીઓ સાથે ભગવાનના વાઘા પણ તૈયાર, ભક્તોમાં ભારે ઉત્સાહનો માહોલ

Whatsapp share
facebook twitter