+

યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ પુતિનને મળવાનો પ્રસ્તાવ મુક્યો, ઇઝરાયેલને મધ્યસ્થા માટે કહ્યું

યુક્રેન અને રશિયા વચ્ચે જંગ શરુ છે. રશિયા દ્વારા યુક્રેનના વિવિધ શહેરમાં સતત હુમલાઓ કરવામાં આવી રહ્યા છે. અનેક દેશોની નિંદા, આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો છતા પણ રશિયા યુદ્ધ બંધ કરવા માાટે તૈયાર નથી. ઉલ્ટાનું રશિયન સૈનિકો દ્વારા થઇ રહેલા હુમલા વધારે ઘાતકી બની રહ્યા છે. આવી સ્થિતિ વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ જેરુસલેમમાં રશિયન રાષ્ટ્રપતિ પુતિનને મળવાનો પ્રસ્તાવ રજુ કર્યà«
યુક્રેન અને રશિયા વચ્ચે જંગ શરુ છે. રશિયા દ્વારા યુક્રેનના વિવિધ શહેરમાં સતત હુમલાઓ કરવામાં આવી રહ્યા છે. અનેક દેશોની નિંદા, આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો છતા પણ રશિયા યુદ્ધ બંધ કરવા માાટે તૈયાર નથી. ઉલ્ટાનું રશિયન સૈનિકો દ્વારા થઇ રહેલા હુમલા વધારે ઘાતકી બની રહ્યા છે. આવી સ્થિતિ વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ જેરુસલેમમાં રશિયન રાષ્ટ્રપતિ પુતિનને મળવાનો પ્રસ્તાવ રજુ કર્યો છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સકીએ કહ્યું કે તેમણે ઇઝરાયેલના વડા પ્રધાન નફ્તાલી બેનેટને મધ્યસ્થી તરીકે કામ કરવા કહ્યું. યુક્રેનના મીડિયા દ્વારા આ જાણકારી આપનવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરુ થયું તેને 17 દિવસ થઇ ચુક્યા છે. ત્યારે યુક્રેનના મીડિયા રિપોર્ટ્સમાં એવું જણાવવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ ઝેલેન્સકી પુતિન સાથે વાત કરવા માટે તૈયાર છે.  તેમણે જેરુસલેમમાં મંત્રણાનો પ્રસ્તાવ મૂક્યો છે. બીજી તરફ રાજધાની કિવ, ખાર્કીવ અને મેરીયુપોલમાં ઘણી જગ્યાએ હવાઈ હુમલાઓ ઝડપી થયા છે. યુક્રેને એવો પણ દાવો કર્યો હતો કે રશિયન દળોએ મારીયુપોલની બહારના વિસ્તાર પર કબજો કરી લીધો છે અને રશિયા હવે કિવ પર કબજો કરવાની તૈયારી કરી રહ્યું છે. કિવની આસપાસ બંને સેનાઓ વચ્ચેનો સંઘર્ષ પણ વધારે ઉગ્ર બન્યો છે.
25 લાખ લોકોએ યુક્રેન છોડ્યુ  
બીજી તરફ ભીષણ બોમ્બ ધડાકા વચ્ચે યુક્રેનના લોકોમાં ભયનો માહોલ છે. લોકો ત્યાંથી મોટી સંખ્યામાં સ્થળાંતર કરી રહ્યા છે. યુનાઈટેડ નેશન્સે દાવો કર્યો છે કે યુદ્ધના કારણે અત્યાર સુધીમાં 25 લાખ લોકોને યુક્રેન છોડવાની ફરજ પડી છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ રશિયા પર માર્યુપોલમાં સુરક્ષિત કોરિડોર પર હુમલો કરવાનો આરોપ પણ લગાવ્યો છે.
Whatsapp share
facebook twitter