+

Palanpur Temple: પાલનપુરમાં વિશ્વ ઉમિયાધામનું મહાસંમેલન, 10,000થી વધુનું માનવ મહેરામણ ઉમટ્યું

Palanpur Temple: જગતજનની મા ઉમિયાની આસ્થાને વિશ્વભરમાં ઉજાગર કરવાના સંકલ્પ સાથે વિશ્વ ઉમિયાધામ, જાસપુર, અમદાવાદ મુકામે 100 વીઘા જમીનમાં એક હજાર કરોડના સામાજિક નીધિ સહયોગથી વિશ્વની “નવમી અજાયબી” સમા વિશ્વના…

Palanpur Temple: જગતજનની મા ઉમિયાની આસ્થાને વિશ્વભરમાં ઉજાગર કરવાના સંકલ્પ સાથે વિશ્વ ઉમિયાધામ, જાસપુર, અમદાવાદ મુકામે 100 વીઘા જમીનમાં એક હજાર કરોડના સામાજિક નીધિ સહયોગથી વિશ્વની “નવમી અજાયબી” સમા વિશ્વના ઊંચામાં ઊંચા મંદિરનું નિર્માણ કાર્ય થયું રહ્યું છે.

  • મા ઉમિયા માટે સૌથિ ઊંચામાં ઊંચા મંદિરનું નિર્માણ થઈ રહ્યું
  • મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું
  • આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે…

મંદિર આસ્થાનું કેન્દ્ર તો છે, પરંતુ તે સામાજિક તેમજ રાષ્ટ્ર ચેતનાનું કેન્દ્ર બને તેવી વિચારધારા સાથે વિશ્વ ઉમિયાધામ મંદિર નિર્માણ ઉપરાંત શિક્ષણ, રોજગાર, આરોગ્ય, છાત્રાલય, સ્પોર્ટ્સ & કલ્ચરલ, બિઝનેસ ડેવલપમેન્ટ જેવી અનેકવિધ પ્રવૃત્તિઓ સાથે આસ્થા-એકતા અને ઊર્જાના ધામ તરીકે કાર્યરત છે.

મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું

Palanpur Temple

Palanpur Temple

તે અંતર્ગત જગતજનની મા ઉમિયાના દિવ્યરથનું પરિભ્રમણ એપ્રિલ – મે માસમાં બનાસકાંઠા જીલ્લાના દરેક ગામ – તાલુકા સ્તરે થવા થઈ રહ્યું છે. ત્યારે તેના જાગૃતિ અભિયાનના ભાગરૂપે બનાસકાંઠા જીલ્લાની વિવિધ સંસ્થાઓ અને સમાજના સહયોગથી બનાસકાંઠા જીલ્લામાં VUF-બનાસકાંઠા જીલ્લા સંગઠન દ્વારા ભવ્ય “મહાસંમેલન” નું આયોજન કરવામાં આવેલ હતું.

સંસ્થા પ્રમુખ આર.પી.પટેલ જણાવે છે કે…

પાલનપુરના 31 ગામ કડવા પાટીદાર સમાજની વાડીમાં 10 હજારથી વધુ મા ઉમિયાના ભક્તો પધાર્યા હતા. ખાસ કરી પાલનપુર જિલ્લાના વિવિધ ગામોથી મહિલાઓ ઉમટી હતી. આ કાર્યક્રમમાં પત્રકારો દ્વારા લોકસભા ચૂંટણીને લઈ પુછવામાં આવેલા પ્રશ્નમાં સંસ્થા પ્રમુખ આર.પી.પટેલ જણાવે છે કે આગામી લોકસભા ચૂંટણીમાં જે રાજકીય પાર્ટી સનાતન ધર્મની સાથે છે. વિશ્વઉમિયાધામ અને પાટીદારો તેની સાથે છે.

ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે…

પત્રકારો સાથે વાતચીત કરતા આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે વિશ્વઉમિયાધામએ ગુજરાતની પ્રતિષ્ઠિત સંસ્થા છે. અહીં એક હજાર કરોડના ખર્ચે મા ઉમિયાનું વિશ્વનું સૌથી ઊચું મંદિર બની રહ્યું છે તે આપણા ગૌરવની વાત છે. સાથે જ અનેક સેવાકીય કાર્યો ચાલી રહ્યા છે તે પણ મહત્વ પૂર્ણ છે.

અહેવાલ સંજ્ય જોશી

આ પણ વાંચો: Kheda : કો.ઓ. ક્રેડિટ સોસાયટીને 250 તોલા નકલી સોનું પધરાવી લાખોના કૌભાંડનો પર્દાફાશ

આ પણ વાંચો: Election 2024: ચૂંટણી પંચે અરૂણાચલ પ્રદેશ અને સિક્કિમમાં મતગણતરીની તારીખો બદલી

આ પણ વાંચો: Gujarat University : તોડફોડ મામલે 2 આરોપીની ધરપકડ, અત્યાર સુધી 7 લોકોની ઓળખ કરાઈ

Whatsapp share
facebook twitter